________________
૧૧૭
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૫
અહીં તીર્થકરતુલ્યવાદિથી એ કહેવું છે કે તીર્થકરના ગુણોને જોઈને તીર્થકર થવાનો અભિલાષ દોષરૂપ નથી, પરંતુ તીર્થકરની બાહ્ય સમૃદ્ધિ જોઈને કે દેવોથી પૂજાતા જોઈને પણ આવા વૈભવને પામું' એવા અભિલાષથી કરાતું અનુષ્ઠાન ફળઅભિસંધિવાળું છે, અને તેવું અનુષ્ઠાન સંશુદ્ધ બનતું નથી.
તમસન્થરસુંદરત્વાન્ - પરલોકના ફળની અભિસંધિથી કરાતું અનુષ્ઠાન અસુંદર છે; કેમ કે તે આશયથી કરાતું એવું તે અનુષ્ઠાન સ્વતઃ પ્રતિબંધસારવાળું છે, અને ફળઅભિસંધિરહિત અનુષ્ઠાન અપવર્ગનું સાધન છે.
આશય એ છે કે કોઈ જીવને ભગવાનના ગુણો પ્રત્યે બહુમાન હોય અને ભગવાનની ભક્તિમાં ઉપયુક્ત હોય, આમ છતાં કોઈક નિમિત્તને પામીને પરલોકના ફળની અભિસંધિ થાય, તો તે અનુષ્ઠાન મોક્ષનું કારણ બનતું નથી, માટે સુંદર નથી. જેમ શ્રેયાંસકુમારનો જીવ નિર્નામિકાના ભાવમાં કેવલી પાસે અંતસમયની આરાધના કરે છે, ભવથી વિરક્ત છે, અને દેશવિરતિનાં વ્રતોને ગ્રહણ કરીને અંતિમ સમયની આરાધના વખતે ધ્યાનાદિમાં પ્રવૃત્ત છે. તે વખતે લલિતાંગદેવે પોતાના રૂપનું દર્શન કરાવ્યું, અને તે રૂપને જોઈને તેને પણ તેમના પ્રત્યે અભિલાષ થાય છે, અને તે અભિલાષમાં કાળ કરીને લલિતાંગદેવની સ્વયંપ્રભા દેવી થાય છે; અને ત્યારપછી પણ ઉત્તમકુલ અને ધર્મની પ્રાપ્તિ આદિની પરંપરા પ્રાપ્ત થાય છે, તેથી તે ફળની અભિસંધિ અભ્યદયનું કારણ તો બને છે; પરંતુ તે ફળ અભિસંધિવાળો અધ્યવસાય ગુણસ્થાનકમાં આગળ જતાં અટકાવે છે. તે બતાવવા માટે ટીકામાં કહ્યું કે સ્વપ્રતિવંધસારં તુ તાનચ્છિતારી=આલોકાદિ આશંસામાં પ્રતિબંધવાળું અનુષ્ઠાન ગુણસ્થાનકની વૃદ્ધિ થવા દેતું નથી, પરંતુ જીવ જ્યાં છે ત્યાં જ સ્થિતિને કરાવનાર છે. તાત્પર્ય એ છે કે નિર્નામિકાના જીવને પરલોકના ફળની અભિસંધિ થઈ, તેથી તે અભિસંધિ થઈ ત્યારે જે ભૂમિકામાં તે હતી ત્યાં જ પ્રતિબંધ પ્રાપ્ત થયો. જો તે અભિસંધિ ન થઈ હોત તો અંતિમ સમયની ઉત્તમ આરાધના ઉપર ઉપરનાં સંયમનાં સ્થાનોની પ્રાપ્તિનું કારણ બનત; પરંતુ ફળઅભિસંધિને કારણે યોગની આગળની ભૂમિકામાં પ્રસર્પણ અટક્યું. માટે તે ફળની અભિસંધિ સુંદર નથી. ફલની અભિસંધિથી કરાતું અનુષ્ઠાન ગુણસ્થાનની વૃદ્ધિમાં બાધક છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે –
જેમ ગૌતમસ્વામીને ભગવાન પ્રત્યે બહુમાનભાવ હતો છતાં સ્નેહાંશથી સંશ્લેષવાળો તે બહુમાનભાવ હતો. તેથી કેવલજ્ઞાન તરફ સંયમના પ્રસર્પણમાં અટકાયત થતી હતી. તેવી રીતે ભગવાન પ્રત્યેના બહુમાનના આશયવાળી ભગવાનની ભક્તિ પણ આલોક કે પરલોકના ફળની અભિસંધિવાળી બને તો તસ્થાનસ્થિતિકારી છે, માટે સુંદર નથી.
અહીં વિશેષ એ છે કે જેમ અવંતિસુકમાલને મોક્ષ ઉપાદેય લાગતો હતો, તેથી મોક્ષના ઉપાયભૂત સંયમના પરિણામ પ્રત્યે તેમને રાગ હતો, તોપણ નલિનીગુલ્મ વિમાનનો અનિવર્તનીય અધ્યવસાય થયેલો હોવાથી સંયમનાં ઉપરનાં કંડકોમાં જવા માટે તે વિજ્ઞભૂત હતો; તેમ ગૌતમસ્વામીને પણ મોક્ષનો બલવાન અભિલાષ હતો, ભગવાન મોક્ષમાર્ગ બતાવે છે માટે જ ભગવાન પ્રત્યે અત્યંત બહુમાન હતું, તોપણ જન્માંતરના સ્નેહના કારણે સ્નેહાંશથી આશ્લેષવાળો તે ભગવાન પ્રત્યેનો બહુમાનભાવ ઉપરના સંયમસ્થાનમાં