________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૫
૧૧૫ ભક્તિ કરતો નથી, પરંતુ જે કંઈ પણ થોડો બોધ થયો છે, તે બોધથી સંસારથી પર અવસ્થા પ્રત્યે તેનું ખેંચાણ છે, અને તે ખેંચાણપૂર્વક જિનમાં કુશલચિત્તાદિ કરે છે, તે કુશલચિત્ત સંશુદ્ધ છે.
અહીં સંજ્ઞાઓ આહારાદિ દશ ભેદવાળી છે. તેથી કોઈ જીવ ભગવાન પ્રત્યે કુશલબુદ્ધિવાળો થયો હોય અને આહાર પ્રાપ્ત ન થતો હોય ત્યારે આહારની લાલસાથી ભગવાનની ભક્તિ કરે, તો તે ભક્તિનું અનુષ્ઠાન આહારસંજ્ઞાવાળું બને. કોઈ શત્રુ આદિનો તેને ભય હોય અને તેના નિવારણ માટે ભગવાનની ભક્તિ કરતો હોય, તો તેનું અનુષ્ઠાન ભયસંજ્ઞાવાળું બને. વળી કોઈ સ્ત્રી આદિનો અભિલાષ હોય તો તેની પ્રાપ્તિ માટે ભગવાનની ભક્તિ કરે, તો તે અનુષ્ઠાન મૈથુનસંજ્ઞાવાળું બને. વળી કોઈ ધનાદિની લાલસાથી ભગવાનની ભક્તિ કરે, તો તેનું અનુષ્ઠાન પરિગ્રહસંજ્ઞાવાળું બને. કોઈ જીવ પોતાનાથી વિશેષ અન્યની ભક્તિ જોઈને તેના પ્રત્યેની ઇર્ષ્યાથી “તેના કરતાં હું કંઈક વધારે સારી ભક્તિ કરું' તેવા આશયથી ભગવાનની ભક્તિ કરતો હોય, તો તેનું તે ભગવદ્ભક્તિ અનુષ્ઠાન ક્રોધ સંજ્ઞાવાળું બને. લોકમાં માનખ્યાતિની આશંસાપૂર્વક ભગવાનની ભક્તિ કરતો હોય, તો તેનું તે અનુષ્ઠાન માનસંજ્ઞાવાળું બને. ઘણા લોકોને જોઈને પોતે ભગવાનની ભક્તિ સારી કરે છે તેવું બતાવવા સુંદર હાવભાવની અભિવ્યક્તિ કરે, તો તેનું તે અનુષ્ઠાન માયાસંજ્ઞાવાળું બને. વળી કોઈ ભૌતિક પદાર્થના લોભને વશ થઈને ભગવાનની ભક્તિ કરે, તો તેનું તે અનુષ્ઠાન લોભસંજ્ઞાવાળું બને. કોઈ જીવ કંઈ વિચાર્યા વગર ગતાનુગતિક ભક્તિ કરે, તો તેનું તે અનુષ્ઠાન ઓઘસંજ્ઞાવાનું બને; અને શાસ્ત્રનિરપેક્ષ, લોકો જેમ કરતા હોય તેમ, ભગવાનની ભક્તિ કરે, તો તેનું તે અનુષ્ઠાન લોકસંજ્ઞાથી યુક્ત બને. આ દેશમાંથી કોઈપણ સંજ્ઞાથી યુક્ત અનુષ્ઠાન, સુંદર હોય તો પણ અભ્યદય માટે થાય છે અર્થાત્ યોગની દૃષ્ટિમાં તે જીવ હોય તો તે જીવને વીતરાગ પ્રત્યે સ્પષ્ટ શ્રીપાળ રાજાની જેમ બહુમાન છે, તેથી તે ભક્તિનું અનુષ્ઠાન સુંદર છે, તોપણ સદ્ગતિની પ્રાપ્તિરૂપ અભ્યદય માટે થાય છે, પણ મોક્ષ માટે થતું નથી=વીતરાગતાને અભિમુખ વૃદ્ધિ પામતું નહીં હોવાથી ગુણવૃદ્ધિના કારણભૂત નિર્જરા કરાવીને મોક્ષ માટે થતું નથી.
આશય એ છે કે યોગની દૃષ્ટિવાળા જીવો પણ ક્યારેક આ સંજ્ઞાઓને વશ થઈને ભગવાનની ભક્તિ આદિ કરે છે, તો પણ તેઓને ભગવાન પ્રત્યે જેવો બહુમાનભાવ છે તેવું સંજ્ઞાનું મહત્ત્વ નથી, આમ છતાં નિમિત્તને પામીને તેઓની સંજ્ઞાથી પણ પ્રવૃત્તિ થાય છે. જેમ શ્રીપાળ મહારાજાને નવપદનું અત્યંત મહત્ત્વ હતું અને શુદ્ધ આશયથી નવપદની આરાધના કરતા હતા, તો પણ કોઈક નિમિત્તને પામીને બાહ્ય પદાર્થની અભિલાષાથી પણ નવપદનું ધ્યાન કરે છે. તે વખતે, શ્રીપાળમહારાજાને નવપદના પારમાર્થિક સ્વરૂપનો બોધ હોવાથી અને તેમના પ્રત્યે અત્યંત રુચિ હોવાથી તેમનું તે નવપદના ધ્યાનનું અનુષ્ઠાન સુંદર હતું, તોપણ, સ્ત્રીની પ્રાપ્તિના અભિલાષથી યુક્ત હોવાથી મૈથુનસંજ્ઞાથી યુક્ત પણ હતું. તેથી તે નવપદના ધ્યાનનું અનુષ્ઠાન નવપદ પ્રત્યેના બહુમાનથી અને ભક્તિથી સંવલિત હોવા છતાં સંજ્ઞાથી યુક્ત હોવાને કારણે અભ્યદય માટે છે, નિઃશ્રેયસની પ્રાપ્તિ માટે નથી. તે શ્રીપાળરાજા જ્યારે ભવભોગના નિઃસ્પૃહ આશયથી યુક્ત ભગવદ્ભક્તિ કરે છે તે અનુષ્ઠાન નિઃશ્રેયસની પ્રાપ્તિ માટે બને છે. તે રીતે પહેલી દૃષ્ટિમાં રહેલા યોગી પણ કોઈ સંજ્ઞાથી યુક્ત ભગવાનની ભક્તિમાં યત્ન કરતા હોય, ત્યારે વીતરાગમાં બહુમાન