________________
૧૧૩
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨પ
હે ભદંત ! કેટલા પ્રકારની સંજ્ઞા કહેવાઈ છે ? ઉત્તર આપે છે - હે ગૌતમ ! દશ પ્રકારે સંજ્ઞા કહેવાઈ છે. તેનાં નામ બતાવે છે : આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, માયાસંજ્ઞા, લોભસંજ્ઞા, ઓઘસંજ્ઞા, લોકસંજ્ઞા. ‘તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ‘તત્સ યુવત્તાશયાનુષ્ઠાન' – આનાથી અર્થાત્ સંજ્ઞાથી, સંપ્રયુક્ત આશયવાળું અનુષ્ઠાન સુંદર પણ અભ્યદય માટે છે, નિઃશ્રેયસની પ્રાપ્તિ માટે નથી મોક્ષપ્રાપ્તિ માટે નથી; કેમ કે પરિશુદ્ધિનો અભાવ છે.
સંજ્ઞાપ્રયુક્ત અનુષ્ઠાનમાં પરિશુદ્ધિનો અભાવ કેમ છે ? તેથી કહે છે :
ભવભોગથી નિઃસ્પૃહઆશયપ્રભવ આ પરિશુદ્ધ અનુષ્ઠાન છે, એ પ્રમાણે યોગીઓ કહે છે. તેથી અર્થથી સંજ્ઞા પ્રયુક્ત અનુષ્ઠાનમાં ભવભોગની સ્પૃહા છે, એથી પરિશુદ્ધિનો અભાવ છે.
અત્યંત ઉપાદેયબુદ્ધિને કારણે જેમ સંશુદ્ધ ચિત્ત સંજ્ઞાવિખંભણઅન્વિત છે, તેમ ફળઅભિસંધિરહિત પણ છે, તે બતાવે છે :
પનામસંધરહિત - જિનમાં કુશલચિત્ત ફળઅભિસંધિરહિત છે અર્થાત્ ભવઅંતર્ગત=સંસારઅંતર્ગત, કોઈપણ પ્રકારના ફળની અભિસંધિનો અભાવ હોવાને કારણે સંશુદ્ધ ચિત્ત ફળઅભિસંધિરહિત છે, એમ અવય છે.
અહીં શંકા કરતાં “માદ થી કહે છે : સંજ્ઞાવિષ્ઠભણ હોતે છતે પૂર્વમાં કહેવાયેલી અભિસંધિ= ભવઅંતર્ગત ફળરૂપે પૂર્વમાં કહેવાયેલી અભિસંધિ, અસંભવિત છે. તેનો ઉત્તર આપતાં કહે છે –
આ સત્ય છે અર્થાત્ પૂર્વપક્ષે કહ્યું કે સંજ્ઞાનું વિધ્વંભણ હોય તો ફળની અભિસંધિ સંભવે નહિ. તેથી સંજ્ઞાવિષ્ઠભણઅન્વિત કહેવાથી ફળઅભિસંધિરહિત છે, એમ કહેવાની જરૂરત રહેતી નથી, એ સત્ય છે.
આમ છતાં સંજ્ઞાવિખંભણઅન્વિત કહ્યા પછી ફળઅભિસંધિરહિત વિશેષણ કેમ આપ્યું ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
તદ્ભવઅંતર્ગત ફળને આશ્રયીને સંજ્ઞાવિષ્ઠભણાવિત વિશેષણ છે. અહીં વળી–ફળઅભિસંધિરહિત વિશેષણ આપ્યું એમાં વળી, તદ્ અન્ય ભવ અંતર્ગત પણ જે ભવમાં પોતે છે તેનાથી અન્ય ભવ અંતર્ગત પણ, તીર્થકૃત તુલ્યવાદિ લક્ષણ ફળને આશ્રયીને ફળઅભિસંધિરહિત એ વિશેષણ ગ્રહણ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે ફળઅભિસંધિ હોય તો શું વાંધો ? તેથી કહે છે – તદભિસંધિનું ફળઅભિસંધિનું, અસુંદરપણું હોવાથી, તદ્ ઉપાત એવા આનું ફળઅભિસંધિયુક્ત એવા કુશલચિત્તનું, સ્વતઃ પ્રતિબંધસારપણું હોવાને કારણે, ફળઅભિસંધિસંપ્રયુક્ત અનુષ્ઠાન નિઃશ્રેયસનું કારણ નથી, એમ અવય છે; અને આનાથી રહિતરફળઅભિસંધિરહિત, આ=જિતમાં કુશલચિતાદિ અનુષ્ઠાન, અપવર્ગનું સાધન છે. વળી સ્વપ્રતિબંધસાર એવું અનુષ્ઠાન તથાસ્વભાવપણું હોવાને કારણે વીતરાગતા તરફ જવામાં પ્રતિબંધ કરે તેવું સ્વભાવપણું હોવાને કારણે, તત્ સ્થાન સ્થિતિકારી