________________
૧૧૪
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૫ જ છે=જે ગુણસ્થાનકમાં પોતે છે તે સ્થાનમાં જ સ્થિતિ કરનારું છે, પરંતુ આગળના ગુણસ્થાનકમાં જવા દેતું નથી. તેથી નિઃશ્રેયસનું કારણ નથી, એમ અવય છે.
સ્વપ્રતિબંધસાર અનુષ્ઠાન તત્ સ્થાન સ્થિતિકારી છે, તેમાં દૃષ્ટાંત બતાવે છે – ગૌતમસ્વામીના ભગવાનમાં બહુમાનની જેમ સ્વપ્રતિબંધસાર અનુષ્ઠાન તત્ સ્થાન સ્થિતિકારી જ છે, એમ અવય છે.
અવમૂતU Pa' - આવા પ્રકારના અનુષ્ઠાનનું જ અત્યંત ઉપાદેયબુદ્ધિને કારણે અર્થાત્ અનુષ્ઠાનથી સાધ્ય એવા ધર્મમાં અત્યંત ઉપાદેય બુદ્ધિ હોવાને કારણે સંજ્ઞાવિષ્ઠભણાવિત અને ફળઅભિસંધિરહિત હોય એવા પ્રકારના અનુષ્ઠાનનું જ, યોગનિષ્પાદકપણું હોવાથી શ્લોકમાં સંશુદ્ધ જિનકુશલચિત્તાદિનું વિશેષણ સંજ્ઞાવિષ્ઠભણઅવિત અને ફળઅભિસંધિરહિત કરેલ છે.
અહીં પ્રશ્ન થાય કે, સંજ્ઞાવિષ્ઠભણઅન્વિત અને ફળઅભિસંધિરહિત એવું જ સંશુદ્ધ ચિત્ત યોગનિષ્પાદક છે, અન્ય કેમ નહિ ? તેથી કહે છે –
અશાલિના બીજથી-ડાંગર (ફોતરાવાળા ચોખા) સિવાય અન્ય ધાન્યના બીજથી, કાલ વડે પણ=ઘણા કાલ વડે પણ, શાલિનો અંકુર થતો નથી.
ન્તિનપ માં ‘પ' શબ્દથી એ કહેવું છે કે, થોડા કાળથી તો અશાલિબીજથી શાલિનો અંકુરો ન થાય, પરંતુ ઘણા કાળથી પણ અશાલિબીજથી શાલિનો અંકુરો ન થાય.
તમવાન્તતા માં ૩પ' શબ્દથી એ કહેવું છે કે, સંજ્ઞાવિષ્ઠભણઅન્વિત વિશેષણ દ્વારા આભવઅંતર્ગત ફળ લેવામાં આવે છે, અને ફળઅભિસંધિરહિત વિશેષણ દ્વારા તદન્યભવઅંતર્ગત પણ ફળને લેવામાં આવે છે. ભાવાર્થ :પ્રસ્તુત શ્લોકમાં જિનમાં સંશુદ્ધ કુશલચિત્ત કેવું હોય છે, તે સ્પષ્ટ કરેલ છે.
પહેલી દષ્ટિવાળા જીવને સત્ શાસ્ત્રો પ્રત્યેની શ્રદ્ધાને કારણે જે મિથ્યાત્વની મંદતા થઈ છે, અને તેના કારણે જે કંઈ થોડો સમ્યગ્બોધ થયો છે, તે બોધ સમ્યકત્વકાલિન સમ્યગ્બોધની પૂર્વભૂમિકા રૂપ છે; અને આ બોધ ધીરે ધીરે પ્રકર્ષને પામીને સમ્યત્વકાલિન સમ્યગ્બોધ થવાનો છે. આ બોધમાં તેવા પ્રકારનો પરિપાક છે કે જેથી જીવને વીતરાગ પ્રત્યે અત્યંત ઉપાદેયબુદ્ધિ થાય છે અર્થાત્ “આ વીતરાગ જ ઉપાસનીય છે, તેથી આલોકના ફળની આશંસા કે પરલોકના ફળની આશંસાથી રહિત ભગવાનની ભક્તિ કરીને હું આ સંસારસાગરથી તરું' તેવી વીતરાગ પ્રત્યે અત્યંત ઉપાદેયબુદ્ધિ થાય છે.
આશય એ છે કે યોગની દૃષ્ટિમાં પ્રવેશેલા જીવને ઉપદેશાદિ સાંભળીને “આ વીતરાગ જ ઉપાસનીય છે' તેવી તેમના પ્રત્યે અત્યંત ઉપાદેયબુદ્ધિ થાય છે ત્યારે, ભગવાનની ભક્તિના કાળમાં આહારાદિ સંજ્ઞાને વશ થઈને આલોકની આશંસાથી તે ભગવાનની ભક્તિમાં પ્રયત્ન કરતો નથી કે અન્ય ભવમાં હું તીર્થકર જેવી સમૃદ્ધિવાળો થાઉં કે ઈન્દ્ર જેવી સમૃદ્ધિવાળો થાઉં તેવા પરલોકના બાહ્ય વૈભવની અપેક્ષાથી ભગવાનની