________________
૧૦૭
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૩-૨૪
આનાથી એ ફલિત થાય કે કોઈ સાધક ભગવાનને સાક્ષાત્ જોતા હોય કે ભગવાનના ગુણોનું વર્ણન સાંભળતા હોય ત્યારે વર્તતું સંશુદ્ધ કુશલચિત્ત યોગબીજ છે, અને કોઈ અન્ય પ્રસંગે ભગવાનના ગુણોથી રંજિત થયેલ સાધક “નમો જિણાણે” એ પ્રકારનો વચન પ્રયોગ કરતા હોય ત્યારે તેવા સંશુદ્ધ કુશલચિત્તથી પ્રેરિત વાગ્યોગની પ્રવૃત્તિ પણ યોગબીજ છે, અને કોઈ સાધક ભગવાનમાં થયેલા સંશુદ્ધ કુશલચિત્તથી પ્રેરિત કાયયોગથી પ્રણામાદિ કરતા હોય ત્યારે તેમનો કાયયોગ પણ યોગબીજ છે; અને આ યોગબીજ સામગ્રી મળતાં અવશ્ય મોક્ષના કારણભૂત એવા અનુષ્ઠાનનું કારણ બને છે. વળી આ યોગબીજનો વિષય સર્વજ્ઞ એવા અરિહંત ભગવંતો છે, માટે અન્ય સર્વ યોગબીજોમાં આ બીજ અનુત્તમ છે અર્થાત્ સર્વશ્રેષ્ઠ છે; કેમ કે ચિત્તનો વિષય ઉત્તમોત્તમ એવા સાક્ષાત્ અરિહંતભગવંત છે, જે સર્વ યોગીઓમાં શ્રેષ્ઠ છે, યોગીશ્વર છે. I૨૩
અવતરણિકા :
यदैतद् भवति तत्समयमभिधातुमाह - અવતરણિકાર્ચ -
જ્યારે આ=સંશુદ્ધ ચિત્ત, થાય છે, તેના સમયને બતાવવા માટે ગ્રંથકાર કહે છે – શ્લોક :
चरमे पुद्गलावर्ते, तथाभव्यत्वपाकतः ।
संशुद्धमेतन्नियमानान्यदापीति तद्विदः ।।२४।। અન્વયાર્થ :
વરને પુત્રવર્તે ચરમપુદ્ગલપરાવર્તમાં તથા મત્રત્વપાવત: તથાભવ્યત્વના પાકથી પત્ર આ કુશલચિત્ત નિયમન નિયમથી શુદ્ધ સંશુદ્ધ છે. મલાપ=અચદા પણ તથાભવ્યત્વના પાક સિવાયના કાળમાં ચરમાવર્તમાં પણ ર=નહિ; કૃતિ એ પ્રમાણે તેના જાણનારાઓ (કહે છે.) રજા શ્લોકાર્ચ -
ચરમપુદ્ગલપરાવર્તમાં તથાભવ્યત્વના પાકથી કુશલચિત્ત નિયમથી સંશુદ્ધ છે, તથાભવ્યત્વના પાક સિવાયના કાળમાં ચરમાવર્તમાં પણ નહિ; એ પ્રમાણે તેના જાણનારાઓ કહે છે. ૨૪ - નોંધ :- ‘અપ' માં ‘પ' શબ્દથી એ કહેવું છે કે ચરમાવર્ત બહારમાં તો સંશુદ્ધ ચિત્ત નથી, પરંતુ ચરમાવર્તમાં પણ તથાભવ્યત્વના પરિપાક સિવાયના કાળમાં સંશુદ્ધ ચિત્ત નથી. ટીકા :
'चरमे पुद्गलावर्ते' इति पुद्गलानामावर्तास्तथातथा तत्तद्ग्रहणसन्त्यागाभ्यामिति पुद्गलावर्ताः, “एते ह्यनादौ संसारे तथाभव्यत्वाक्षिप्ता: कस्यचित्कियन्तोऽपि” इति वचनप्रामाण्याच्चरमपदे चरमावर्ताभिधानात् ।