________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૪
૧૦૯ છે, તેથી સંશુદ્ધ ચિત્ત થતું નથી; અને પછી તથાભવ્યત્વના પરિપાકકાળમાં વિશુદ્ધતર આશયનો યોગ હોવાથી સંશુદ્ધ ચિત્ત થાય છે, એ પ્રમાણે યોગના જાણનારાઓ કહે છે. ૨૪
પૂર્વ અચરમાવર્તકાળ અને ચરમાવર્તનો પણ તથાભવ્યના પરિપાક પૂર્વેનો કાળ. પશ્ચાતુ-ચરમાવર્તનો તથાભવ્યત્વના પરિપાક પછીનો કાળ. પૂર્વકાળમાં ક્લિષ્ટ આશય હોય છે, પશ્ચાતુકાળમાં વિશુદ્ધતર આશય હોય છે. ભાવાર્થ :
મૂળ શ્લોકમાં ‘ચરમ પુલાવર્તે' શબ્દ છે, ત્યાં ‘ચરમ” શબ્દ પુલાવર્તનું વિશેષણ છે. તેથી ચરમપુદ્ગલાવર્ત એવો અર્થ કરીએ તો અત્યાર સુધી દરેક જીવનાં જે પુલાવર્તે પસાર થયા તે સર્વની અપેક્ષાએ આ પુલાવર્ત છેલ્લું છે, એવો અર્થ પ્રાપ્ત થાય. તેથી દરેક જીવનો વર્તમાનનો પુદ્ગલનો આવર્ત ચરમ આવર્ત છે એ પ્રાપ્ત થાય. પરંતુ ચરમાવર્તનો તેવો અર્થ નથી, પણ જીવના સંસારનો જે છેલ્લો આવર્ત હોય તે ચરમાવર્ત છે, અને તે ચરમાવર્ત દરેક જીવનો જુદા જુદા કાળમાં પ્રાપ્ત થાય છે; અને તે અર્થ “ચરમે પુદ્ગલાવર્તે’ શબ્દથી કરવો હોય તો તે કઈ રીતે થઈ શકે ? તે બતાવવા માટે ચરમ પુદ્ગલાવર્ત શબ્દનો અર્થ કર્યો કે ચરમ આવર્તરૂપ પુદ્ગલાવર્ત. તેથી જે જીવનાં જે આવર્તા સંસારના પરિભ્રમણનાં છે, તેમાંથી છેલ્લું આવર્ત જે જીવને વર્તમાનમાં હોય તે જીવનું ચરમઆવર્ત બને; પરંતુ જે જીવને હજી અનેક પુદ્ગલાવર્તી કરવાનાં છે, તે જીવ માટે વર્તમાનનું પુદ્ગલાવર્ત ચરમઆવર્ત બને નહિ. ચરમપુદ્ગલાવર્તનો આ પ્રમાણેનો અર્થ કરવા અર્થે ટીકાકારે યુક્તિ આપી કે આ અનાદિ સંસારમાં દરેક જીવનું તથાભવ્યત્વ જુદું છે. તેથી તથાભવ્યત્વથી આક્ષિપ્ત કોઈક જીવને પુદ્ગલાવર્તે કેટલાંક થાય છે તો કોઈકને વળી તેનાથી અધિક થાય છે. આ પ્રકારનું શાસ્ત્રવચન પ્રમાણરૂપ હોવાથી તેને સામે રાખીને ચરમપદનો અર્થ ચરમઆવર્ત કર્યો છે, જેથી જે જીવને વર્તમાનમાં ચરમઆવર્તરૂપ પુદ્ગલાવર્ત હોય તે જ જીવ ચરમાવર્તિમાં કહેવાય, અન્ય નહિ. વળી પુલાવર્તનો અર્થ કર્યો કે જીવથી ગ્રહણ થાય એવી ઔદારિક આદિ તે તે પ્રકારની આઠ વર્ગણાઓથી તે તે પુગલોના=જે જે પુદ્ગલો જગતમાં છે તે સર્વ પુદ્ગલોના, ગ્રહણ અને ત્યાગ દ્વારા જે આવર્ત તે પુદ્ગલાવર્ત છે. તેથી આઠ વર્ગણારૂપે સર્વ પુલોનું ગ્રહણ અને ત્યાગ કોઈ જીવ કરે ત્યારે એક પુદ્ગલપરાવર્તન કહેવાય.
વળી, ચરમપુદ્ગલપરાવર્તનમાં પણ જીવના તથાભવ્યત્વનો પ્રારંભિક પાક થાય ત્યારે, ઉત્કટ મિથ્યાત્વરૂપ કટુતાની નિવૃત્તિ થવાથી સંવેગના પરિણામરૂપ થોડું માધુર્ય જીવમાં પ્રગટે છે, જેના કારણે જીવમાં સંશુદ્ધ એવું કુશલચિત્ત નિયમથી પ્રગટે છે.
આશય એ છે કે ચરમાવર્તમાં ભાવમલ કંઈક અલ્પ થયેલો હોય છે, અને ઉપદેશાદિ કોઈક સામગ્રીને પામીને જીવમાં રહેલી મોક્ષમાં જવાની યોગ્યતારૂપ તથાભવ્યતા પરિપાકને પામે છે અર્થાત્ શરમાવર્તમાં મોક્ષને અનુકૂળ એવો કોઈક ભાવ પ્રગટ કરવા માટે જીવનો યત્ન થાય છે, જેથી જીવનું તથાભવ્યત્વ કાર્યને અભિમુખ પરિપાક પામતું હોય છે. જેમ કોઈક જીવ પંચસૂત્રમાં કહ્યા પ્રમાણે દુષ્કતગર્તા અને સુકૃતઅનુમોદના કરે તો દુષ્કત પ્રત્યેનો વિમુખભાવ અને સુકૃત પ્રત્યેનો અભિમુખભાવ જીવમાં પ્રગટે છે, જે તથાભવ્યત્વના