________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૨૩
૧૦૬
♦ મણ્ડાવ માં ‘વિ’ પદથી ચરસ્વતિ નું ગ્રહણ કરવું.
* ‘પશ્ચાદ્ાવિતક્ષળ’ માં ‘વિ’ પદથી ‘અષ્ટાદ્ વિજ્ઞક્ષળ' નું ગ્રહણ કરવું.
* ‘અનેન વાગ્યો વૃત્તિમ્’ પછી ‘આ’ અધ્યાહાર છે.
* ‘પ્રામાદ્રિ 7 પન્ગ્વા વિનક્ષળ’ પછી ‘ત્યનેન તુ ‘જાયયોગવૃત્તિમાદ’ એ અધ્યાહાર છે.
ભાવાર્થ :
કોઈ સાધકને અરિહંત ભગવંતોમાં કુશચિત્ત થાય અને જો તે સંશુદ્ધ ન હોય તો યોગબીજ બને નહિ. આ કથનથી એ ફલિત થાય કે જિનોમાં કુશલચિત્ત બે પ્રકારનું છે : (૧) સંશુદ્ધ અને (૨) અસંશુદ્ધ .
કુશલચિત્ત એટલે દ્વેષાદિ અભાવપૂર્વક પ્રીતિવાળું કે ભક્તિવાળું ચિત્ત અર્થાત્ કોઈ શ્રોતા પાસે ઉપદેશક ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતા હોય અને તે સાંભળીને ભગવાન પ્રત્યે શ્રોતાને દ્વેષાદિ ન થાય, પરંતુ પ્રીતિ થાય, અથવા તો કોઈ સાધક સાક્ષાત્ ભગવાનને જોતા હોય અને ભગવાનને જોઈને ભગવાનની ઉત્તમ પ્રકૃતિને કારણે દ્વેષાદિના અભાવથી સહિત પ્રીતિ આદિવાળું ચિત્ત થાય, તો તે કુશચિત્ત છે. જેમ ગૌતમસ્વામીએ હાલિકને ઉપદેશ આપીને દીક્ષા આપી અને ભગવાનનું સ્વરૂપ પણ બતાવ્યું, ત્યારે તેને ભગવાનના વિષયમાં કુશલચિત્ત થયું, પરંતુ જ્યારે સાક્ષાત્ ભગવાનને જુએ છે ત્યારે જન્માંતરના દ્વેષને કારણે ભગવાન પ્રત્યે દ્વેષનો પરિણામ થાય છે, ત્યારે તેને કુશલચિત્ત થતું નથી.
આવું કુશચિત્ત અચરમાવર્તવાળા યથાપ્રવૃત્તકરણમાં વર્તતા જીવોને પણ ભગવાનને જોઈને થઈ શકે છે; પરંતુ તેઓમાં અતત્ત્વનો અનિવર્તનીય રાગ પડ્યો છે, તેથી ભગવાનનું વચન તેમને રુચિકર થાય તેવું નથી; માટે તેઓનું કુશચિત્ત અસંશુદ્ધ છે. આવા અસંશુચિત્તવાળા જીવો યોગદૃષ્ટિથી બહાર હોય છે, અને યોગદૃષ્ટિથી બહારના જીવો સામાન્ય યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશમાં આવેલા હોય અને સંયમ ગ્રહણ કરે કે શ્રાવકાચાર પાળે, ત્યારે તેઓની ધર્મની ક્રિયા વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન કે અનનુષ્ઠાનરૂપ જ હોય છે; અને તે વખતે ભગવાનને જોઈને કે ભગવાનની મૂર્તિ જોઈને તેઓને દ્વેષાદિ થતાં ન હોય, અને ભગવાનને નમસ્કાર, સ્તુતિ આદિની ક્રિયા કરતા હોય ત્યારે તેઓનું ચિત્ત દ્વેષાદિના અભાવથી પ્રીત્યાદિવાળું પણ હોય; તોપણ તેઓની ભગવાનના વચનથી વિપરીત અનિવર્તનીય રુચિ હોય છે. તેથી તેઓનું ચિત્ત અસગ્રહથી અત્યંત દૂષિત હોવાને કારણે તેમનું જિનમાં થયેલું કુશલચિત્ત પણ સંશુદ્ધ નથી. જ્યારે યોગની દૃષ્ટિમાં આવેલા જીવો શિથિલ અસગ્રહવાળા હોય છે, તેથી ભગવાનને જોઈને તેમને ભગવાન પ્રત્યે કુશલચિત્ત થાય છે; અને જેમ જેમ ભગવાનનાં વચન જાણવા મળે તેમ તેમ ભગવાન પ્રત્યે પ્રીતિ વધે છે, અને ભગવાને બતાવેલો યોગમાર્ગ રુચે છે. આવું ઉત્તમ ચિત્ત મિત્રાદષ્ટિવાળા યોગીને હોય છે, તેથી તેઓનું કુશલચિત્ત સંશુદ્ધ છે.
વળી જેમ ભગવાનમાં સંશુદ્ધ એવું કુશલચિત્ત યોગબીજ છે, તેમ સંશુદ્ધ કુશલચિત્તથી પ્રેરિત વાણીથી કરાયેલી નમસ્કારની ક્રિયા પણ યોગબીજ છે, અને તે સંશુદ્ધ કુશલચિત્તથી પ્રેરિત એવી પ્રણામાદિની ક્રિયા પણ યોગબીજ છે.