________________
યોગદષ્ટિસમુચ્ચયગાથા-૧૭ સમાપ્તિ માટે છે. આવા પ્રકારનો=સ-શ્રદ્ધા-સંગત, બોધ-અવગમ, એ દષ્ટિ એ પ્રમાણે કહેવાય છે. દર્શન એ દૃષ્ટિ એથી કરીને બોધને દૃષ્ટિ કહેવાય છે, એમ અવય છે. વિપ્રત્યપાયપણારૂપે=અનર્થના પરિહારપણારૂપે, ફલથી=સદ્દષ્ટિના ફલને બતાવવા દ્વારા, આને જ=સદ્દષ્ટિએ જ, કહે છે શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે. અસત્ પ્રવૃત્તિના વ્યાઘાતથી તે પ્રકારનું શ્રદ્ધાપણું હોવાને કારણે શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિનો વ્યાઘાત થવાથી, સમ્પ્રવૃત્તિપદાવહ છે=શાસ્ત્રઅવિરુદ્ધ પ્રવૃત્તિના પદને લાવતાર છેઅવેધસંવેદ્યપદના પરિત્યાગથી વેધસંવેદ્યપદવી પ્રાપક છે. વેદ્ય દવા યોગ્ય, એવા બાહ્ય પદાર્થો, જીવથી જે રીતે સંવેદ્ય છે, તે રીતે સંવેદન થાય તે વેદસંવેદ્યપદ, તેની પ્રાપક છે. ભાવાર્થ :
શ્લોકના પૂર્વાર્ધમાં સદ્દષ્ટિને સ્વરૂપથી બતાવેલ છે, અને શ્લોકના ઉત્તરાર્ધમાં અસત્ પ્રવૃત્તિના વ્યાઘાતથી સત્ પ્રવૃત્તિના પદને લાવનાર છે, એમ કહીને સદ્દષ્ટિ નિષ્પત્યપાયપણારૂપે ફળથી બતાવવામાં આવી છે.
આશય એ છે કે સદ્દષ્ટિ એ સાચી શ્રદ્ધાથી યુક્ત બોધરૂપ છે. એમ કહેવાથી સદ્દષ્ટિનું સ્વરૂપ જણાય છે; અને ત્યાર પછી અસત્ પ્રવૃત્તિના વ્યાઘાતથી સત્ પ્રવૃત્તિના પદને લાવનાર છે, એમ કહીને નિમ્રત્યાયપણારૂપે ફલથી સદ્દષ્ટિનું સ્વરૂપ બતાવાયું. તે આ રીતે - અસતુપ્રવૃત્તિ એ પ્રત્યપાયરૂપ છે અને તેનો વ્યાઘાત સદ્દષ્ટિથી થાય છે. તેથી સદ્દષ્ટિમાં નિમ્રત્યપાયપણું છે. વળી સદ્દષ્ટિ સત્ પ્રવૃત્તિના સ્થાનને લાવનાર છે, તે સદ્દષ્ટિનું ફળ છે.
તાત્પર્ય એ છે કે જીવમાં કંઈક મોહનું વિગમન થાય છે ત્યારે અતીન્દ્રિય પદાર્થોમાં સર્વજ્ઞના વચન અનુસાર શાસ્ત્રાનુસારી તત્ત્વને જાણવાનો કંઈક યત્ન થાય છે; અને શાસ્ત્ર પ્રત્યેની જે રુચિ, તેનાથી થતો જે શાસ્ત્રાનુસારી યત્કિંચિત્ પણ બોધ, તે જીવમાં પ્રગટ થયેલ દષ્ટિ છે; અને આ દૃષ્ટિ પ્રગટ થયા પછી જીવની અસત્ પ્રવૃત્તિ ક્રમસર ઘટે છે, જેથી અસત્ પ્રવૃત્તિના કારણે જે કર્મબંધ અને સંસારનું પરિભ્રમણ ચાલે છે, તે ક્રમસર ઘટવા માંડે છે. વળી પ્રગટ થયેલી એવી આ સદ્દષ્ટિ શાસ્ત્રવચનાનુસાર યોગમાર્ગમાં ઉચિત પ્રવૃત્તિને લાવનાર છે. તેથી સદ્દષ્ટિને સત્-પ્રવૃત્તિ-પદાવહ કહેલ છે.
અહીં અસત્ શ્રદ્ધાનો અર્થ કર્યો - સ્વઅભિપ્રાયથી તથાવિધ અસત્ ઊહસ્વરૂપ શાસ્ત્રબાહ્ય શ્રદ્ધા, તે અસત્ શ્રદ્ધા.
આનાથી એ કહેવું છે કે જેઓને યોગમાર્ગમાં અંતરાયભૂત એવા જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મોનું અંશથી પણ વિગમન થયેલું નથી, તેઓને અતીન્દ્રિય પદાર્થોમાં સ્વઅભિપ્રાયથી ભગવાનના વચન નિરપેક્ષ તેવા પ્રકારનો અસત્ ઊહ થાય છે, તે અસત્ શ્રદ્ધા છે અર્થાત્ વિપરીત દષ્ટિ છે.
વળી તે અસત્ શ્રદ્ધાથી વિપરીત એવી જે શ્રદ્ધા છે તે સતુશ્રદ્ધા છે અર્થાત્ જેઓને યોગમાર્ગમાં વિષ્ણભૂત એવાં જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મોનું કંઈક અંશથી વિગમન થયેલું છે, તેઓને અતીન્દ્રિય પદાર્થોમાં આપ્તવચનાનુસાર તત્ત્વ જોવા માટેનો ઊહ પ્રગટે છે તે સતુશ્રદ્ધા છે અર્થાત્ નિર્મલદૃષ્ટિ