________________
૯૪
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯ જે કારણથી મિત્રાદિ દૃષ્ટિ ક્ષયોપશમભાવવાળી હોવાને કારણે પાત પામે તેવી છે, તે કારણથી સાપાય પણ છે.
આશય એ છે કે પ્રથમની ચાર દૃષ્ટિમાં રહેલા જીવો નિમિત્તને પામીને તે દૃષ્ટિના બોધથી ભ્રંશ પણ પામે, અને ભ્રંશ પામે તેથી દુર્ગતિઓમાં પણ જાય, તે બતાવવા માટે અહીં કહ્યું છે કે જે કારણથી આ દૃષ્ટિઓ પાતવાળી છે તે કારણથી દુર્ગતિનું કારણ પણ છે. આ કથનથી એ અર્થ જણાય છે કે દૃષ્ટિમાં રહેલા હોય ત્યાં સુધી જીવો દુર્ગતિનું કર્મ બાંધી ન શકે, પરંતુ દૃષ્ટિથી પાત થાય તો દુર્ગતિમાં પણ જઈ શકે. આવો અર્થ પંક્તિ પરથી જણાય છે. તત્ત્વ બહુશ્રુત જાણે.
વળી, આ પ્રથમની ચાર દૃષ્ટિઓ પ્રતિપાતવાળી છે તેથી સાપાય છે, તે બતાવવા કહે છે કે સ્થિરાદિ ચાર દૃષ્ટિઓ પ્રતિપાતવાળી નહિ હોવાને કારણે સાપાય નથી, અને આ ચાર દૃષ્ટિઓ પ્રતિપાતવાળી હોવાને કારણે સાપાય છે.
આશય એ છે કે ક્ષાયિક સમ્યત્વને પામેલ સ્થિરાદિ દૃષ્ટિવાળા જીવો ક્યારેય સ્થિરાદિ દષ્ટિમાંથી પાતને પામે નહિ, તેથી તે જીવો ક્યારેય દુર્ગતિમાં પણ જઈ શકે નહિ; જ્યારે પહેલી ચાર દૃષ્ટિવાળા જીવો પાત પામે છે, આથી દુર્ગતિમાં પણ જઈ શકે છે. ટીકા :
आह-कथं श्रेणिकादीनामेतदप्रतिपातादपाय? उच्यते-एतदभावोपात्तकर्मसामर्थ्येन, अत एवोक्तं प्रतिपातेन नेतरा इति, अप्रतिपातेन तु संभवमात्रमधिकृत्य ‘सापाया अपि', तथापि प्रायोवृत्तिविषयत्वात्सूत्रस्यैवमुपन्यासः । ટીકાર્ચ -
E-થે ... કુપચાસ: પૂર્વમાં કહ્યું કે સ્થિરાદિ દષ્ટિઓ પ્રતિપાતથી સાપાય નથી, ત્યાં ‘બાદ' થી શંકા કરતાં કહે છે - શ્રેણિક આદિને આવા અપ્રતિપાતથી સ્થિરાદિ દૃષ્ટિતા અપ્રતિપાતથી, અપાય કેમ થયો ? તેના સમાધાનરૂપે “ઉધ્યતે' થી કહે છે : આના=સ્થિરાદિ દષ્ટિના, અભાવમાં ઉપાર=ગૃહીતકર્મના સામર્થ્યથી (શ્રેણિક આદિને નરકાદિરૂ૫) અપાય પ્રાપ્ત થયો. આથી જ સ્થિરાદિ દૃષ્ટિના અભાવમાં ગૃહીતકર્મના સામર્થ્યથી શ્રેણિક આદિને અપાય થયો આથી જ, પ્રતિપાતથી ઈતર નથી–સ્થિરાદિ દૃષ્ટિ સાપાય નથી, એ પ્રમાણે કહેવાયું છે. અપ્રતિપાતથી વળી સંભવમાત્રને આશ્રયીને (સ્થિરાદિ દષ્ટિઓ) સાપાય પણ છે, તોપણ સૂત્રનું પ્રાયોવૃતિવિષયપણું હોવાથી આ રીતે=પ્રતિપાતથી ઈતર અર્થાત્ સ્થિરાદિ દૃષ્ટિ સાપાય નથી એ રીતે, ઉપચાસ છે-કથન છે. ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે સ્થિરાદિ દષ્ટિ પ્રતિપાતવાળી નથી તેથી અપાયવાળી નથી. ત્યાં કોઈ શંકા કરે છે કે શ્રેણિક આદિને ક્ષાયિક સમ્યત્વ હતું. તેથી તે સ્થિરાદિ દૃષ્ટિમાં હતા અને ક્ષાયિક સમ્યત્વને