________________
૧૦૨
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૧-૨૨ જોઈને માત્સર્ય થતો પણ હોય, છતાં ધર્મબુદ્ધિથી કરાતા અનુષ્ઠાનમાં કોઈની અનુચિત પ્રવૃત્તિ જુએ તોપણ વિવેક હોવાના કારણે માત્સર્ય થતો નથી, પરંતુ બીજાના અદેવકાર્યાદિ જુએ ત્યારે વિચારણા થાય તોપણ, પ્રગટેલા વિવેકને કારણે કરુણાંશ જ ઊઠે છે, અને વિચાર આવે છે કે અજ્ઞાનને કારણે આ જીવ કુદેવમાં દેવબુદ્ધિથી ભક્તિ કરે છે, તો હું શું કરું, જેથી તેને સાચી સમજણ આવે ? અને પોતાનું હિત સાધી શકે ? અને પોતાની શક્તિ હોય, પોતાના પ્રયત્નથી હિત થતું હોય તો યત્ન પણ કરે, અને અશક્ય જણાય તો ઉપેક્ષા કરે.
આ શ્લોકના કથનથી એ ફલિત થાય કે પહેલી દષ્ટિથી અહિંસાદિ યમોમાં પ્રવૃત્તિ થાય છે, અને ધર્મકાર્ય કરવાની પ્રીતિ થાય છે; અને અજ્ઞાનને કારણે કોઈ ધર્મકાર્ય વિપરીત કરતો હોય તો તેના પ્રત્યે દ્વેષ થતો નથી. આ પ્રકારનું કથન સામાન્ય રીતે જીવોને બોધથી રુચિ થાય છે અને રુચિ અનુસાર અનુષ્ઠાનની પ્રવૃત્તિ થાય છે, તેને આશ્રયીને છે; પરંતુ જેમ અવિરતિના ઉદયવાળા કેટલાક સમ્યગ્દષ્ટિ જીવો યમાદિમાં પ્રવૃત્તિ કરતા નથી, છતાં તેમનામાં યોગની પાંચમી દૃષ્ટિ છે; તેમ પહેલી દૃષ્ટિમાં રહેલા યોગીને જે સ્વલ્પ પણ માર્ગાનુસારી બોધ થયો છે, તેનાથી ધર્મમાં યત્ન કરવાની રુચિ પ્રગટે છે; છતાં અહિંસાદિયમમાં પ્રવૃત્તિ કરાવે તેવું ચારિત્રમોહનીયકર્મ શિથિલ ન થયું હોય, તો તેમાં યત્ન ન પણ હોય. આવા જીવનું ગ્રહણ દૃષ્ટિના વર્ણનમાં સાક્ષાત્ કર્યું નથી, પરંતુ પૂર્વમાં કહ્યું કે સદ્દષ્ટિ સ્થૂલથી આઠ ભેદવાળી છે; અને સૂક્ષ્મથી અનંત ભદવાળી છે, તેથી તરતમતાની અપેક્ષાએ પહેલી દૃષ્ટિવાળા જીવોમાં પણ અનેક ભેદો મળે છે. તેમાં જે યોગીનું ચારિત્રમોહનીયકર્મ શિથિલ હોય તે યોગીને દેશથી કે સર્વથી યમાદિની પ્રવૃત્તિ અવશ્ય હોય છે, અને જેનું જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનમોહનીય કર્મ શિથિલ હોવા છતાં ચારિત્રમોહનીયકર્મ શિથિલ નથી, તેવા મિત્રાદષ્ટિવાળા યોગીની યાદિમાં પ્રવૃત્તિ હોતી નથી. તેનું પણ ગ્રહણ મિત્રાદષ્ટિના અનેક ભેદોમાં થઈ જાય છે. અવતરણિકા :
अस्यां दृष्टौ व्यवस्थितो योगी यत्साधयति तदभिधित्सयाह - અવતરણિકાર્ય :
આ દૃષ્ટિમાં મિત્રાદષ્ટિમાં, રહેલા યોગી જે સાધે છે=જે પ્રાપ્ત કરે છે, તેને કહેવાની ઈચ્છાથી કહે છે –
શ્લોક :
करोति योगबीजानामुपादानमिह स्थितः । अवन्ध्यमोक्षहेतूनामिति योगविदो विदुः ।।२२।।