________________
૧૦૧
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૧
આશય એ છે કે મિત્રાષ્ટિમાં અલ્પ પણ મોક્ષને અનુકૂળ એવી ઉચિત આચરણામાં રુચિ ઉત્પન્ન કરાવે તેવો બોધ છે, અને પ્રાયઃ કરીને જીવો જેવી રુચિ વર્તે છે તેવી પ્રવૃત્તિ પણ કરે છે; તેથી મિત્રાદૃષ્ટિમાં રહેલો જીવ અહિંસાદિ પાંચ યમોમાં દેશથી કે સર્વથી પોતાની શક્તિ પ્રમાણે પ્રાય: પ્રવૃત્તિ કરે છે. પ્રારંભિક ભૂમિકામાં તે યમોનું સેવન ઇચ્છાયમરૂપ હોય છે, કેમ કે પરિપૂર્ણ બોધને અનુરૂપ પ્રવૃત્તિ કરવાની શક્તિનો સંચય ન થયો હોય ત્યારે તે યમોનું સેવન કંઈક ત્રુટિઓથી યુક્ત પણ કરે છે; તોપણ સમ્યફ કરવાની બલવાન ઇચ્છા ત્યાં વર્તે છે, તેથી તેનું યમનું સેવન ઇચ્છાયમરૂપ છે; અને જ્યારે ઇચ્છાયમના અભ્યાસથી બોધને અનુરૂપ સમ્યક્ પ્રવૃત્તિ કરી શકે છે, ત્યારે તેનું યમનું સેવન પ્રવૃત્તિયમરૂપ બને છે. પ્રવૃત્તિ યમનું સેવન પુનઃ પુનઃ કરીને સુઅભ્યસ્ત થાય છે ત્યારે ધૈર્યભાવવાળું થાય છે, અને સ્વૈર્યયમનું દીર્ધકાળ સેવન કરીને પ્રાયઃ તેવા યોગીને તે યમનું સેવન પ્રકૃતિરૂપ બને છે, ત્યારે તે યમ સિદ્ધિરૂપ બને છે.
વળી, જેમ મિત્રાદષ્ટિમાં અલ્પબોધને કારણે યમમાં પ્રવૃત્તિ થાય છે, તેમ કોઈ નિમિત્તને પામીને દેવકાર્ય કે ગુરુકાર્ય કે કોઈ ધર્મઅનુષ્ઠાન સેવવાનું આવે, અને તે તે દેવકાર્યાદિ પોતાના પ્રયત્નથી થઈ શકે તેવાં હોય, તો તે કરવાનો લાભ મને મળ્યો' તે પ્રકારનો પરિતોષ થવાથી મિત્રાદૃષ્ટિવાળાને ત્યાં ખેદ થતો નથી, પરંતુ પોતાની શક્તિ પ્રમાણે ત્યાં અવશ્ય પ્રવૃત્તિ કરે છે.
આનાથી એ ફલિત થાય છે કે મિત્રાદૃષ્ટિનો અલ્પ પણ બોધ દેવકાર્યાદિ કરવામાં જીવને પ્રીતિ ઉત્પન્ન કરે છે. તેથી જેમ ભવાભિનંદી જીવ પ્રીતિપૂર્વક ભોગકાર્યને સેવે છે, તેમ મિત્રાદૃષ્ટિવાળા યોગી દેવકાર્યાદિને પ્રીતિપૂર્વક કરે છે. તેથી પ્રીતિ, ભક્તિ આદિ ચાર પ્રકારના અનુષ્ઠાનમાંથી પ્રીતિઅનુષ્ઠાનનો પ્રારંભ મિત્રાદષ્ટિથી થાય છે.
વળી, આ દૃષ્ટિવાળા જીવો, જેમ અલ્પબોધને કારણે યમાદિ સેવવાની રુચિવાળા છે અને પ્રીતિપૂર્વક દેવકાર્યાદિ કરવાની રુચિવાળા છે, તેમ અલ્પબોધથી થયેલા વિવેકને કારણે અન્ય કોઈ જીવ કુદેવને દેવબુદ્ધિથી પૂજતો હોય, કે કુગુરુની ગુરુબુદ્ધિથી ભક્તિ કરતો હોય, કે મોક્ષને અનનુકૂળ અનુષ્ઠાન પણ ધર્મબુદ્ધિથી સેવતો હોય, તો તેને જોઈને મિત્રાદૃષ્ટિવાળાને દ્વેષ થતો નથી; કેમ કે માર્ગાનુસારી અલ્પબોધને કારણે તેઓ તત્ત્વને જાણનારા છે. તેથી કોઈની અનુચિત પ્રવૃત્તિ જોઈને માત્સર્યભાવ થાય તેવી તેમની પ્રકૃતિ હોય તોપણ તત્ત્વબોધને કારણે તેમને માત્સર્યભાવનો ઉદય થતો નથી.
આશય એ છે કે કેટલાક જીવોને બીજાની અનુચિત પ્રવૃત્તિ જોઈને તેના પ્રત્યે માત્સર્યભાવ કરવાનો સ્વભાવ જ હોતો નથી, પરંતુ કેટલાકને અન્યની અનુચિત પ્રવૃત્તિ જોઈને માત્સર્યભાવ થાય તેવો સ્વભાવ હોય છે. તેથી તેવા જીવો કોઈને અયોગ્ય એવા દેવાદિને પૂજતા જુએ તો પોતાની પ્રકૃતિ પ્રમાણે તેના પ્રત્યે માત્સર્ય થાય તેમ છે, તોપણ મિત્રાદષ્ટિમાં પ્રગટ થયેલા વિવેકને કારણે તેને ત્યાં માત્સર્યભાવ થતો નથી.
આ માત્સર્યનું કથન તત્ત્વઅનુષ્ઠાનને આશ્રયીને કરાતી ક્રિયાવિષયક ગ્રહણ કરવાનું છે. તેથી પહેલી દૃષ્ટિમાં રહેલા અને માત્સર્યભાવવાળા કોઈક જીવને સંસારમાં કોઈ અન્ય જીવની અનુચિત પ્રવૃત્તિ