________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯ ટીકા :
'नोत्तरास्तथा'= न स्थिराद्यास्तेन प्रकारेण प्रतिपातयुताः, यत एवं 'सापाया अपि-' दुर्गतिहेतुत्वेन, एतास्तत् एता एव कथमित्याह 'प्रतिपातेन'=भ्रंशेन 'नेतरा-' - न स्थिराद्या: सापाया इति । ટીકાર્ચ -
‘નોત્તરીતથી'. સીપાય તિ | ઉત્તરની તેવી નથી સ્થિરાદિ ચાર દૃષ્ટિઓ તે પ્રકારે અર્થાત્ પ્રથમ ચાર દૃષ્ટિ જેમ પ્રતિપાતયુક્ત છે તે પ્રકારે, પ્રતિપાતયુક્ત નથી. યત વં=જે કારણથી આમ છે=પૂર્વમાં વર્ણન કર્યું કે પ્રથમની ચાર દૃષ્ટિઓ પ્રતિપાતયુક્ત છે આમ છે, ત–તે કારણથી ત:= પત્તા પર્વ આ જગપ્રથમની ચાર દષ્ટિઓ જ, દુર્ગતિનું હેતુપણું હોવાથી સાપાય પણ છે અનર્થનો હેતુ પણ છે. કેમ ?=પ્રથમની ચાર દૃષ્ટિઓ જ સાપાય કેમ છે? પાછળની કેમ નહિ ? એથી કહે છે - પ્રતિપાત વડે=ભ્રંશ વડે, ઈતર=સ્થિરાદિ દૃષ્ટિઓ, સાપાય નથી.
તિ' શબ્દ શ્લોકના અર્થને બતાવનાર ટીકાંશની સમાપ્તિ માટે છે. ભાવાર્થ :
પૂર્વમાં પ્રથમની ચાર દૃષ્ટિઓ ભ્રંશ પામનાર છે તેમ બતાવ્યું. હવે બતાવે છે કે સ્થિરાદિ ચાર દૃષ્ટિઓ પ્રથમની ચાર દૃષ્ટિઓની જેમ ભ્રંશ પામનાર નથી; કેમ કે પહેલી ચાર દૃષ્ટિઓ ક્ષયોપશમભાવવાળી છે, ક્ષાયિકભાવવાળી નથી, અને ક્ષયોપશમભાવવાળાં કર્મો તેવા પ્રકારનાં વિચિત્ર છે કે નિમિત્તને પામીને ભ્રંશ પણ પામે, પરંતુ પાછળની ચાર દૃષ્ટિઓ તો ક્ષાયિકભાવવાળી પણ છે, તેને આશ્રયીને પ્રથમ ચાર દૃષ્ટિની જેમ ભ્રંશ પામનાર નથી તેમ કહેલ છે અર્થાત્ પાંચમી દૃષ્ટિમાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હોય છે; અને આગળ
શ્લોક-૭૧માં ગ્રંથકાર કહે છે કે નિશ્ચયનયને અભિમત વેદસંવેદ્યપદ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને હોય છે. તેથી નિશ્ચયનયને અભિમત વેદસંવેદ્યપદરૂપ ક્ષાયિક સમ્યગ્દર્શનને પામેલા પાછળની ચાર દૃષ્ટિવાળા જીવો
ક્યારે પણ તે ચાર દૃષ્ટિમાંથી સર્વથા બહાર નીકળીને પ્રથમની ચાર દૃષ્ટિમાં આવતા નથી કે તે દૃષ્ટિમાંથી સર્વથા બહાર પણ જતા નથી. કવચિત્ છઠ્ઠી, સાતમી દૃષ્ટિમાં હોય અને પાંચમીમાં આવે તે સંભવે, પરંતુ પાછળની ચાર દૃષ્ટિનો જે સમુદાય છે, તેમાંથી પાત થતો નથી. તેને આશ્રયીને પાછળની ચાર દૃષ્ટિ પાત પામનાર નથી, તેમ કહેલ છે.
વળી ક્ષયોપશમ સમ્યકત્વને સામે રાખીને પાછળની ચાર દૃષ્ટિનો પણ પાત થઈ શકે છે. તેથી લાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવો ઉપશમ શ્રેણીમાં ચડીને અગિયારમા ગુણસ્થાનકથી પાત પામીને અનંત સંસારમાં પણ ભટકી શકે છે.
આ રીતે પાછળની ચાર દૃષ્ટિ પાતવાળી નથી, તેમ બતાવીને હવે પ્રથમની ચાર દૃષ્ટિ સાપાય પણ છે અને પાછળની ચાર દૃષ્ટિ સાપાય નથી, તે બતાવવા માટે કહે છે --