________________
૯૫
યોગદષ્ટિસમુચ્ચયગાથા-૧૯ કારણે સ્થિરાદિ દૃષ્ટિનો પાત થયો નથી, છતાં શ્રેણિક આદિને નરકની પ્રાપ્તિરૂપ અપાય કેમ થયો ? અર્થાત્ જે રીતે ગ્રંથકારે પૂર્વમાં સ્થાપન કર્યું કે પ્રતિપાતથી સ્થિરાદિ દષ્ટિ સાપાય નથી તે રીતે શ્રેણિક આદિને અપાય પ્રાપ્ત થવો જોઈએ નહિ.
તેના ખુલાસારૂપે ગ્રંથકાર કહે છે કે શ્રેણિક આદિને સ્થિરાદિ દૃષ્ટિના અભાવમાં બાંધેલા કર્મના સામર્થ્યથી અપાય પ્રાપ્ત થયો છે, પરંતુ સ્થિરાદિ દૃષ્ટિમાં રહીને નરકની પ્રાપ્તિ કરાવે તેવું કર્મ શ્રેણિક આદિએ બાંધ્યું નથી. તેની પુષ્ટિ કરવા માટે કહે છે કે આથી કરીને મૂળ શ્લોકમાં પ્રતિપાતન ન તર:' - એમ કહેલ છે. અર્થાત્ પ્રતિપાત પામીને દુર્ગતિની પ્રાપ્તિ કરાવે તેવી સ્થિરાદિ દષ્ટિ નથી, પરંતુ પ્રતિપાત થયા વગર સંભવમાત્રને આશ્રયીને અર્થાત્ પૂર્વમાં તેવું કર્મ બાંધેલું હોય તેને આશ્રયીને, સ્થિરાદિ દૃષ્ટિમાં પણ નરકની પ્રાપ્તિ થઈ શકે છે, તે અપેક્ષાએ સાપાય પણ છે. તો અહીં પ્રશ્ન થાય કે મૂળ શ્લોકમાં જ તેમ કેમ કહ્યું કે ઇતર=સ્થિરાદિ ચાર દૃષ્ટિઓ સાપાય નથી ? તેથી કહે છે –
સૂત્રનું પ્રાયોવૃત્તિવિષયપણું હોવાથી અર્થાત્ મૂળ શ્લોકરૂપ સૂત્ર, પ્રાય: જે થતું હોય તેનો વિષય કરનાર હોવાથી આ પ્રમાણે ઉપન્યાસ છે=પ્રતિપાતથી ઇતર સાપાય નથી એ પ્રમાણે કથન છે. આનાથી ફલિત થયું કે સ્થિરાદિ દૃષ્ટિમાં રહેલા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ક્યારેય દૃષ્ટિથી પાત પામતા નથી; અને પૂર્વમાં તેવું કર્મ બાંધ્યું હોય તો દુર્ગતિમાં જાય, તે સિવાય સ્થિરાદિ દષ્ટિવાળા ક્યારેય દુર્ગતિમાં જાય નહિ. તે બતાવવા માટે શ્લોકના અંતિમ પાદમાં કહ્યું કે પ્રતિપાતથી સાપાય નથી અર્થાત્ પ્રતિપાત પામ્યા વગર ક્યારેક સાપાય બને, પરંતુ પ્રતિપાતથી સાપાય નથી; કેમ કે સ્થિરાદિ દૃષ્ટિનો ક્યારેય પ્રતિપાત નથી.
ઉત્થાન :
શ્લોકના અંતિમ પાદમાં પ્રતિપાતન નેતર' એ કથનમાં ‘બાદ' થી વિરોધ ઉભાવન કર્યો કે પાછળની ચાર દૃષ્ટિ સાપાય ન હોય તો શ્રેણિક આદિને અપાય કેમ થયો ? તેનો ખુલાસો કરીને કહ્યું કે સૂત્ર પ્રાયોવૃત્તિવિષયવાળું હોવાથી, આ રીતે ઉપન્યાસ છે. હવે પાછળની ચાર દૃષ્ટિમાં પરમાર્થથી અપાય નથી તેમ બતાવીને ‘પ્રતિપાતન નેતા:' એ સૂત્ર નિયત વ્યાપ્તિવાળું છે, તે બતાવવા માટે “અથવાથી કહે છે – ટીકા :
अथवा सदृष्ट्यपाते सत्यप्यपायोऽप्यनपाय एव, वज्रतन्दुलवत्पाकेन तदाशयस्य कायदुःखभावेऽपि विक्रियानुपपत्तेरित्येवमुपन्यास: । योगाचार्या एवात्र प्रमाणमित्यत: 'प्रतिपातेन नेतरा' इति સ્થિતમ્ મારા ટીકાર્ચ -
અથવા .... ચિતમ્ II અથવા સદ્દષ્ટિનો પાત નહિ થયે છતે અપાય પણ અપાય જ છે; કેમ કે પાક દ્વારા વજતંદુલની જેમ કાયદુઃખના ભાવમાં પણ તેના આશયની દુર્ગતિમાં ગયેલ સ્થિરાદિ