________________
૨૯
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૬-૭ છે, તે અહીં મુખ્યરૂપે છે, માટે તે યોગને સામર્થ્યયોગ કહેવાય છે; અને તેથી અવિલંબનથી શુદ્ધ આત્માને જોવા માટે તે યોગી સમર્થ બને છે. વળી સામર્થ્યયોગી જે કોઈ અનુષ્ઠાન સેવે છે તે શાસ્ત્રના બોધથી પણ નિયંત્રિત છે, તોપણ ઇચ્છા અને શાસ્ત્ર ગૌણ છે, પરંતુ શક્તિનો પ્રકર્ષ મુખ્ય છે; આથી સામર્થ્યયોગને શાસ્ત્રઅતિક્રાંતગોચર કહેલ છે, અને આથી ઉત્કૃષ્ટ ચૌદપૂર્વી પણ શ્રુતના બળથી સામર્થ્યયોગ પ્રગટ કરી શકતા નથી. પરંતુ જીવમાં શુદ્ધ આત્મતત્ત્વ જોવા માટેની શક્તિનો ઉદ્રક થાય છે, ત્યારે સામર્થ્યયોગ પ્રગટે છે. IIકા
અવતરણિકા :
सर्वथा तत्परिच्छेदे शास्त्रादेवाभ्युपगम्यमाने दोषमाह - અવતરણિકાર્ચ -
શાસ્ત્રથી જ સર્વથા=સર્વ પ્રકારે, તેનો પરિચ્છેદ સ્વીકારાયે છતે રત્નત્રયીનો બોધ સ્વીકારાયે છતે. દોષને કહે છે – ભાવાર્થ
પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે મોક્ષપ્રાપ્તિના ઉપાયભૂત રત્નત્રયીના અનંત ભેદો છે, તેથી શાસ્ત્રથી તે સર્વનો બોધ થતો નથી. ત્યાં કોઈ કહે કે ભલે રત્નત્રયીના અનંત ભેદો છે, તોપણ તે સર્વનો બોધ શાસ્ત્રથી થઈ શકે છે, તેમ માનીએ તો શું વાંધો ? તેથી શાસ્ત્રથી રત્નત્રયીના સર્વ ભેદોનો બોધ થાય છે, તેમ સ્વીકારવામાં આવે તો જે દોષો પ્રાપ્ત થાય, તે પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – શ્લોક :
सर्वथा तत्परिच्छेदात् साक्षात्कारित्वयोगतः ।
तत्सर्वज्ञत्वसंसिद्धेस्तदा सिद्धिपदाप्तितः ।।७।। અન્વયાર્થ -
સર્વથા=સર્વ પ્રકારે તરિકેનિ=તેના પરિચ્છેદથી=મોક્ષપદની પ્રાપ્તિના હેતભેદના જ્ઞાનથી સાક્ષાત્કારિત્વયોતિ=સાક્ષાત્કારિત્વનો યોગ થવાને કારણે તત્સર્વજ્ઞત્વસિ તેના સર્વજ્ઞત્વની સંસિદ્ધિ હોવાથી શ્રોયોગીના સર્વજ્ઞત્વની સંસિદ્ધિ હોવાથી (અ) તા ત્યારે શ્રવણકાળમાં સિદ્ધિપતિ:સિદ્ધિપદની પ્રાપ્તિ હોવાથી (મોક્ષપદની પ્રાપ્તિના હેતભેદો યોગી દ્વારા શાસ્ત્રથી જ સર્વથા જણાતા તથી, એ પ્રકારે પૂર્વ શ્લોક સાથે સંબંધ છે.) છા શ્લોકાર્ધ :
સર્વ પ્રકારે મોક્ષપદની પ્રાપ્તિના હેતભેદના પરિચ્છેદથી સાક્ષાત્કારિત્વનો યોગ થવાને કારણે શ્રોતૃયોગીના સર્વજ્ઞત્વની સંસિદ્ધિ હોવાથી, અને શ્રવણકાળમાં સિદ્ધિપદની પ્રાપ્તિ હોવાથી,