________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫
પરઅનુગ્રહકર્તૃતા=પ્રભાદૃષ્ટિવાળા યોગીઓ પરના અનુગ્રહને કરનારા હોય છે, શિષ્યોમાં ઔચિત્યનો યોગ હોય છે, તે પ્રકારની અવંધ્ય સક્રિયાઓ છે.
‘કૃતિ’ શબ્દ પ્રભાદૃષ્ટિના સ્વરૂપની સમાપ્તિ માટે છે.
ભાવાર્થ:
(૭) પ્રભાદષ્ટિ :- પ્રભાદૃષ્ટિમાં સૂર્યની કાંતિ=પ્રકાશ, જેવો બોધ હોય છે. આશય એ છે કે જેમ સૂર્યના પ્રકાશમાં પદાર્થો ઘણા સ્પષ્ટ દેખાય છે, તેમ આત્માને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવા માટેની ઉચિત દિશા બતાવે તેવો બોધ પ્રભાદૃષ્ટિમાં ઘણો હોય આથી આત્મકલ્યાણ માટે સધ્યાનમાં યત્ન કરવાની પ્રબળ દિશા બતાવે તેવો બોધ પ્રભાદષ્ટિમાં હોય છે.
૭૫
સામાન્ય રીતે જીવો સંસારમાં બોધના બળથી શાતાના અર્થે અને અશાતાના નિવર્તન અર્થે કઈ બાહ્યપ્રવૃત્તિ કરવી, જેથી મારું હિત થાય ? અને કઈ ન કરવી, જેથી મારું અહિત અટકે ? તેનો નિર્ણય કરી શકે છે. તે રીતે શાસ્ત્રવચનથી જીવો આત્મકલ્યાણ માટે કઈ રીતે બાહ્યપ્રવૃત્તિ કરવી જોઈએ અને કઈ રીતે બાહ્યપ્રવૃત્તિ ન કરવી જોઈએ તેનો બોધ કરી શકે છે; પરંતુ આત્માને સંસારભાવથી ૫૨ ક૨ીને શુદ્ધ આત્માને પ્રગટ કરવા માટે કઈ રીતે ઉપયોગને પ્રવર્તાવવો જોઈએ, તેવો મર્મને સ્પર્શનારો બોધ શાસ્ત્રના વચનમાત્રથી થતો નથી; પરંતુ કર્મમલના વિગમનથી થયેલી નિર્મળતાવાળા કેટલાક જીવોને જ શાસ્ત્રવચનને અવલંબીને ઊહથી યોગમાર્ગનો બોધ થઈ શકે છે, અન્યને નહિ. તેમ આગમને પરતંત્ર થયેલા પાંચમી, છઠ્ઠી દૃષ્ટિમાં રહેલા કેટલાક યોગીઓ શાસ્ત્રવચનના બળથી “કઈ રીતે મન-વચન-કાયાને સમ્યક્ પ્રવર્તાવવાં જોઈએ જેથી સામાયિકનો પરિણામ પ્રગટ થાય ? અને કઈ રીતે મન-વચન-કાયાની પ્રવૃત્તિ ન કરવી જોઈએ જેથી કર્મબંધ ન થાય ?’” તેવો સૂક્ષ્મ બોધ કરીને યોગમાર્ગમાં પ્રયત્ન કરે છે; છતાં અસંગભાવમાં જવા માટે કઈ રીતે ધ્યાનવિશેષમાં પ્રયત્ન કરવો જોઈએ તેવો યોગમાર્ગનો વિશેષ બોધ કરી શક્યા નથી; પરંતુ પ્રભાદૃષ્ટિમાં તેવો વિશેષ બોધ છે, જેથી તેઓ સદા અસંગભાવમાં રહે છે અને તેમનો બોધ સદા સધ્યાનનો હેતુ બને છે.
પ્રભાદષ્ટિમાં રહેલા યોગીઓને પ્રાયઃ વિકલ્પનો અવસર નથી. નિર્વિકલ્પદશામાં પ્રાયઃ તેઓ વર્તતા હોય છે, જેથી ઉપયોગરૂપે રાગાદિના વિકલ્પથી પર તેમનું માનસ છે, તેવો અર્થ ફલિત થાય છે.
વળી આ પ્રભાદૃષ્ટિના યોગીઓને રાગાદિના વિકલ્પો ઊઠતા નથી. આથી કરીને પ્રશમપ્રધાન એવું સુખ હોય છે અર્થાત્ શરીર સંબંધી શાતાનું સુખ વિચત્ હોય પણ અને ન પણ હોય, પરંતુ કષાયો અત્યંત ઉપશમ થયેલા છે. તેથી કષાયોના ઉપશમજન્ય આત્માનું સહજ સુખ અહીં હોય છે.
આ પ્રભાદૃષ્ટિમાં અસંગઅનુષ્ઠાનવાળા યોગીઓ હોય છે. તેથી પોતાને જે બોધ છે તેનાથી અન્ય બોધના કારણભૂત એવાં શાસ્ત્રો તેમને યોગમાર્ગની વૃદ્ધિમાં અનુપયોગી છે. આશય એ છે કે દશપૂર્વધર પ્રભાદૃષ્ટિને નહીં પામેલા પણ અન્ય અન્ય શાસ્ત્ર ભણીને યોગમાર્ગમાં અધિક અધિક પ્રવૃત્તિ કરે છે, તેથી