________________
૭૬
યોગદષ્ટિસમુચ્ચયગાથા-૧૫ તેઓને માટે શાસ્ત્રો ઉપકારક છે; જ્યારે પ્રભાષ્ટિમાં રહેલ યોગી તો વચનાનુષ્ઠાનથી પર થઈને અસંગઅનુષ્ઠાનમાં વર્તે છે. તેથી વચનાનુષ્ઠાનવાળા યોગીને જે રીતે શાસ્ત્ર ઉપકારક થાય છે, તે રીતે અસંગઅનુષ્ઠાનવાળાને શાસ્ત્ર ઉપકારક નથી. તે બતાવવા માટે અહીં કહ્યું કે પ્રભાષ્ટિમાં અન્ય શાસ્ત્રો અકિંચિત્કર છે.
પ્રભાષ્ટિવાળા જીવો પોતાની ભૂમિકા પ્રમાણે જે અનુષ્ઠાન સેવતા હોય તે અનુષ્ઠાનમાં કષાયોના વિકલ્પો પ્રાયઃ હોતા નથી. તેથી તેમનું અનુષ્ઠાન સમાધિનિષ્ઠ હોય છે અર્થાત્ વિશેષ પ્રકારની સમાધિવાળું હોય છે. પ્રભાષ્ટિવાળા યોગીઓના સાંનિધ્યમાં હિંસક જીવોના પણ વૈરાદિનો નાશ થાય છે. પ્રભાષ્ટિવાળાનો બોધ જેમ યોગમાર્ગમાં સુદઢ પ્રવૃત્તિ કરાવે છે, તેમ પરનો અનુગ્રહ શક્ય હોય ત્યારે અવશ્ય તેમાં યત્ન કરાવે છે. આથી વીર ભગવાને ચંડકૌશિક ઉપર કરુણાથી ઉપકાર કર્યો.
વળી પ્રભાષ્ટિમાં રહેલા યોગી શિષ્યોમાં ઔચિત્યયોગવાળા હોય છે. આ કથનથી એ જણાય છે કે પ્રભાષ્ટિવાળા અસંગઅનુષ્ઠાનવાળા હોય છે, છતાં ગચ્છમાં રહીને પણ શિષ્યોમાં ઔચિત્યયોગવાળા હોવા જોઈએ; કેમ કે પ્રભાષ્ટિના વર્ણનમાં આગળ અસંગઅનુષ્ઠાનવાળી યોગીઓ ગ્રહણ કરેલ છે. તેથી અસંગઅનુષ્ઠાનવાળા જિનકલ્પી સિવાયના કોઈક મહાત્માઓ પોતાના શિષ્યો સાથે અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરીને હિતમાં જોડવા માટે યત્ન કરતા હશે. જોકે સ્થિરાદષ્ટિ કે કાન્તાદૃષ્ટિમાં રહેલા પણ મુનિઓ પોતાના શિષ્યોને હિતમાં પ્રવર્તાવવા પ્રયત્ન કરતા હોય, તોપણ પ્રભાષ્ટિ જેવો સૂક્ષ્મબોધ નહિ હોવાથી શિષ્યો પ્રત્યે વિશેષ પ્રકારનો ઔચિત્યયોગ આ દૃષ્ટિમાં જ આવતો હોવો જોઈએ; કેમ કે અન્ય દૃષ્ટિમાં તેનું ગ્રહણ કરેલ નથી.
વળી પ્રભાષ્ટિમાં તે પ્રકારની અવંધ્ય સન્ક્રિયા છે અર્થાત્ કાન્તાદૃષ્ટિમાં નિરતિચાર અનુષ્ઠાન છે, વિશિષ્ટ અપ્રમાદભાવ છે. તોપણ અસંગભાવ નથી: જ્યારે પ્રભાષ્ટિમાં જીવ અસંગઅનુષ્ઠાનમાં હોય છે. તેથી તેવા યોગીની ક્રિયા તે પ્રકારની અવંધ્ય છે અર્થાત્ વીતરાગતા પ્રત્યે સાક્ષાત્ કારણ બને તે પ્રકારની છે.
આશય એ છે કે કાન્તાદૃષ્ટિમાં નિરતિચાર અનુષ્ઠાન છે અને વિશિષ્ટ અપ્રમાદ છે. તેથી તેની ક્રિયા પણ અવંધ્ય છે, તોપણ અસંગભાવ નહિ હોવાથી જે પ્રકારે અસંગઅનુષ્ઠાનવાળા યોગીની ક્રિયા છે, તેવી અવંધ્યક્રિયા કાન્તાદૃષ્ટિમાં નથી. તે બતાવવા માટે અહીં કહ્યું કે પ્રભાષ્ટિમાં સન્ક્રિયા તે પ્રકારની અવંધ્ય છે. ટીકા :__ परायां पुनदृष्टौ चन्द्रचन्द्रिकाभासमानो बोधः, सद्ध्यानरूप एव सर्वदा, विकल्परहितं मनः, तदभावनोत्तमं सुखं, आरूढावरोहणवत्रानुष्ठानं प्रतिक्रमणादि, परोपकारित्वं यथाभव्यत्वं (भव्यं), तथा पूर्ववदवन्ध्या क्रियेति । एवं सामान्येन सदृष्टेयोगिनो दृष्टिरष्टधेत्यष्टप्रकारा ।