________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫ ટીકાર્ય :
પરવાં . યષ્ટપ્રવIRT | પરાષ્ટિમાં વળી ચંદ્રની ચંદ્રિકાબી કાંતિ જેવો બોધ હોય છે. પરાષ્ટિનો બોધ સર્વદા સધ્યાનરૂપ જ છે. પરાષ્ટિમાં મન વિકલ્પરહિત છે, અને તેના અભાવને કારણેઃમનના વિકલ્પના અભાવને કારણે, ઉત્તમ સુખ છે. આરૂઢને અવરોહણની જેમ અર્થાત્ જેમ પર્વત ઉપર આરૂઢ થયેલો હોય તેને પર્વત ઉપર ચડવાનું હોતું નથી, તેમ પ્રતિક્રમણાદિ અનુષ્ઠાન નથી. જીવોના ભવ્યત્વને અનુરૂપ પરોપકારીપણું છે અને પૂર્વતી જેમ=પ્રભાષ્ટિની જેમ, અવંધ્ય ક્રિયા છે.
રૂતિ' શબ્દ પરાષ્ટિના સ્વરૂપની સમાપ્તિ માટે છે.
આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સામાન્યથી સદ્દષ્ટિવાળા યોગીની દૃષ્ટિ આઠ પ્રકારવાળી છે. ભાવાર્થ :
(૮) પરાષ્ટિ :- પ્રભાષ્ટિમાં સૂર્યની કાંતિ જેવો બોધ હોય છે, જ્યારે પરાષ્ટિમાં ચંદ્રની ચંદ્રિકાની કાંતિ જેવો બોધ હોય છે. સામાન્ય રીતે વિચારીએ તો સૂર્યનો પ્રકાશ ઘણો દેખાય અને ચંદ્રની ચંદ્રિકાની કાંતિનો પ્રકાશ થોડો દેખાય. વસ્તુતઃ સૂર્ય અને ચંદ્ર એ બન્ને ઇન્દ્ર છે. સૂર્યવિમાનના અધિપતિ ઇન્દ્ર કરતાં ચંદ્રવિમાનના અધિપતિ ઇન્દ્રની પુણ્યપ્રકૃતિ અધિક છે, તેમ ચંદ્રવિમાનમાં રહેલાં જે રત્નો છે તેની કાંતિ પણ સૂર્યવિમાનનાં રત્નોની કાંતિ કરતાં અધિક છે. આમ છતાં સૂર્યના વિમાનમાં રહેલાં રત્નોમાં આતપનામકર્મ અને લોહિતવર્ણ છે, તેથી તેનો પ્રકાશ ઉષ્ણ છે; જ્યારે ચંદ્રના વિમાનમાં રહેલાં રત્નોમાં ઉદ્યોતનામકર્મ છે, તેથી તેનો પ્રકાશ શીતલ છે. તેથી સૂર્યવિમાનમાં રહેલાં રત્નો કરતાં ચંદ્રના વિમાનમાં જે રત્નો છે, તે અધિક તેજસ્વી અને શીતલ છે. તેને સામે રાખીને પ્રભાષ્ટિમાં સૂર્યની કાંતિ જેવો બોધ કહ્યો અને પરાષ્ટિમાં ચંદ્રની ચંદ્રિકાની કાંતિ જેવો બોધ કહ્યો.
વળી આ બોધ સદા સધ્યાનરૂપ છે. તેથી પરાષ્ટિનો બોધ પ્રાતિજજ્ઞાનરૂપ હોય અથવા તો પ્રાતિજજ્ઞાન થવાની તૈયારીરૂપે તેનો પ્રારંભ થયેલો હોય, અને પ્રાતિજજ્ઞાનનો બોધ પણ પરાષ્ટિમાં અંતર્ભાવ પામતો હોય, તેવું જણાય છે; કેમ કે પરાષ્ટિમાં આવ્યા પછી જીવ ક્ષપકશ્રેણી માંડે છે અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે.
પરાદષ્ટિના કાળમાં મન સર્વથા વિકલ્પરહિત છે. તેથી પરાદષ્ટિમાં આત્મા સ્વસ્થતાનું પરમસુખ અનુભવે છે.
પ્રતિક્રમણાદિ ક્રિયાઓ સધ્યાન ઉપર આરૂઢ થવા માટે કરવામાં આવે છે. તેથી જેમ કોઈ જીવ પર્વત ઉપર ચડી ગયો હોય તેને પર્વત ઉપર ચડવાની ક્રિયા ન હોય, તેમ પરાષ્ટિવાળા જીવો સધ્યાન ઉપર આરૂઢ હોવાથી ધ્યાન ઉપર ચડવા માટે ઉપયોગી એવી પ્રતિક્રમણાદિ ક્રિયાઓ તેઓને હોતી નથી.
જીવની યોગ્યતા પ્રમાણે પરાષ્ટિમાં રહેલા જીવો પરોપકાર પણ કરે છે. આનાથી એ જણાય છે કે પરોપકારની ક્રિયા કરતી વખતે તેઓનું મન વિકલ્પથી રહિત હોય છે અને સધ્યાનવાળું હોય છે, આમ છતાં યોગ્ય જીવોને પરોપકાર કરવામાં પણ તેઓનો યત્ન હોય છે.