________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫
૭૯
છે. તેથી એ ફલિત થયું કે પ્રથમની ચાર દૃષ્ટિ સદ્દષ્ટિનો હેતુ છે, તેથી સદ્દિષ્ટ છે; અને પાછળની ચાર દૃષ્ટિ ગ્રંથિભેદ થયેલો હોવાથી સદ્દષ્ટિ છે.
ઉત્થાન :
આ રીતે યોગની આઠ દૃષ્ટિઓનું સામાન્ય સ્વરૂપ વર્ણન કર્યું અને ત્યાં શંકા થઈ કે આ આઠે સદ્દિષ્ટ કઈ રીતે છે ? તેનું પણ સમાધાન કરીને અપેક્ષાએ પ્રથમની ચાર દૃષ્ટિ પણ સદ્દષ્ટિ છે, તે સ્થાપન કર્યું. હવે પહેલી ચાર દૃષ્ટિ પાછળની ચાર દૃષ્ટિના અવંધ્ય હેતુરૂપ કહી, તે દૃષ્ટાંતથી બતાવવા માટે કહે છે –
ટીકા ઃ
वर्षोलकनिष्पत्ताविक्षुरसकक्कबगुडकल्पाः खल्वेताः खण्डसर्करामत्स्यण्डीवर्षोलकसमाश्चेतरा इत्याचार्याः, इक्ष्वादीनामेव तथाभवनादिति ।
ટીકાર્ય :
वर्षोलक તથામવનાવિતિ । વર્ષોલકની નિષ્પત્તિમાં (૧) ઇક્ષકલ્પ, (૨) રસકલ્પ=ઇક્ષ્રસકલ્પ, (૩) કકબકલ્પ=ઉકાળેલ ઇક્ષ્રસકલ્પ, (૪) ગુડકલ્પ=ગોળ જેવી, ખરેખર આ છે=મિત્રાદિ ચાર દૃષ્ટિઓ છે; (૧) ખંડ, (૨) શર્કરા, (૩) મત્સ્યડી અને (૪) વર્ષોલક સમાન ઇતર=સ્થિરાદિ ચાર દૃષ્ટિઓ છે, એ પ્રકારે આચાર્ય કહે છે; કેમ કે ઇક્ષુઆદિનું જ તથાભવન છે.
‘કૃતિ' શબ્દ વર્ષોલક પ્રત્યે ઇક્ષુ આદિની હેતુતાના કથનની સમાપ્તિ માટે છે. ભાવાર્થ :
ઇક્ષુમાંથી રસાદિના ક્રમથી છેલ્લે વર્ષોલકની નિષ્પત્તિ ક૨વામાં આવે છે. એ વર્ષોલક વિશેષ પ્રકારના માધુર્યવાળી ખાંડવિશેષ છે. તેના દૃષ્ટાંતથી આઠ દૃષ્ટિના માધુર્યનો બોધ કરાવવો છે. તેથી ગ્રંથકાર કહે છે કે વર્ષોલક જેવી પરાદૃષ્ટિની નિષ્પત્તિમાં કારણ ઇક્ષુ જેવી મિત્રાદૃષ્ટિ છે, ઇક્ષુના રસ જેવી તારાદૃષ્ટિ છે, ઇક્ષુના રસને ઉકાળીને ગોળ બનાવવા માટે જ્યારે યત્ન કરાય છે ત્યારે ઇક્ષુનો રસ ઘટ્ટ અવસ્થા જેવો બને છે તેવી બલાદૃષ્ટિ છે, અને ગુડ જેવી દીપ્રાદૃષ્ટિ છે. આ ચાર દૃષ્ટિ સદ્દષ્ટિ નહિ હોવા છતાં સદ્દષ્ટિનો અવંધ્ય હેતુ છે, તેથી તેને જુદી બતાવીને હવે પાછળની ચાર દૃષ્ટિ ઇક્ષુરસમાંથી બનેલ ખંડાદિ તુલ્ય છે, તે બતાવવા અર્થે કહે છે
-
ખાંડ જેવી સ્થિરાદૃષ્ટિ છે, શર્કરા જેવી કાંતાદૃષ્ટિ છે, મત્સ્યડી જેવી પ્રભાદૃષ્ટિ છે અને વર્ષોલક જેવી પરાદિષ્ટ છે.
અહીં જેમ વર્ષોલક એ ઇક્ષુની સૌથી મધુર અવસ્થા છે, તેમ પરાદષ્ટિ વિકલ્પરહિત મન હોવાને કારણે પરમમધુર એવા સુખવાળી જીવની અવસ્થા છે. પરમ માધુર્ય એ જીવનું ઉત્તમ સુખ છે, અને તેની પૂર્વ પૂર્વ ભૂમિકારૂપે બાકીની સાત દૃષ્ટિઓ પણ કંઈક હીન છતાં સંવેગના માધુર્યવાળી છે, એ પ્રમાણે આચાર્ય કહે