________________
૭૮
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫ જેમ પ્રભાષ્ટિમાં રહેલા અસંગભાવવાળા યોગીઓ ક્ષપકશ્રેણીની સન્મુખ અવંધ્ય ક્રિયા કરે છે, તેમ પરાષ્ટિમાં રહેલા જીવો પણ ધ્યાનની કે ઉપદેશની જે કંઈ ક્રિયા કરે છે, તે વીતરાગભાવ પ્રત્યે અવંધ્ય કારણ છે.
પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સામાન્યથી “સદ્દષ્ટિવાળા યોગીની દૃષ્ટિ આઠ ભેદવાળી છે” આટલો અંશ શ્લોકના ચોથા પાદનો છે. તેનાથી એ કહેવું છે કે સદ્દષ્ટિવાળા યોગીની દૃષ્ટિ અનેક ભેદવાળી છે, આમ છતાં સામાન્યથી તેનો વિભાગ ઉપરમાં વર્ણન કર્યું તેમ આઠ પ્રકારે છે. ટીકા -
अत्राह-ग्रन्थिभेदे सदृष्टित्वं स च दीर्घोत्तरकालमिति कथं सदृष्टेर्दृष्टिरष्टधेति ? उच्यते, अवन्ध्यसदृष्टिहेतुत्वेन मित्रादिदृष्टीनामपि सतीत्वादिति । . ટીકાર્ય :
ગઢાદ-ન્ટિમેટું. સતીત્વાતિ અહીં પૂર્વમાં કહ્યું કે સદ્દષ્ટિવાળા યોગીની દૃષ્ટિ સામાન્યથી આઠ પ્રકારની છે, એ કથનમાં, શંકા કરતાં કહે છે –
ગ્રંથિભેદ હોતે છતે સદ્દષ્ટિપણું છે, અને તે ગ્રંથિભેદ, દીર્ઘ ઉત્તરકાલમાં છે અર્થાત્ પ્રથમ ચાર દૃષ્ટિ પછી પાંચમી દૃષ્ટિમાં છે. એથી સદ્દષ્ટિવાળાની દૃષ્ટિ આઠ પ્રકારની કેવી રીતે હોઈ શકે ? અર્થાત્ આઠ પ્રકારની ન હોઈ શકે, પરંતુ ચાર પ્રકારની જ હોઈ શકે.
ત્તિ' શબ્દ શંકાની સમાપ્તિમાં છે. તેનું સમાધાન કરતાં તે” થી કહે છે – (મિત્રાદિ ચાર દૃષ્ટિનું) અવંધ્ય સદ્દષ્ટિહેતુપણું હોવાથી અર્થાત્ પાછળની ચાર સદૃષ્ટિનું અવંધ્ય હેતુપણું હોવાથી મિત્રાદિદેષ્ટિઓનું પણ સતીપણું છે સદ્દષ્ટિપણું છે.
તિ' શબ્દ શંકાતા સમાધાનની સમાપ્તિ માટે છે. ભાવાર્થ:
પૂર્વમાં આઠ દૃષ્ટિઓનું વર્ણન કર્યું અને ત્યાર પછી કહ્યું કે સદ્દષ્ટિવાળા લોગીઓની દૃષ્ટિ આઠ પ્રકારની છે. ત્યાં શંકા થાય કે ગ્રંથિભેદ કર્યા પછી જીવોને સદ્દષ્ટિની પ્રાપ્તિ થાય છે, અને ગ્રંથિભેદ ચાર દૃષ્ટિ સુધીના જીવોને થયેલો નથી, પરંતુ પાંચમી દૃષ્ટિવાળા જીવો ગ્રંથિભેદવાળા છે; તેથી સદ્દષ્ટિવાળા યોગીની દૃષ્ટિ આઠ પ્રકારની છે એમ કઈ રીતે કહી શકાય ? અર્થાતુ ન કહી શકાય; પરંતુ સદ્દષ્ટિવાળી યોગદૃષ્ટિ ચાર પ્રકારની છે એમ કહેવું જોઈએ; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવોને પાછળની સ્થિરાદિ ચાર દૃષ્ટિઓ હોય છે. એ પ્રકારનો શંકાકારનો આશય છે. તેનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે –
સમ્યગ્દષ્ટિ જીવોને સ્થિરાદિ ચાર દૃષ્ટિ હોય છે, તેથી સદ્દષ્ટિવાળા યોગીને ચાર દૃષ્ટિઓ હોય છે; તેમ મિત્રાદિ દષ્ટિવાળા જીવોની પણ જે દૃષ્ટિ છે, તે સદ્દષ્ટિનો અવંધ્ય હેતુ છે. તેથી પ્રથમ ચાર દષ્ટિવાળાને સદ્દષ્ટિ નહિ હોવા છતાં સદ્દષ્ટિના હેતુભૂત એવી દૃષ્ટિ હોવાથી તેને પણ સદ્દષ્ટિ કહેલ