________________
૮૪
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૬ તે ખેદાદિ આઠ દોષો તથા' થી બતાવે છે –
ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્, રોગ અને આસંગથી યુક્ત એવાં ચિત્તોને પ્રબંધથી=પ્રવાહથી, બુદ્ધિમાન વર્જન કરે.'
તે કારણથી પૂર્વમાં સાક્ષી આપી તે પ્રમાણે ખેદાદિ આઠ છે તે કારણથી, ક્રમસર આના પરિહારથી પણ ખેદાદિ દોષોના પરિહારથી પણ, આ=દષ્ટિ, આઠ પ્રકારની છે.
ત્તિ' શબ્દ કથનની સમાપ્તિ માટે છે. એ રીતે જે રીતે ખેદાદિ દોષોના પરિહારથી દૃષ્ટિ આઠ પ્રકારની છે એ રીતે, અદ્વેષાદિ ગુણોનું સ્થાન છે, એથી આ દૃષ્ટિ આઠ પ્રકારની છે એમ અવાય છે. જે કારણથી આ પણ=અદ્વેષાદિ ગુણોનાં સ્થાનો પણ, આઠ જ છે.
જે પ્રમાણે કહેવાયું છે – ‘તત્વના વિષયમાં અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રષા, શ્રવણ, બોધ, મીમાંસા, પરિશુદ્ધ પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ એ રૂપ આઠ અંગવાળી=અદ્વેષાદિ આઠ અંગોવાળી પ્રવૃત્તિ છે.'
‘પર્વ મેળ'=આ પ્રકારના ક્રમ વડે પૂર્વમાં યોગનાં આઠ અંગો બતાવ્યાં, અને યમાદિ યોગના પ્રત્યેનીક આઠ આશયોનો પરિહાર બતાવ્યો, તથા પ્રવૃત્તિના અદ્વેષાદિ આઠ ગુણો બતાવ્યા, એ પ્રકારના ક્રમ વડે, આ સદ્દષ્ટિ સંતોને મુનિઓને ભગવાન પતંજલિ, ભદંત ભાસ્કરબંધુ અને ભગવાન દત્તાદિ યોગીઓને, માવ્યું છે ઈષ્ટ છે; અને આના સાકલ્યને=આઠ યોગાંગો, ખેદાદિ આઠનો પરિવાર અને અષાદિ આઠ ગુણોના સાકલ્ય=સાકલ્યના યોજનને, પ્રતિ દષ્ટિમાં=દરેક દષ્ટિમાં, અમે બતાવીશું. ૧૬il. ભાવાર્થ :
યોગદૃષ્ટિ ગ્રંથમાં યમાદિ આઠને યોગ કહ્યા છે અને તે ભગવાન પતંજલિ ઋષિના વચનને અવલંબીને કહ્યા છે, અને ભગવાન પતંજલિએ યમનિયમાદિ આઠને યોગનાં અંગો કહ્યાં છે. માટે પતંજલિના વચન અનુસાર યોગાંગને યોગ કહી શકાય નહીં. તેથી ગ્રંથકાર ખુલાસો કરે છે કે યોગનાં અંગો હોવાથી યોગનાં કારણો હોવાથી, કારણમાં કાર્યનો ઉપચાર કરીને પ્રસ્તુત ગ્રંથમાં યમાદિને આઠ યોગો કહ્યા છે.
આશય એ છે કે પતંજલિઋષિ યોગનું લક્ષણ ‘ચિત્તવૃત્તિનિરોધ’ કરે છે, અને કહે છે કે મોક્ષનું કારણ ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગ છે, અને ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગની પ્રાપ્તિનું કારણ યમનિયમાદિ આઠ અંગો છે. તેથી પતંજલિઋષિના મત પ્રમાણે યમનિયમાદિ આઠ યોગ નહિ હોવા છતાં ગ્રંથકારે તેને અહીં યોગ તરીકે ગ્રહણ કરીને તે આઠના ભેદથી યોગની દૃષ્ટિ આઠ પ્રકારની છે, તેમ પ્રસ્તુત ગ્રંથમાં કહેલ છે, તે યોગના અંગમાં યોગનો ઉપચાર કરીને કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ પતંજલિઋષિ આઠ યોગાંગો સ્વીકારીને યોગમાર્ગના આઠ ભેદો કરે છે, તેમ ગ્રંથકારને પણ જૈનદર્શન પ્રમાણે આ યોગમાર્ગના આઠ ભેદો માન્ય છે. આ આઠ યોગાંગોનું સ્વરૂપ સ્વયં ગ્રંથકાર પ્રત્યેક યોગદૃષ્ટિમાં વિસ્તારથી બતાવવાના છે.