________________
૭૪
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫
ચિત્તનો પરિણામ હોવા છતાં ભોગાદિ પ્રત્યે વ્યક્ત લાલસાઓ ઊઠતી નથી, પરંતુ પ્રકૃતિથી સ્વસ્થ રહેલા યોગી તે રીતે ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે, જેથી અવિરતિઆપાદકકર્મ પોતાનું ફળ આપીને નિર્ઝરણ પામે છે; જ્યારે સ્થિરાદૃષ્ટિમાં અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી ભોગાદિની મનોવૃત્તિ ઊઠે છે ત્યારે, ભગવાનના વચનની સ્થિર રુચિ હોવા છતાં કષાયના વિકારો વ્યક્ત પણ દેખાય છે. તેવા કષાયના વ્યક્ત વિકારો કાન્તાદૃષ્ટિમાં હોતા નથી, આથી કાન્તાદૃષ્ટિમાં યોગી પ્રકૃતિથી રહેલા હોય છે એમ કહેલ છે.
વળી, કાન્તાદૃષ્ટિના બોધથી જે અનુષ્ઠાનમાં યત્ન થાય છે, તે અનુષ્ઠાન નિરતિચાર બને છે; કેમ કે બોધની અતિશયતાને કારણે પ્રકૃતિના ચાંચલ્યનો અભાવ હોવાથી અનુષ્ઠાનમાં અતિચારની સંભાવના રહેતી નથી.
વળી, કાન્તાદૃષ્ટિનું અનુષ્ઠાન શુદ્ઘ ઉપયોગને અનુસરનારું છે અર્થાત્ આત્માના શુદ્ધ ભાવને પ્રગટ કરે તેવા શુદ્ધ ઉપયોગને અનુસરનારું છે.
વળી, કાન્તાક્રુષ્ટિનું અનુષ્ઠાન બોધની વિશેષતાને કારણે વિશિષ્ટ અપ્રમાદથી યુક્ત છે. આથી કાન્તાદૃષ્ટિમાં રહેલા સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર કે સર્વવિરતિધર મહાત્માઓ ગુણસ્થાનકના ઊંચા કંડકમાં રહી શકે તેવા વિશિષ્ટ અપ્રમાદથી યુક્ત અનુષ્ઠાનને સેવે છે.
વળી, કાન્તાદૃષ્ટિમાં કરાતું અનુષ્ઠાન પ્રણિધાનાદિ આશયમાંથી વિનિયોગ આશયની પ્રધાનતાવાળું હોય છે. તેથી તેમનું અનુષ્ઠાન ઘણા યોગ્ય જીવોને માર્ગપ્રાપ્તિનું કારણ બને છે.
વળી, તેમનું અનુષ્ઠાન ગંભીર-ઉદાર આશયવાળું હોય છે. આથી આ દૃષ્ટિમાં રહેલા વીર ભગવાને ગર્ભમાં પણ માતા-પિતાના હિતનો ગંભીરતાથી વિચાર કરીને તેમના જીવતાં સુધી સંયમ નહિ ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા કરી, અને ઋષભદેવ ભગવાને મરુદેવામાતાના હિતનો ગંભીરતાપૂર્વક વિચાર કરીને મરુદેવામાતાના શોકથી મરુદેવામાતાનું અહિત થશે નહિ, તેવો નિર્ણય કરીને તેમના શોકની ઉપેક્ષા કરીને પણ સંયમ ગ્રહણ કર્યું.
ટીકા ઃ
प्रभायां पुनरर्कभासमानो बोधः, स ध्यान ( सद्ध्यान) हेतुरेव सर्वदा, नेह प्रायो विकल्पावसरः, प्रशमसारं सुखमिह अकिंचित्कराण्यत्रान्यशास्त्राणि, समाधिनिष्ठमनुष्ठानं, तत्संनिधौ वैरादिनाशः, परानुग्रहकर्तृता, औचित्ययोगो विनेयेषु तथाऽवन्ध्या सत्क्रियेति ।
ટીકાર્ય :
प्रभायां સયિંતિ । પ્રભામાં વળી સૂર્યના પ્રકાશ સમાન બોધ છે. તે=પ્રભાદૃષ્ટિમાં રહેલો બોધ, સર્વદા સર્ધ્યાનનો હેતુ જ છે. અહીં=પ્રભાદૃષ્ટિના બોધમાં, પ્રાયઃ વિકલ્પનો અવસર નથી, અહીં પ્રશમસાર સુખ છે, અહીં=પ્રભાદૃષ્ટિમાં, અન્ય શાસ્ત્રો અકિંચિત્કર છે, અનુષ્ઠાન સમાધિનિષ્ઠાવાળું છે, તેના સંનિધિમાં=પ્રભાદૃષ્ટિવાળા યોગીના સંનિધિમાં, અન્ય જીવોના વૈરાદિનો નાશ થાય છે,