________________
૭૩
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫ વળી સ્થિરાદષ્ટિનો બોધ પ્રાયઃ કરીને ધર્માનુષ્ઠાનમાં પ્રણિધાનાદિ આશય પ્રગટ કરવાનું કારણ છે.
આશય એ છે કે સમ્યગ્દષ્ટિને ગુણોનો અત્યંત પક્ષપાત હોય છે. તેથી ગુણનિષ્પત્તિના પ્રબળ કારણભૂત ધર્મઅનુષ્ઠાનમાં સુદઢ યત્ન કરીને હું ગુણ નિષ્પન્ન કરું' તેવો અધ્યવસાય હોય છે. તેથી ચિત્તવિક્ષેપ કરનાર કોઈ બલવાન નિમિત્ત ન હોય તો સ્થિરાદષ્ટિનો બોધ ભગવદ્ભક્તિ આદિ ક્રિયાઓ પ્રણિધાનાદિ આશયપૂર્વક કરાવે છે. આમ છતાં સ્થિરાદૃષ્ટિવાળો જીવ તદ્દન નિર્લેપ નથી. તેથી સંસારના પ્રતિકૂળ સંયોગ ચિત્તનો વિક્ષેપ કરે ત્યારે સમ્યગ્દષ્ટિ જીવ પણ ભગવદ્ભક્તિ આદિમાં પ્રણિધાન આદિ આશય કરી શકતો નથી. તે બતાવવા માટે સ્થિરાદૃષ્ટિનો બોધ પ્રાયઃ પ્રણિધાનાદિની યોનિ છે, તેમ કહેલ છે. ટીકા :
कान्तायां तु ताराभासमान एषः, अत: स्थित एव प्रकृत्या, निरतिचारमा(म)त्रानुष्ठानं, शुद्धोपयोगानुसारि विशिष्टाऽप्रमादसचिवं विनियोगप्रधान(नं)गम्भीरोदाराशयमिति । ટીકાર્ય -
વાત્તાય ..... મીરારીશતિ કાન્તાદષ્ટિમાં તારાની કાંતિ જેવો આ=બોધ, હોય છે. આથી કાન્તાદષ્ટિમાં રહેલો યોગી પ્રકૃતિથી સ્થિત જ હોય છે પ્રકૃતિમાં રહેલો હોય છે. અહીં કાન્તાદષ્ટિમાં, અનુષ્ઠાન નિરતિચાર, શુદ્ધ ઉપયોગને અનુસરનારું, વિશિષ્ટ અપ્રમાદથી યુક્ત, વિનિયોગપ્રધાન વિનિયોગ મુખ્ય છે જેમાં એવું અને ગંભીર, ઉદાર આશયવાળું હોય છે.
‘તિ' શબ્દ કાન્તાદૃષ્ટિના સ્વરૂપની સમાપ્તિ માટે છે. ભાવાર્થ :
(૩) કાંતાદષ્ટિ :- સ્થિરાદષ્ટિનો બોધ રત્નની કાંતિeતેજ જેવો છે અને કાન્તાદૃષ્ટિનો બોધ તારાની કાંતિ જેવો છે. જોકે તારો પણ રત્નવિશેષ છે, તોપણ મનુષ્યલોકમાં કોઈપણ રત્ન તારા જેટલી દીપ્તિવાળું નથી, તેથી સ્થિરાદષ્ટિ કરતાં કાન્તાદૃષ્ટિના બોધનો ભેદ બતાવવા માટે તારાની કાંતિ જેવો બોધ કહેલ છે. સામાન્ય રીતે ગમે તેવા કાંતિમાન રત્નનો પણ પ્રકાશ અમુક ક્ષેત્રથી વધુ દૂરના ક્ષેત્રમાં જતો નથી, જ્યારે તારાનો પ્રકાશ ઘણા દૂરના ક્ષેત્ર સુધી જાય છે અને મનુષ્યક્ષેત્રથી અતિ દૂર હોવા છતાં કાંઈક પ્રકાશમાન પદાર્થરૂપે દેખાય છે. તેથી અન્ય સર્વ રત્નો કરતાં તારાનો પ્રકાશ ઘણો અધિક છે, તેમ સ્થિરાદષ્ટિ કરતાં કાન્તાદૃષ્ટિમાં તત્ત્વનો બોધ ઘણો અધિક છે. આથી કાન્તાદૃષ્ટિમાં રહેલ યોગી કષાયોની આકુળતા વગરની સ્વસ્થ પ્રકૃતિથી રહેલા હોય છે.
આશય એ છે કે સ્થિરાદષ્ટિમાં રહેલ સમ્યગ્દષ્ટિને અવિરતિનો ઉદય હોય ત્યારે ભગવાનના વચન પ્રત્યે સ્થિર શ્રદ્ધા હોવા છતાં ભોગાદિના અભિલાષરૂપ વિકારો વ્યક્ત પણ થાય છે; જ્યારે કાન્તાદૃષ્ટિમાં રહેલા યોગીને અવિરતિનો ઉદય હોય ત્યારે અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી ભોગાદિમાં યત્ન કરાવે તેવો