________________
૭૧
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫ પ્રવૃત્તિ કરે છે ત્યારે, યોગમાર્ગના બોધની સ્મૃતિ પણ ત્રીજી દૃષ્ટિ કરતાં પટુ હોય છે. તેથી ચોથી દૃષ્ટિવાળા યોગી ગુણવાનને વંદન કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય અને તેમનું ચિત્ત અન્યમનસ્ક ન હોય તો ગુણવાનના ગુણોનો કંઈક સ્પષ્ટ બોધ હોવાને કારણે ભાવથી વંદનની ક્રિયા થાય છે; તોપણ શાસ્ત્રકારોએ તેની વંદનક્રિયાને દ્રવ્યક્રિયા કહી છે, તેનું કારણ જેવા ગુણોનો સૂક્ષ્મ બોધ સમ્યગ્દષ્ટિને છે, તેવો સૂક્ષ્મ બોધ તેને નહિ હોવાને કારણે દીપ્રાષ્ટિવાળાની ગુણવાનની ભક્તિ સમ્યગ્દષ્ટિ જીવ કરતાં હિનકક્ષાની છે. તેથી સમ્યગ્દષ્ટિ જે રીતે ગુણવાનના ગુણોનું સ્મરણ કરીને વંદનક્રિયા કરે છે, તેના કરતાં દીપ્રાદષ્ટિવાળાની વંદનક્રિયામાં યત્નભેદથી પ્રવૃત્તિ છે સમ્યગ્દષ્ટિ કરતાં ગુણવાનના ગુણ તરફ જવાનો યત્ન અલ્પ છે. તેથી સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ તેની પ્રવૃત્તિમાં યત્નભેદ છે, તેને સામે રાખીને શાસ્ત્રકારોએ તેની વંદનક્રિયાને દ્રવ્યવંદનક્રિયા કહી છે.
અહીં વિશેષ એ છે કે સમ્યગ્દષ્ટિને ગુણોનું યથાર્થ દર્શન હોય છે, તેથી જે પ્રકારનો ભાવ વંદનકાળમાં તે કરી શકે છે, તેવો ભાવ દીપ્રાદષ્ટિવાળા કરી શકતા નથી; કેમ કે તેમને ગુણોનું દર્શન હોવા છતાં હજી મિથ્યાત્વનો ઉદય પણ છે, તેથી ગુણવાનના ગુણોને સંપૂર્ણપણે જોઈ શકતા નથી. માટે દીપ્રાદષ્ટિવાળા યોગી ગુણવાનના ગુણો પ્રત્યે જોકે અત્યંત પક્ષપાતવાળા હોવાથી તેમને વંદનક્રિયા કરે છે, અને તે વંદનક્રિયા દ્વારા તેમનામાં વર્તતા ગુણો પોતાનામાં પ્રગટ થાય તેવો યત્ન પણ કરે છે, છતાં હજી મિથ્યાત્વ હોવાને કારણે બોધ કંઈક ખામીવાળો છે, માટે તેમની વંદનક્રિયા સમ્યગ્દષ્ટિની જેમ એકાંતે શુદ્ધભાવથી થતી નથી. તેથી તેમની ક્રિયાને દ્રવ્યવંદનક્રિયા કહેલ છે.
ચાર દૃષ્ટિના બોધની તરતમતા બતાવી. હવે કહે છે કે પ્રથમ ગુણસ્થાનકનો પ્રકર્ષ આટલો છે અર્થાત્ પ્રથમ ગુણસ્થાનકવર્તી જીવોને યોગમાર્ગનો બોધ પ્રકર્ષથી ચોથી દૃષ્ટિમાં બતાવ્યો ત્યાં સુધી છે, એ પ્રમાણે શાસ્ત્રના જાણનારા કહે છે. ટીકા :
स्थिरा तु भिन्नग्रन्थेरेव भवति तद्बोधो रत्नप्रभासमानस्तद्भावा(वो)ऽप्रतिपाती प्रवर्धमानो निरपायो नापरपरितापकृत् परितोषहेतुः प्रायेण प्रणिधानादियोनिरिति ।
નોંધ :- ટીકામાં ‘તHવાડપ્રતિપાતો શબ્દ છે, તે સ્થાને બત્રીશીમાં તમાવડપ્રતિપાતી શબ્દ છે, જે શુદ્ધ જણાય છે. ટીકાર્ય :
સ્થિર તું.. પ્રધાન વિનિરિતિ વળી, સ્થિરાદષ્ટિ ભિન્નગ્રંથિવાળાને જ=સમ્યગ્દષ્ટિને જતું હોય છે. તેનો બોધ=સ્થિરાદષ્ટિનો બોધ, રત્નની પ્રભા સમાન છે. તેનો ભાવ સ્થિરાદષ્ટિના બોધનો ભાવ અપ્રતિપાતી છે, પ્રવર્ધમાન છે, નિરપાય છે=અનર્થ કરનાર નથી, બીજાને પરિતાપ કરનાર નથી, બીજાને પરિતોષનો હેતુ છે, પ્રાયઃ કરીને પ્રણિધાનાદિ આશયોનું ઉત્પત્તિસ્થાન છે. ‘ત' શબ્દ સ્થિરાદષ્ટિના સ્વરૂપની સમાપ્તિ માટે છે.