________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫ ઉત્તમ બનું? જ્યારે મિત્રાદષ્ટિ અને તારાદષ્ટિમાં તેવો પટુ બોધ નહિ હોવાથી માત્ર ગુણવાનને ગુણવાનરૂપે જોઈને તેમના પ્રત્યે ભક્તિ કરવાનો અભિલાષમાત્ર થાય છે, પરંતુ બલાદષ્ટિની જેમ હું તેમની ભક્તિ કરીને તેમના જેવી ચિત્તની ભૂમિકાને પ્રગટ કરું, તેવો વિશિષ્ટ બોધ થતો નથી. તેથી બલાદૃષ્ટિમાં વંદનાદિકાળમાં કે બોધના કાળમાં તે ગુણવાનના ગુણો તરફ જવાને માટેનો યત્નલેશ થાય છે. ટીકા -
दीप्रायां त्वेष दीपप्रभातुल्यो विशिष्टतर उक्तबोधत्रयात्, अतोऽत्रोदने स्थितिवीर्ये तत्पद्व्यपि प्रयोगसमये स्मृति: एवं भावतोऽप्यत्र द्रव्यप्रयोगो वन्दनादौ, तथाभक्तितो यत्नभेदप्रवृत्तेरिति । प्रथमगुणस्थानकप्रकर्ष एतावानिति समयविदः । ટીકાર્ચ -
રીપ્રાય વૈષ .... સમવિલા ! દીપ્રામાં વળી આ=બોધ, દીવાની પ્રભાતુલ્ય છે, ઉક્ત બોધત્રયથી વિશિષ્ટતર છે. આથી અહીં-દીપ્રાદષ્ટિમાં, ઉદગ્ર સ્થિતિ અને ઉદગ્ર વીર્ય છેઃબોધની ઉત્કટ સ્થિતિ અને બોધમાં ઉત્કટ વીર્ય પ્રવર્તે છે, તે કારણથી પ્રયોગસમયમાં=બોધથી પ્રેરાઈને કરાતી ચૈત્યવંદનાદિ ક્રિયાના સમયમાં, સ્મૃતિ=બોધતી સ્મૃતિ, પવી પણ છે. આ રીતે પૂર્વમાં કહ્યું કે દીપ્રાદષ્ટિમાં પ્રયોગસમયમાં પટ્વી સ્મૃતિ પણ છે, એ રીતે, ભાવથી પણ દીપ્રાદષ્ટિવાળો જીવ ગુણવાનના ગુણોને ઓળખીને તેમના ગુણોની નિષ્પત્તિના અભિલાષથી વંદન કરે છે, તેથી ભાવથી તેનો વંદનપ્રયોગ છે; તોપણ અહીં=દીપ્રાષ્ટિમાં કરાતી તેની વંદનની ક્રિયામાં દ્રવ્યપ્રયોગ છે અર્થાત્ તેની વંદનાદિ ક્રિયાઓ દ્રવ્યથી છે એ પ્રકારનો પ્રયોગ છે; કેમ કે તે પ્રકારની ભક્તિમાં યત્નભેદથી પ્રવૃત્તિ છે સમ્યગ્દષ્ટિ કરતાં દીપ્રાદષ્ટિમાં સ્કૂલ બોધ હોવાને કારણે સમ્યગ્દષ્ટિથી હીન કક્ષાવાળી ભક્તિ હોવાના કારણે સમ્યગ્દષ્ટિની ભક્તિ કરતાં તેની ભક્તિમાં યતભેદથી પ્રવૃત્તિ છે. તિ શબ્દ ચોથી દષ્ટિના વર્ણનની સમાપ્તિમાં છે. પ્રથમ ગુણસ્થાનકનો પ્રકર્ષ આટલો છે–દીપ્રાદષ્ટિનું વર્ણન કર્યું એટલો છે, એમ શાસ્ત્ર જાણનાર કહે છે. ભાવાર્થ :
(૪) દીપ્રાદષ્ટિ :- ગાઢ અમાસની રાત્રિમાં જેમ કોઈ વસ્તુ દેખાતી નથી કેવલ અંધકાર દેખાય છે, તેમ સંસારી જીવને યોગમાર્ગની પ્રાપ્તિ પૂર્વે તત્ત્વમાર્ગમાં કંઈ દેખાતું નથી, ગાઢ અંધકાર વર્તે છે. વળી ગાઢ અમાસની રાત્રિમાં જેમ દીવાના પ્રકાશથી પદાર્થ કંઈક સ્પષ્ટ દેખાય છે, તેમ દીપ્રાદષ્ટિમાં વર્તતા યોગીને તત્ત્વમાર્ગ કંઈક સ્પષ્ટ દેખાય છે. વળી આ દીપ્રાદૃષ્ટિવાળાનો બોધ પ્રથમની ત્રણ દૃષ્ટિ કરતાં કંઈક વિશિષ્ટતર છે. આથી દીપ્રાદૃષ્ટિમાં વર્તતા બોધની સ્થિતિ પ્રથમની ત્રણ દૃષ્ટિ કરતાં અધિક હોય છે, અને દીપ્રાદષ્ટિથી થયેલા બોધને કારણે યોગમાર્ગમાં વીર્ય અધિક પ્રવર્તે છે. આથી તે બોધથી યોગી યોગમાર્ગમાં