________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫
ટીકાર્થ
:
बलायामप्येष
યત્નજ્ઞેશમાવાવિતિ । બલામાં પણ આ=બોધ, કાષ્ઠઅગ્નિકણ જેવો છે, છતાં ઉક્ત બોધદ્રયથી=મિત્રાદૃષ્ટિ અને તારાદૃષ્ટિમાં થતા બોધદ્વયથી, ઇષદ્ વિશિષ્ટ છે=થોડોક વિશિષ્ટ છે; તે કારણથી અહીં=બલાદૃષ્ટિમાં, બોધની કંઈક સ્થિતિ અને બોધમાં કંઈક વીર્ય હોય છે, આથી પટુપ્રાય સ્મૃતિ છે અર્થાત્ બલાદૃષ્ટિના બોધથી થતી ક્રિયાના સેવનકાળમાં બોધની કંઈક સ્મૃતિ છે. અહીં=બલાદૃષ્ટિમાં, પ્રયોગસમયમાં=બોધથી પ્રેરાઈને થતી ક્રિયાના પ્રયોગસમયમાં અને તેના ભાવમાં= બોધના ભાવમાં, અર્થપ્રયોગમાત્રની પ્રીતિ હોવાથી યત્નલેશ થાય છે. તેથી બલાદષ્ટિનો બોધ ઉક્ત બોધદ્વયથી ઈષદ્ વિશિષ્ટ છે, એમ અન્વય છે.
‘કૃતિ' શબ્દ બલાદૃષ્ટિના સાધર્મ્સની સમાપ્તિ માટે છે.
૬૯
*****
ભાવાર્થ:
(૩) બલાદષ્ટિ :- જેમ મિત્રાદૃષ્ટિમાં તૃણના અગ્નિના કણ જેવો અને તારાદૃષ્ટિમાં ગોમયના અગ્નિના કણ જેવો બોધ છે, તેમ બલાદૃષ્ટિમાં કાષ્ઠના અગ્નિના કણ જેવો બોધ છે; તોપણ તૃણઅગ્નિકણ અને ગોમયઅગ્નિકણ કરતાં કાષ્ઠઅગ્નિકણ કંઈક વિશેષ પ્રકાશવાળો હોય છે, તેથી બલાદષ્ટિનો બોધ પણ કાષ્ઠઅગ્નિના કણ જેવો હોવા છતાં મિત્રાદષ્ટિ અને તારાદૃષ્ટિના બોધ કરતાં કંઈક વિશિષ્ટ છે. તેથી બલાદષ્ટિમાં થયેલો બોધ થોડો દીર્ઘ સ્થિતિવાળો છે અને બોધકાળમાં કંઈક વીર્ય પણ છે, જેથી તે બોધના સંસ્કારો ક્રિયાકાળમાં કંઈક ઊઠે છે. આથી તે બોધથી પ્રેરાઈને વંદનાદિ ક્રિયામાં સાધક પ્રવૃત્તિ કરે છે ત્યારે, બોધ વખતે થયેલા ઇક્ષુ આદિના રસ જેવા સંવેગના માધુર્યના સંસ્કારો કંઈક જાગૃત થાય છે. તેથી વંદનાદિ ક્રિયા કરતી વખતે અર્થપ્રયોગમાત્રની પ્રીતિ વર્તે છે અર્થાત્ “હું આ વંદનાદિ ક્રિયા તે રીતે કરું કે જેથી ગુણવાન એવી વંદનીય વ્યક્તિને મારા વડે કરાયેલી વંદનાદિ ક્રિયાથી તેમના જેવા ગુણને અભિમુખ મારું ચિત્ત ગમન કરે, અને તેથી હું પણ તેવા ગુણોને આત્મામાં પ્રગટાવી શકું,” એવો ભાવ સાધકને થાય છે. વળી સાધકને ગુણવાન વ્યક્તિના ગુણના બોધકાળમાં સંવેગનો પરિણામ થાય છે. તેથી તે ગુણના બોધથી ચિત્તમાં તે પ્રકારનો સંવેગનો આનંદ ઉત્પન્ન થાય છે અને તે આનંદથી વાસિત મતિવાળો સાધક ગુણવાનને વંદન કરતી વખતે તે ભાવ આત્મામાં વિશેષ ઉલ્લસિત કરવાના અભિલાષથી વંદનની ક્રિયા કરે છે, જેથી વંદનની ક્રિયામાં યત્નલેશ પ્રગટે છે અર્થાત્ તેની વંદનની ક્રિયા વંઘના ગુણો ત૨ફ જવાને અનુરૂપ યત્નલેશ પ્રગટ કરે છે, જેથી વંદનકાળમાં વર્તતા ઉપયોગના બળથી ચિત્ત કંઈક અંશે ભાવથી ક્રિયા કરવા સમર્થ બને છે.
બલાદષ્ટિમાં કહ્યું કે પટુપ્રાય સ્મૃતિ હોવાને કારણે ક્રિયાના પ્રયોગસમયમાં અને બોધના ભાવમાં અર્થપ્રયોગમાત્રની પ્રીતિ હોવાથી યત્નલેશ થાય છે. તેથી તે અર્થ પ્રાપ્ત થાય કે બલાદષ્ટિમાં પદ્ગપ્રાય સ્મૃતિ છે તેના કારણે બોધ કર્યા પછી વંદનાદિ ક્રિયાકાળમાં અર્થપ્રયોગમાત્રની પ્રીતિ હોય છે. તે રીતે ઉપદેશાદિથી બોધ થાય છે ત્યારે પણ તેનો ઉપયોગ માત્ર બોધમાં પર્યવસાન પામતો નથી, પરંતુ બોધકાળમાં પણ તેવો અભિલાષ હોય છે કે હું કઈ રીતે યત્ન કરું કે જેથી આવા મહાત્માને વંદનાદિ કરીને હું પણ તેમના જેવો