________________
५७
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫
અહીં વિશેષ એ છે કે ઉપદેશાદિ સામગ્રીથી મિત્રાદષ્ટિવાળા જીવને જે બોધ થયેલો તે સંવેગરસના માધુર્યવાળો હતો, અને બોધથી પ્રેરાઈને જીવ ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે, પરંતુ શ્રવણકાળ પછી તે બોધ ટકતો નથી; કેમ કે બોધમાં સંવેગનો પરિણામ અલ્પ માત્રામાં હોવાથી તેના સંસ્કારો અતિ મંદ હોય છે, જેથી ક્રિયાકાળમાં તે સંવેગના સંસ્કારો બોધની સ્મૃતિને જાગૃત કરી શકતા નથી. પરિણામે ચૈત્યવંદનાદિ ક્રિયા સંવેગના સંસ્કારોથી વાસિત પરિણામવાળી થતી નથી; તોપણ મિત્રાદષ્ટિમાં થયેલો બોધ તે ક્રિયાનો પ્રવર્તક છે, તેથી તે વંદનાદિ ક્રિયા પ્રધાનદ્રવ્યક્રિયા છે.
ટીકા ઃ
तारायां तु बोधो गोमयाग्निकणसदृशः, अयमप्येवंकल्प एव, तत्त्वतो विशिष्टस्थितिवीर्यविकलत्वात् अतोऽपि प्रयोगकाले स्मृतिपाटवासिद्धेः, तदभावे प्रयोगवैकल्यात्, ततस्तथातत्कार्याभावादिति । ટીકાર્ય ઃ
तारायां . તાર્યામાવાવિતિ । તારામાં વળી બોધ ગોમયઅગ્નિકણ સદેશ છે. આ પણ=તારાદૃષ્ટિનો બોધ પણ, વંલ્પઃ=આવા પ્રકારનો જ છે=મિત્રાદૃષ્ટિ જેવો જ છે=મિત્રાદૃષ્ટિની જેમ અભીષ્ટ કાર્યક્ષમ નથી; કેમ કે તત્ત્વથી વિશિષ્ટ સ્થિતિવિકલપણું અને વિશિષ્ટ વીર્યવિકલપણું છે અર્થાત્ બોધની સ્થિતિ પ્રયોગકાલ સુધી ટકે તેવી વિશિષ્ટ નથી, અને બોધકાળમાં તેવું વિશિષ્ટ વીર્ય નથી. તેથી મિત્રાદૃષ્ટિ જેવો જ તારાદૃષ્ટિનો બોધ છે એમ અન્વય છે. આથી પણ=વિશિષ્ટ સ્થિતિવિકલપણું અને વિશિષ્ટ વીર્યવિકલપણું હોવાથી પણ, પ્રયોગકાળમાં=તારાદષ્ટિના બોધથી પ્રેરાઈને કરાતી ક્રિયાના કાળમાં, સ્મૃતિપાટવની અસિદ્ધિ હોવાથી તારાદૃષ્ટિનો બોધ પણ મિત્રાદૃષ્ટિની જેમ અભીષ્ટ કાર્યક્ષમ નથી, એમ અન્વય છે.
અહીં પ્રશ્ન થાય કે, તારાદૃષ્ટિથી પ્રેરાઈને વંદનાદિ ક્રિયાઓ કરાય છે ત્યારે, સ્મૃતિ નહિ હોવા માત્રથી તે ક્રિયા અભીષ્ટ કાર્યક્ષમ કેમ નથી ? તેથી કહે છે
તેના અભાવમાં અર્થાત્ તારાદૃષ્ટિમાં થયેલી બોધની સ્મૃતિના અભાવમાં પ્રયોગનું વૈકલ્ય હોવાથી= તારાદૃષ્ટિવાળાની વંદનાદિક્રિયારૂપ પ્રયોગમાં બોધનું વિકલપણું હોવાથી, મિત્રાદૃષ્ટિની જેમ તારાદૃષ્ટિનો બોધ અભીષ્ટ કાર્યક્ષમ નથી. તેનાથી=બોધની વિકલતાવાળા તે પ્રયોગથી તે પ્રકારના તેના કાર્યનો અભાવ હોવાથી=વંદનાદિ ક્રિયાથી જે પ્રકારનું સંવેગવૃદ્ધિ દ્વારા નિર્જરારૂપ કાર્ય થવું જોઈએ, તે પ્રકારના તેના કાર્યનો અભાવ હોવાથી, તારાદૃષ્ટિનો બોધ અભીષ્ટ કાર્યક્ષમ નથી, એમ અન્વય છે. ‘કૃતિ’ શબ્દ તારાદૃષ્ટિના સાધર્મ્સની સમાપ્તિ માટે છે.
ભાવાર્થ
(૨) તારાદૃષ્ટિ :- મિત્રાદ્દષ્ટિ કરતાં તારાદ્દષ્ટિનો બોધ કંઈક અધિક છે, તોપણ જેમ મિત્રાદૃષ્ટિનો બોધ અભીષ્ટ કાર્યક્ષમ નથી, તેમ તારાષ્ટિનો બોધ અભીષ્ટ કાર્યક્ષમ નથી; કેમ કે તારાષ્ટિમાં થતો બોધ
: