________________
૬૬
યોગદષ્ટિસમુચ્ચયગાથા-૧૫ ટીકાર્ય :
યાદ-મિત્રાયાં.... વન્દ્રનાથ દ્વિતિ જેનેપૂર્વમાં કહ્યું કે પહેલી ચાર દૃષ્ટિમાં તેવા પ્રકારના પ્રકાશની માત્રાદિથી સાધર્મ છે, તે સાધર્મને, કહે છે –
મિત્રામાં તૃણઅગ્નિકણ જેવો બોધ છે, (તે બોધ) તત્ત્વથી અભીષ્ટ કાર્ય કરવા સમર્થ નથી; કેમ કે પ્રયોગકાળ સુધી સમ્યમ્ અવસ્થાન છે=જે રીતે બોધ થયો છે તે રીતે અવસ્થાન નથી, પરંતુ નષ્ટપ્રાય રૂપે અવસ્થાન છે.
અહીં પ્રશ્ન થાય કે પ્રયોગકાળ સુધી સમ્યગુ અનવસ્થાન કેમ છે ? તેથી કહે છે – અલ્પવીર્યપણું હોવાને કારણે તેનાથી મિત્રાદષ્ટિમાં થયેલા બોધથી, પડુસ્મૃતિના કારણરૂપ સંસ્કારના આધાતની અનુપપત્તિ છે, અને તેના કારણે=પટુસ્મૃતિના કારણરૂપ સંસ્કારનું આધાર નહિ હોવાના કારણે, વિકલ પ્રયોગ થવાથી ભાવથી વંદનાદિ કાર્યતો અયોગ છે. એથી મિત્રાદષ્ટિનો બોધ તત્વથી અભીષ્ટ કાર્યક્ષમ નથી, એમ અવય છે.
ત' શબ્દ મિત્રાદષ્ટિના સાધર્યની સમાપ્તિ માટે છે. ભાવાર્થ -
(૧) મિત્રાદષ્ટિ :- જેમ ગાઢ અંધકારમાં કોઈ વસ્તુ દેખાતી નથી, તેમ અનાદિકાળથી જીવમાં યોગમાર્ગને જોવાના વિષયમાં ગાઢ અંધકાર વ્યાપ્ત હોવાથી એકાંતે પોતાના હિતના કારણભૂત એવો યોગમાર્ગ દેખાતો નથી, અને જીવ યોગમાર્ગની ઉપેક્ષા કરીને સર્વ અનર્થના કારણભૂત સંસારમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે; અને જેમ ગાઢ અંધકાર હોવા છતાં તૃણનો અગ્નિકણ પડ્યો હોય તો કોઈ વસ્તુ નહિ દોખાતી હોવા છતાં કંઈક દેખાય છે, તેમ જીવમાં યોગમાર્ગને જોવાના વિષયમાં ગાઢ અંધકાર હોવા છતાં કર્મની કંઈક અલ્પતા થવાથી કોઈક ઉપદેશાદિ સામગ્રી પામીને જીવને તૃણઅગ્નિકણ સદશ મિત્રાદૃષ્ટિ પ્રાપ્ત થાય છે, જેથી તે જીવને પ્રારંભિક બોધરૂપે યોગમાર્ગ કંઈક દેખાય છે; પરંતુ મિત્રાષ્ટિનો બોધ તૃણઅગ્નિકણ સદશ અલ્પમાત્રાવાળો હોવાથી તે બોધથી જીવ વંદનાદિ ક્રિયા કરવા પ્રવૃત્ત થાય છે ત્યારે તે બોધ તે વંદનાદિ ક્રિયાની સમ્યગુ નિષ્પત્તિનું કારણ બનતો નથી.
આશય એ છે કે યોગમાર્ગનો યત્કિંચિત્ બોધ થવાથી યોગની પ્રવૃત્તિ કરવા મિત્રાદષ્ટિમાં પ્રેરણા મળે છે, અને તે બોધથી પ્રેરાઈને જીવ વંદનાદિ ક્રિયા કરે છે, તોપણ તે બોધની માત્રા અતિ અલ્પ હોવાથી તે જીવ ભાવથી વંદનાદિ ક્રિયા કરી શકતો નથી. તેથી તેનો બોધ પરમાર્થથી અભીષ્ટ કાર્ય કરવા સમર્થ નથી; કેમ કે તે બોધથી પ્રેરાઈને જીવ વંદનાદિ ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે, તો પણ તેનો બોધ પ્રવૃત્તિકાળ સુધી ટકતો નથી. જેમ તૃણઅગ્નિકણ સળગ્યા પછી અલ્પકાળમાં ઓલવાઈ જાય છે, તેમ મિત્રાદૃષ્ટિમાં ઉપદેશાદિ સામગ્રીને પામીને જે બોધ થયેલો તે બોધ ક્રિયાકાળમાં ટકતો નથી; કેમ કે તે બોધકાળમાં જે ઉપયોગ હતો તેમાં અલ્પ વીર્ય હોવાને કારણે તે બોધથી શીધ્ર સ્મૃતિ થાય તેના કારણભૂત સંસ્કારો પડતા નથી, માટે મિત્રાષ્ટિમાં થયેલા બોધના પરિણામથી વિકલ ચૈત્યવંદનાદિની ક્રિયાઓ હોય છે. તેથી તે ક્રિયાઓ ભાવથી થતી નથી.