________________
૬૫
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫ તૃણઅગ્નિકણાદિતા ઉદાહરણના સાધચ્ચેથી, અહીં પ્રસ્તુત શ્લોકની ટીકામાં, નિરૂપણ કરાય છે ? સામાન્યથી સદ્દષ્ટિવાળા યોગીની બોધલક્ષણ દૃષ્ટિ આઠ પ્રકારની છે. મિત્રામાં તૃણઅગ્નિકણની ઉપમાવાળી દૃષ્ટિ, તારામાં ગોમયઅગ્નિકણની ઉપમાવાળી દષ્ટિ, બલામાં કાષ્ઠઅગ્નિકણની ઉપમાવાળી દષ્ટિ, દીપ્રામાં દીપપ્રભાવી ઉપમાવાળી દૃષ્ટિ છે. અહીં ચાર દૃષ્ટિઓમાં, તેવા પ્રકારના પ્રકાશની માત્રાદિથી સાધર્યું છે.
‘તથવિધપ્રાણીમાત્રાદિ માં આદિ પદથી પ્રકાશની દીર્ઘકાળ રહેવાની શક્તિનું ગ્રહણ કરવાનું છે. ભાવાર્થ :
યોગમાર્ગના બોધના આઠ વિભાગ કરીને યોગદૃષ્ટિ આઠ કહી, અને આઠ દૃષ્ટિનાં મિત્રાદિ નામો આપ્યાં તે અર્થવાળાં છે. તેથી તે નામોથી આઠ યોગની દૃષ્ટિઓનો સામાન્યથી બોધ થાય છે. હવે તે બોધને તૃણઅગ્નિકણાદિના ઉદાહરણના સાધર્મથી બતાવે છે - ત્યાં પ્રથમ કહે છે કે યોગની બોધલક્ષણ દૃષ્ટિ સામાન્યથી આઠ ભેદવાળી છે. તેનાથી અર્થથી પ્રાપ્ત થયું કે વિશેષથી અનેક ભેદો છે, તે ભેદોને સામાન્યથી આઠમાં વિભાગ કરેલ છે.
(૧) પ્રથમ મિત્રાદષ્ટિમાં તૃણના અગ્નિકણની ઉપમાવાળો બોધ છે. તેથી જેવા પ્રકારની તૃણના અગ્નિકણમાં પ્રકાશની માત્રા છે, અને જેવા પ્રકારનું તે તૃણઅગ્નિકણમાં ટકી રહેવાનું સામર્થ્ય છે, તેટલી માત્રા અને તેટલું સામર્થ્ય મિત્રાદષ્ટિના બોધમાં છે. (૨) તે રીતે તારાષ્ટિમાં છાણના અગ્નિકણના પ્રકાશનું સાધર્મ છે. અહીં તૃણનો અગ્નિકણ અને છાણનો અગ્નિકણ ભડકારૂપે લેવાનો નથી, પરંતુ વાળારહિત સળગતા તૃણઅગ્નિકણ અને છાણઅગ્નિકણ ગ્રહણ કરવાના છે. તૃણઅગ્નિકણ અતિ અલ્પપ્રકાશવાળો અને અતિ અલ્પકાળ ટકે તેવો હોય છે, છાણનો અગ્નિકણ તેના કરતાં કંઈક અધિક પ્રકાશ કરનારો અને અધિક કાળ ટકે તેવો હોય છે. (૩) બલાદૃષ્ટિમાં કાષ્ઠના અગ્નિકણની ઉપમાવાળું બોધનું સાધર્મ હોય છે. કાષ્ઠનો અગ્નિકણ પણ ગોમયઅગ્નિકણ કરતાં પ્રકાશમાં વધારે સમર્થ હોય છે અને કંઈક વધુ કાળ સુધી ટકે તેવો હોય છે. આ કાષ્ઠઅગ્નિકણ પણ ભડકારૂપે લેવાનો નથી; અને ગોમયઅગ્નિકણમાં જેમ શીધ્ર છારી આવે છે, તેમ કાષ્ઠઅગ્નિકણમાં શીધ્ર છારી આવતી નથી, તેથી છાણના અગ્નિ કરતાં અધિક પ્રકાશ હોય છે અને અધિક કાળ ટકે છે. (૪) દીપ્રાષ્ટિમાં બોધ બલાદૃષ્ટિ કરતાં ઘણો અધિક છે અને દીપની પ્રજાની ઉપમાવાળો છે. દીવો જેમ કાષ્ઠઅગ્નિકણ કરતાં અધિક કાળ ટકી શકે છે, તેમ દીપ્રાદૃષ્ટિનો બોધ અધિક કાળ ટકી શકે તેવા સામર્થ્યવાળો હોય છે. ટીકા :
यदाह-मित्रायां बोधस्तृणाग्निकणसदृशो भवति, न तत्त्वतोऽभीष्टकार्यक्षम:, सम्यक्प्रयोगकालं यावदनवस्थानादल्पवीर्यतया (ततः) पटुस्मृतिबीजसंस्काराधानानुपपत्तेः, ततश्च विकलप्रयोगभावाद् भावतो वन्दनादिकार्यायोगादिति ।