________________
૪૮
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૦ તરત યોગનિરોધની ક્રિયા કરે છે, જેના ફળરૂપે શેલેશીઅવસ્થા પ્રાપ્ત થાય છે. આ રીતે આયોજ્યકરણ કર્યા પછી જેઓને સમુદ્રઘાત કરવાનો હોય તેઓ સમુદ્ધાત કરીને યોગનિરોધનો પ્રારંભ કરે છે; અને જેઓને સમુદ્ધાત કરવાનો નથી તેઓ પણ આયોજ્યકરણ કર્યા પછી તરત યોગનિરોધનો પ્રારંભ કરે છે. તેથી યોગનિરોધની ક્રિયાનું ફળ શૈલેશીઅવસ્થા હોવા છતાં આયોજ્યકરણને પણ શેલેશીઅવસ્થાફળવાળું કહેલ છે.
વળી, જે કેવલીને આયુષ્યકર્મની સાથે ત્રણ ભવોપગ્રાહીકર્મની વિષમ સ્થિતિ નથી, તેઓ સમુદ્યાત કરતા નથી.
પૂર્વમાં કહ્યું કે આયોજ્યકરણ શૈલેશીઅવસ્થાફળવાળું છે. તેથી શ્લોકમાં કહે છે – આયોજ્યકરણથી ઊર્ધ્વમાં યોગસંન્યાસસંક્ષિત એવો સામર્થ્યયોગ છે, એમ સામર્થ્યયોગના જાણનારા કેવલી કહે છે. આમ કહેવાનું કારણ એ છે કે શૈલેશીઅવસ્થામાં યોગસંન્યાસ નામનો સામર્થ્યયોગ પ્રગટે છે.
અહીં વિશેષ એ છે કે શૈલેશીઅવસ્થાની પૂર્વે યોગનિરોધનો પ્રારંભ કર્યો તે બીજો સામર્થ્યયોગ નથી, પરંતુ જ્યારે યોગનિરોધ થઈ જાય છે ત્યારે આત્મામાં જે અચિંત્ય સામર્થ્ય પ્રવર્તે છે, તેના બળથી દેહનો સંબંધ હોવા છતાં યોગનો સંન્યાસ વર્તે છે, તે યોગસંન્યાસને બીજા પ્રકારનો સામર્થ્યયોગ કહેલ છે, જે સાક્ષાત્ મોક્ષનું કારણ છે. ટીકા :सर्वमिदमागमिकं वस्तु, तथा चैतत्संवाद्यार्षम् -
“करणं अहापवत्तं, अपुव्वमणियट्टिमेव भव्वाणं । इयरेसिं पढमं चिय, भण्णइ करणं ति परिणामो ।। जा गण्ठी ता पढमं, गण्ठिं समइच्छओ भवे बीयं । अणियट्टीकरणं पुण, सम्मत्तपुरक्खडे जीवे ।। गण्ठि त्ति सुदुब्भेओ, कक्खडघणरूढगूढगण्ठि व्व । जीवस्स कम्मजणिओ, घणरागद्दोसपरिणामो ।। एत्तो विवज्जओ खलु, भिन्ने एयम्मि सम्मणाणं तु । थोवं पि सुपरिसुद्धं सव्वाऽसम्मोहहेउ त्ति ।। सम्मत्तंमि उ लद्धे, पलियपुहत्तेण सावओ होइ । चरणोवसमखयाणं, सागरसंखन्तरा होन्ति" ।।
- (વિશેષાવિયાતા રૂમ થ: ૨૦૨, ૨૨૦૩, ૨૨૨-૨૨૨) इत्यादि, लेशत: परिभावितार्थमेतत् ।।१०।।