________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૦ ટીકાર્ચ -
સર્વમિલમામિ પરમાવતાર્થતા આ સર્વ=પૂર્વમાં કહ્યું કે પ્રથમ અપૂર્વકરણ ગ્રંથિભેદફળવાળું છે; અને તથાવિધિ કર્મસ્થિતિના તેવા પ્રકારના સંખ્યાત સાગરોપમ અતિક્રમ થાય ત્યારે બીજું અપૂર્વકરણ થાય છે, ત્યારે પ્રથમ સામર્થ્યયોગ તાત્વિક થાય છે, એ સર્વ, આગમિક વસ્તુ છે; અને તે પ્રકારે જે પ્રકારે પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રકારે, આનું સંવાદી=પૂર્વમાં વર્ણન કર્યું એનું સંવાદી, આર્ષ છે આર્ષવચન છે.
તે વચનનો અર્થ આ પ્રમાણે છે –
યથાપ્રવૃત્ત, અપૂર્વ અને અનિવૃત્તિ જ કરણ ભવ્યો છે. ઈતરને અભવોને, પ્રથમ જ છે. કરણ એ પરિણામ કહેવાય છે. [૧]
જ્યાં સુધી ગ્રંથિ છે ત્યાં સુધી પ્રથમ છે યથાપ્રવૃત્તકરણ છે. ગ્રંથિને ઉચ્છેદ કરતાં બીજું થાય છે= અપૂર્વકરણ થાય છે. સમ્યક્ત્વ પુરસ્કૃત જીવમાં=સમ્યકત્વને અભિમુખ થયેલા જીવમાં, વળી અનિવૃત્તિકરણ છે. રા.
ગ્રંથિ શું છે તે બતાવે છે – ગ્રંથિ એ કર્કશ, ઘન, રૂઢ, ગૂઢ ગ્રંથિના જેવો જીવનો સુદુર્ભેદ, કર્મજનિત, ઘન રાગ-દ્વેષનો પરિણામ છે. Imail
આના વિવર્જનથી=ઘન રાગ-દ્વેષના પરિણામના વિવર્જનથી, આ ભેદાયે છત=ગ્રંથિ ભેદાયે છતે, સર્વ અસંમોહનો હેતુ એવું થોડું પણ સુપરિશુદ્ધ સમ્યજ્ઞાન થાય છે. જો
વળી, સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતે, પલ્યોપમ પૃથફત્વથી પલ્યોપમ પુથફત્વ કર્મની સ્થિતિ ઘટવાથી, શ્રાવક થાય છે; ચારિત્રના, ઉપશમના=ઉપશમશ્રેણીના, ક્ષયના=ક્ષપકશ્રેણીના સંખ્યાતા સાગરોપમ થાય છે અર્થાત્ શ્રાવકપણાની કર્મસ્થિતિથી સંખ્યાત સાગરોપમ સ્થિતિ ઘટે તો ચારિત્ર પ્રાપ્ત થાય છે, તેનાથી પણ સંખ્યાત સાગરોપમ સ્થિતિ ઘટે તો ઉપશમશ્રેણી પ્રાપ્ત થાય છે, તેનાથી પણ સંખ્યાત સાગરોપમ સ્થિતિ ઘટે તો ક્ષપકશ્રેણી પ્રાપ્ત થાય છે. પા
અહીં ‘ત્યાદ્રિ' શબ્દથી આવા જ અર્થને કહેનારાં અન્ય શાસ્ત્રવચનોનો સમુચ્ચય કરવાનો છે.
આ=અમે જે આ ગાથામાં કહ્યું છે એ, લેશથી પરિભાવિત અર્થવાળું છે=આર્ષના જ અર્થને કહેનારું અમારું કથન છે. I૧૦| ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે બીજા અપૂર્વકરણમાં પ્રથમ સામર્થ્યયોગ તાત્ત્વિક થાય છે, અને તે બીજું અપૂર્વકરણ બતાવવા માટે પ્રથમ અપૂર્વકરણ ગ્રંથિભેદફળવાળું છે તે બતાવ્યું, અને કર્મની સંખ્યાત સાગરોપમ સ્થિતિ ઘટે ત્યારે ક્ષપકશ્રેણીવાળાને પ્રથમ સામર્થ્યયોગ તાત્ત્વિક થાય છે, તેમ કહ્યું; તે સર્વ ગ્રંથકારે પોતાની મતિથી કહ્યું નથી, પરંતુ આગમિક વસ્તુ છે. આમ છતાં ગ્રંથકારે જે રીતે પૂર્વમાં વર્ણન કર્યું તેવાં જ આગમવચનો સાક્ષાતું નથી, પરંતુ એ અર્થમાં સંવાદી એવાં આગમવચનો છે, તે અહીં બતાવે છે -
તેમાં પ્રથમ ગાથામાં બતાવ્યું કે ભવ્યોને યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ત્રણ કરણો હોય છે, અને અભવ્યોને માત્ર યથાપ્રવૃત્તકરણ હોય છે. કરણ એ જીવના પરિણામરૂપ છે.