________________
પર
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૧ ટીકાર્ય :
ગત વ ... પરશુદ્ધિમાવતિ |આ કારણથી જ=શૈલેશીઅવસ્થામાં યોગસંન્યાસ થતો હોવાના કારણથી જ અયોગ-મન-વચન-કાયાના યોગોનો અભાવ, યોગોના મધ્યમાં=મિત્રાદિ દષ્ટિરૂપ યોગોના મધ્યમાં, પર=પ્રધાનયોગ, કહેવાયો છે.
કેમ પ્રધાનયોગ કહેવાય છે? આથી કહે છે - યોજન કરનાર હોવાથી યોગ છે, જેથી કરીને, મોક્ષયોજતભાવરૂપ હેતુ વડે યોગનો અભાવ, પ્રધાનયોગ કહેવાયો છે, એમ અવય છે. આવા અયોગરૂપ પ્રધાનયોગના સ્વરૂપને કહે છે – સર્વસંન્યાસલક્ષણ છે, કેમ કે અધર્મસંન્યાસની અને ધર્મસંન્યાસની પણ અહીં અયોગ નામના યોગવાળી અવસ્થામાં, પરિશુદ્ધિનો ભાવ છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. [૧૧ ભાવાર્થ -
શૈલેશીઅવસ્થા પછી જીવ તરત સર્વકર્મથી રહિત થાય છે, અને આ બીજો સામર્થ્યયોગ આયોજ્યકરણથી ઊર્ધ્વમાં થાય છે, તેથી આ બીજો સામર્થ્યયોગ શૈલેશીઅવસ્થામાં આવે છે. માટે મિત્રાદિ જે યોગો છે તે સર્વ યોગોમાં આ પ્રધાનયોગ કહેવાયો છે; કેમ કે “યોગ' શબ્દની વ્યુત્પત્તિ છે કે જે મોક્ષની સાથે આત્માને જોડે તે યોગ કહેવાય; તેમાં મિત્રાદિ દૃષ્ટિ આત્માને મોક્ષની સાથે જોડનાર હોવા છતાં સાક્ષાત્ જોડનાર નથી, જ્યારે અયોગ નામનો આ યોગ શૈલેશીઅવસ્થામાં આવે છે અને તરત આત્માને મોક્ષની સાથે જોડે છે. તેથી મોક્ષની સાથે જોડે તે યોગ' એ વ્યુત્પત્તિથી બધા યોગોમાં મન, વચન અને કાયાના યોગોનો અભાવ થાય તેવો યોગ સર્વશ્રેષ્ઠ છે. હવે આ યોગનું સ્વરૂપ શું છે, એ સ્પષ્ટ કરે છે –
આ અયોગ નામના યોગમાં સર્વનો=મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ કર્મબંધનાં સર્વ કારણોનો, સંન્યાસ થાય છે. તે આ રીતે - (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) કષાય અને (૪) યોગથી કર્મબંધ પ્રાપ્ત થાય છે; અને (૧) જીવ જ્યારે સમ્યકત્વ પામે છે ત્યારે મિથ્યાત્વરૂપ અધર્મનો સંન્યાસ કરે છે. તે અધર્મનો સંન્યાસ ધર્મસંન્યાસરૂપ અધિકૃત સામર્થ્યયોગ નહિ હોવા છતાં ઇચ્છાયોગ-સહભાવિ-સામર્થ્યયોગથી મિથ્યાત્વરૂપ અધર્મનો સંન્યાસ થાય છે; અને (૨) જીવ પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે ત્યારે સર્વ-સાવદ્ય-પ્રવૃત્તિરૂપ અધર્મનો ત્યાગ કરે છે. આ પ્રવજ્યા જ્ઞાનયોગની પ્રતિપત્તિરૂપ છે. તેથી ઇચ્છાયોગ કે શાસ્ત્રયોગ સહભાવિ સામર્થ્યયોગથી સર્વ સાવઘપ્રવૃત્તિરૂપ અધર્મનો ત્યાગ થાય છે, અને આ પ્રવ્રજ્યા ગ્રહણ કરતી વખતે વળી અવિરતિરૂપ અધર્મનો ત્યાગ થાય છે; તોપણ કર્મબંધના કારણભૂત કષાય અને યોગ ત્યાં પ્રવર્તે છે. (૩) ત્યાર પછી ક્ષપકશ્રેણીમાં સામર્થ્યયોગ આવે છે ત્યારે જીવ ક્ષયોપશમભાવના ધર્મોનો ત્યાગ કરે છે. તે વખતે ક્રોધાદિ કષાયોના ક્ષયોપશમભાવરૂપ ક્ષાત્યાદિ ધર્મોનો સંન્યાસ થાય છે, ત્યારે કર્મબંધના કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ અને કષાય એ ત્રણનો સંન્યાસ વર્તે છે, તોપણ સંસારના કારણભૂત મન-વચનકાયાના વ્યાપારો વર્તે છે, તેથી ત્યાં સર્વસંન્યાસ નથી; (૪) પરંતુ જ્યારે આયોજ્યકરણ પછી જીવ