________________
૫૩
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૧-૧૨ શૈલેશીઅવસ્થાને પ્રાપ્ત કરે છે, ત્યારે મન-વચન-કાયાના યોગોનો પણ નિરોધ થાય છે. તેથી હવે કર્મબંધનાં સર્વ કારણોનો સંન્યાસ થયો. તેથી શૈલેશીઅવસ્થાની પૂર્વના અધર્મનો=મિથ્યાત્વાદિ અધર્મનો, અને ધર્મનો=ક્ષમાદિ ધર્મનો, સંન્યાસ કર્યો, તેની યોગનિરોધથી પરિશુદ્ધિ પ્રાપ્ત થઈ; કેમ કે ધર્મ, અધર્મનો સંન્યાસ કર્યા પછી કર્મબંધનું કારણ એવા જે યોગો હતા, તેનો પણ ત્યાગ થયો.
વસ્તુતઃ અધર્મ અને ક્ષયોપશમભાવના ધર્મ બન્ને કર્મબંધના કારણ હતા, માટે જીવના સ્વાભાવિક ભાવો ન હતા. આથી જીવે તે બંનેનો ત્યાગ કર્યો; આમ છતાં મન-વચન-કાયાના યોગોની પ્રવૃત્તિ પણ જીવનો સ્વાભાવિક ભાવ નથી. તેનો ત્યાગ શૈલેશીઅવસ્થામાં થાય છે, ત્યારે કર્મબંધનાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ સર્વ કારણોનો ત્યાગ થાય છે. તેથી જીવ સર્વસંવરભાવને પામે છે. માટે શૈલેશીઅવસ્થા પૂર્વે અધર્મ-ધર્મનો સંન્યાસ કર્યો હતો તે પરિશુદ્ધ ન હતો, તે શૈલેશીઅવસ્થામાં પરિશુદ્ધ બને છે; કેમ કે શૈલેશીઅવસ્થાની પૂર્વની અવસ્થામાં અધર્મ-ધર્મનો સંન્યાસ કર્યો, છતાં કર્મબંધના કારણભૂત યોગો વિદ્યમાન હતા. તેથી તે અધર્મ-ધર્મનો સંન્યાસ પરિશુદ્ધ નથી, અને અયોગી અવસ્થામાં કર્મબંધનાં સર્વ કારણોનો અભાવ થાય છે, તેથી અધર્મ અને ધર્મનો સંન્યાસ અહીં પરિશુદ્ધ થાય છે. આવા અવતરણિકા -
एवमेतत्स्वरूपमभिधाय प्रकृतोपयोगमाह - અવતરણિકાર્ય :
આ રીતે શ્લોક-૨ થી માંડીને શ્લોક-૧૧ સુધી વર્ણન કર્યું એ રીતે, આના સ્વરૂપને=ઈચ્છાયોગાદિ ત્રણેના સ્વરૂપને, કહીને પ્રકૃતિમાં ઉપયોગને પ્રકૃતિ જે મિત્રાદિ દષ્ટિ તેમાં ઈચ્છાયોગાદિના ઉપયોગને, કહે છે – શ્લોક :
एतत्त्रयमनाश्रित्य, विशेषेणैतदुद्भवाः ।
योगदृष्टय उच्यन्त अष्टौ सामान्यतस्तु ताः।।१२।। અન્વયાર્થ :
પ્રતત્રય—આ ત્રણને અનાશ્રિત્ય-અનાશ્રય કરીને વિશેષેT=વિશેષથી તલુમવ યોરાકૃષ્ટ =આનાથી ઉદ્દભવ થયેલી યોગદષ્ટિઓ=ઈચ્છાદિયોગોથી ઉદ્ભવ થયેલી યોગદષ્ટિઓ ૩ો કહેવાય છે. તુ= વળી સામાન્યત: =સામાન્યથી તાદો તે આઠ છે. ll૧૨ા
બ્લોકાર્ધ :
આ ત્રણને આ ત્રણ યોગને, અનાશ્રય કરીને વિશેષથી ઈચ્છાયોગાદિથી ઉદ્ભવ થયેલી યોગદષ્ટિઓ કહેવાય છે. વળી સામાન્યથી તે આઠ છે. ll૧૨ા.