________________
૬૨
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૪
બતાવી આવ. જ્યારે તે અન્ય સર્વ સોનીને બતાવવા ગયો ત્યારે બધા તેને આ સોનું સાચું છે, તેમ કહે છે. ફરી સોનીએ બીજું કડું આપીને કહ્યું કે હવે મારું નામ આપીને સર્વ સોનીને બતાવી આવ. તે સર્વ સોનીને બતાવવા ગયો ત્યારે બધા તેને ખોટું કહે છે.
આ રીતે મિત્રને વિશ્વાસમાં લઈને સોનીએ કહ્યું કે મારી પાસેથી સોનું લઈ મારું નામ દેવાથી સોનું સાચું હશે તોપણ બધા ખોટું કહેશે. તેથી ભવિષ્યમાં તને શંકા થાય, માટે બીજા પાસેથી તું સોનું ખરીદ કર. આમ કહ્યા છતાં તેના પ્રત્યેની પ્રીતિથી તેણે તેની પાસેથી સોનું લીધું. સોનીએ તેને ખોટું સોનું આપેલ. બધા સોનીઓએ પણ તે સોનાને ખોટું કહ્યું, તોપણ મિત્ર સગ્રહવાળો હોવાને કારણે તે ખોટું સોનું પણ તેને સાચું દેખાય છે. અગ્રહવાળો હોય તો કષાદિ પરીક્ષાથી તે સોનું નથી તેમ નિર્ણય કરે તો સત્ય વાત જાણી શકે; પરંતુ સગ્રહવાળો તે મિત્ર સોનું ન હતું છતાં સોનારૂપે જુએ છે, જ્યારે અગ્રહવાળો હોય તો ચક્ષુથી જેટલું દેખાય છે તેટલું સાચું માને છે, અને સોનાની પરીક્ષાની અપેક્ષા રાખે છે. તેથી સગ્રહવાળાને પદાર્થ જેવો દેખાય છે, તેનાથી અગ્રહવાળાને વધારે સ્પષ્ટ દેખાય છે અર્થાત્ સંગ્રહવાળો જેને સોનારૂપે જુએ છે, તે સોનાની પરીક્ષા કરવી જોઈએ, તે પ્રકારનો વિશેષ બોધ અગ્રહવાળાને થાય છે. તેમાં સગ્રહવાળાનો ચિત્તનો વિભ્રમ કારણ છે અને અગ્રહવાળાના ચિત્તનો અવિભ્રમ કારણ છે. તેમ અન્ય પણ કોઈ રીતે ચિત્તનો વિભ્રમ થયેલો હોય તેવા સગ્રહવાળા દષ્ટા કરતાં અગ્રહવાળા દૃષ્ટાને વિશેષ બોધ થાય.
વળી, આ દૃષ્ટ પદાર્થ બાળક જોતો હોય અને પુખ્ત ઉંમરનો જોતો હોય તોપણ બોધમાં ફેર પડે છે. વળી, કોઈની ચક્ષુમાં કાચ આદિ દોષો હોય તો તેના કારણે પણ બાહ્ય પદાર્થ અસ્પષ્ટ દેખાય છે, અને કોઈની દૃષ્ટિ ચોખ્ખી હોય તો પદાર્થ સ્પષ્ટ જોઈ શકે છે.
આ રીતે બાહ્ય પદાર્થોના દર્શનમાં બોધની તરતમતાથી કુલ બત્રીશ વિકલ્પો પડે છે. તે રીતે પરલોક માટે ઉપયોગી એવા આત્માદિ પદાર્થોના વિષયમાં ક્ષયોપશમની તરતમતાથી બોધનો ભેદ પ્રાપ્ત થાય છે. આ જે બોધનો ભેદ છે, તે ઓઘદૃષ્ટિ છે, અને આ ઓઘદ્રષ્ટિને કારણે દર્શનનો ભેદ પ્રાપ્ત થાય છે અર્થાત્ જુદાં જુદાં દર્શનો જુદી જુદી માન્યતા ધરાવે છે.
જ્યારે કોઈ સાધકે ગ્રંથિને ભેદી છે અને આના કારણે સ્થિરાદૃષ્ટિવાળા યોગી બન્યા છે, તેમને પારલૌકિક પદાર્થમાં યથાસ્થાને નયબોધ હોવાને કારણે જેવું એક યોગીને દેખાય છે, તેવું અન્ય સ્થિરાષ્ટિવાળા યોગીને પણ દેખાય છે. તેથી બધા સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓને એકસરખું દેખાય છે. ક્વચિત્ કોઈ સમ્યગ્દષ્ટિને તે બોધ સંગ્રહાત્મક હોય તો કોઈકને વિસ્તારાત્મક હોય, પરંતુ પરસ્પર મતભેદરૂપ દર્શનભેદની પ્રાપ્તિ થતી નથી.
આશય એ છે કે સમ્યગ્દષ્ટિ જીવો અતીન્દ્રિય પદાર્થોમાં સર્વજ્ઞના વચન પ્રમાણે સ્થિર રુચિવાળા હોય છે. તેથી શાસ્ત્ર ભણીને જેઓ ગીતાર્થ થયા છે, તેવા યોગીઓને નયસાપેક્ષ બોધ હોય છે, અને જેઓને તેવો વિશદ બોધ નથી, તેવા સમ્યગ્દષ્ટિનો પણ બોધ સર્વજ્ઞના વચન પ્રમાણે હોય છે, અને આથી સર્વજ્ઞના વચનને યથાર્થ કહેનારા એવા ગુણવાન ગુરુને પરતંત્ર થઈને વિશેષ વિશેષ જાણવા યત્ન કરે છે. તેમને જ્યાં સુધી વિશેષ બોધ નથી ત્યાં સુધી સંગ્રહાત્મક યથાર્થ બોધ છે અને વિશેષ બોધ થયા પછી વિસ્તારાત્મક યથાર્થ બોધ થાય છે.