________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૪
૨૬.
અમેઘ રાત્રિ મિથ્યાદૃષ્ટિ અનર્થક અગ્રહ સમેઘ દિવસ મિથ્યાદૃષ્ટિ અનર્થક અગ્રહ અમેઘ દિવસ મિથ્યાદષ્ટિ અતર્દક અગ્રહ સમેઘ રાત્રિ સમ્યગ્દષ્ટિ અનર્થક અગ્રહ અમેઘ રાત્રિ સમ્યગ્દષ્ટિ અર્ભક
અગ્રહ ૩૧. સમેઘ દિવસ સમ્યગ્દષ્ટિ અનર્થક અગ્રહ
૩૨. અમેઘ દિવસ સમ્યગ્દષ્ટિ અર્ભક અગ્રહ હવે દષ્ટાંત-દાષ્ટતિક ભાવ બતાવે છે –
જે પ્રમાણે એક પણ દશ્યમાં ચિત્ર ઉપાધિના ભેદથી આ દૃષ્ટિભેદ છે, તે પ્રકારે પારલૌકિક પ્રમેયમાં પણ ક્ષયોપશમના વૈચિત્રથી ચિત્ર પ્રતિપત્તિભેદ છે=જુદા જુદા પ્રકારના સ્વીકારનો ભેદ છે. “ક્તિ' શબ્દ દાતિક યોજનાની સમાપ્તિ માટે છે. આવા નિબંધનવાળો પારલૌકિક પ્રમેયમાં જુદા જુદા પ્રકારના પ્રતિપતિભેદરૂપ ઓઘદૃષ્ટિના કારણવાળો, આ દર્શનભેદ છેઃપારલૌકિક પ્રમેયમાં જુદા જુદા મતો છે, એ પ્રમાણે યોગને જાણનારા આચાર્યો કહે છે.
ખરેખર, ભિન્નગ્રંથિ એવા સ્થિરાદિ દષ્ટિવાળા યોગીઓને આ દર્શનભેદ, નથી; કેમ કે યથાવિષય વયભેદના અવબોધનો સદ્ભાવ છે. એથી કરીને આ લોકોની=સ્થિરાદિ દૃષ્ટિવાળાઓની, પ્રવૃત્તિ પણ પરાર્થ છે; કેમ કે શુદ્ધબોધનો સદ્ભાવ હોવાને કારણે વિનિવૃત્ત આગ્રહવાળા હોવાથી ચારિચરિક સંજીવની અચરક ચારણનીતિ વડે મૈત્રાદિપરતંત્રપણાથી ગંભીર ઉદાર આશયવાળા છે.
ત્તિ' શબ્દ કથનની સમાપ્તિ માટે છે.
શ્લોકની અવતરણિકામાં કહેલ કે ઓઘદૃષ્ટિના વ્યવચ્છેદ માટે યોગદષ્ટિનું ગ્રહણ છે, તેથી પ્રાસંગિક રીતે ઓઘદૃષ્ટિને બતાવી. હવે તે પ્રાસંગિક કથન પૂરું થાય છે, તેથી કહે છે પ્રસંગથી સર્યું. ll૧૪મા ભાવાર્થ :
ચક્ષુથી દેખાતા પદાર્થમાં પણ પદાર્થ સમેઘ રાત્રિમાં અસ્પષ્ટ દેખાય છે. તેના કરતાં અમેઘ રાત્રિમાં તે બાહ્ય પદાર્થ કંઈક અધિક ગ્રહણ થાય છે. તે રીતે સમેઘ દિવસમાં તેનાથી કંઈક અધિક દેખાય છે અને અમેઘ દિવસમાં વધારે સ્પષ્ટ દેખાય છે. આ રીતે પદાર્થને જોવામાં મેઘ, અમેઘ અને રાત્રિ, દિવસના ભેદથી બોધનો ભેદ થાય છે. વળી કોઈ સગ્રહવાળો દષ્ટા હોય, કોઈ અગ્રહવાળો દષ્ટા હોય, તો ચિત્તના વિભ્રમ અને અવિભ્રમને કારણે પણ બોધમાં ભેદ થાય છે. તેને માટે સોનીનું દૃષ્ટાંત આ પ્રમાણે છે :
કોઈ સોનીનો મિત્ર તેની પાસેથી સોનું ખરીદવા તૈયાર થયો. ત્યારે સોનીએ કહ્યું, તે અન્ય પાસેથી લે; કેમ કે હું સાચું આપીશ તો પણ લોકો તેને ખોટું કહેશે અને તને મારા માટે શંકા થશે; છતાં તેના અતિ આગ્રહથી ખાત્રી કરાવવા માટે એક સોનાનું કડું આપ્યું અને કહ્યું કે મારું નામ દીધા વગર તું અન્ય સર્વને