________________
૫૬
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૩
ભાવાર્થ:
પ્રસ્તુત શ્લોકમાં યોગની આઠ દૃષ્ટિઓનાં નામો બતાવેલાં છે અને તે નામો તે દૃષ્ટિના સ્વરૂપને બતાવે તેવાં યથાર્થ છે; અને આ આઠે દૃષ્ટિઓના લક્ષણને તમે સાંભળો, એમ કહીને શ્રોતાને લક્ષણ સાંભળવાને અભિમુખ કરે છે.
અહીં દૃષ્ટિઓનાં નામો યથાર્થ આ રીતે છે – પહેલી દૃષ્ટિ મિત્રાના જેવી=સખીના જેવી, મિત્રા છે અર્થાત્ જેમ જીવને માટે મિત્ર હિતકારી હોય છે, તેમ સંસારમાં યોગની પહેલી દૃષ્ટિ જીવને પ્રાપ્ત થાય છે, તે બોધ જીવ માટે મિત્ર જેવો બને છે. તેને સામે રાખીને મિત્રા જેવી મિત્રાદ્દષ્ટિ છે, એમ કહેલ છે. જોકે બધી દૃષ્ટિઓ મિત્રા જેવી છે, છતાં અહીંથી યોગમાર્ગરૂપ મિત્રની પ્રાપ્તિ છે. તેથી આ દૃષ્ટિનું નામ મિત્રા છે. આવો અર્થ જણાય છે, તે સિવાય અન્ય કોઈ અર્થ હોય તો યોગીઓ વિચારે.
તારા જેવી તારા નામની બીજી દૃષ્ટિ છે. જેમ ચક્ષુની તારા=કીકી, હોય તો ચક્ષુ છે તેમ કહેવાય, અને કીકીવાળી ચક્ષુથી પદાર્થનો કંઈક બોધ થાય છે, અને જ્યારે કીકી નષ્ટ થઈ જાય ત્યારે ચક્ષુ નષ્ટ થઈ તેમ કહેવાય છે, અને નષ્ટ થયેલી કીકીવાળી ચક્ષુથી બોધ થતો નથી. તેથી જેમ બાહ્ય પદાર્થનો બોધ કરવા માટે ચક્ષુની તારા ઉપયોગી છે, તેમ આ દૃષ્ટિમાં જીવને તત્ત્વ જોવા માટે ઉપયોગી, તારા જેવી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે, આથી આ દૃષ્ટિને તારા કહી છે. આથી પહેલી દૃષ્ટિનું ‘અભયદયાણં’થી ગ્રહણ કર્યા પછી ‘ચક્ખ઼ુદયાણં’માં બીજી દૃષ્ટિનું ગ્રહણ છે; અને સામાન્ય બોધપૂર્વક જ વિશેષની જિજ્ઞાસા થાય છે, આવો નિયમ છે; તેથી આ દૃષ્ટિમાં ચક્ષુ મળવાથી કંઈક સામાન્ય બોધ થયો અને તેનાથી વિશેષની જિજ્ઞાસા થઈ. તેથી વિશેષ જિજ્ઞાસાની કારણભૂત એવી તત્ત્વને જોવાની ચક્ષુની કીકીની પ્રાપ્તિ આ દૃષ્ટિમાં છે. તે બતાવવા માટે તારા જેવી તારા છે, એમ કહેલ છે, એવું જણાય છે. વિશેષ બહુશ્રુત વિચારે.
(૧) મિત્રાદૃષ્ટિ :- પહેલી દૃષ્ટિમાં અસ્પષ્ટ બોધ હોય છે, તોપણ તે યોગમાર્ગનો બોધ હોવાથી જીવ માટે મિત્ર જેવો છે, માટે પહેલી દૃષ્ટિને મિત્રાદૃષ્ટિ કહી છે.
(૨) તારાદૃષ્ટિ :- બીજી દૃષ્ટિમાં પહેલી દૃષ્ટિ કરતાં કંઈક સ્પષ્ટ બોધ હોય છે, તેથી જીવના આંતરચક્ષુ જેવો તે બોધ છે. આથી કંઈક બોધ થવાને કારણે આ દૃષ્ટિમાં વિશેષની જિજ્ઞાસા પણ થાય છે, તેથી બીજી દૃષ્ટિને તારાદષ્ટિ કહી છે.
(૩) બલાદષ્ટિ :- ત્રીજી દૃષ્ટિમાં પહેલી દૃષ્ટિ અને બીજી દષ્ટિ કરતાં કંઈક બલિષ્ઠ બોધ થાય છે, જે બોધના બળથી જીવ યોગમાર્ગ ઉપર અવક્રપણે ચાલી શકે છે. આથી ત્રીજી દષ્ટિમાં અર્થપ્રયોગમાત્રની પ્રીતિ પ્રગટ થાય છે અને યોગમાર્ગમાં યત્નલેશ પણ શરૂ થાય છે. તેથી ત્રીજી સૃષ્ટિને બલાદષ્ટિ કહી છે. (૪) દીપ્રાદ્યષ્ટિ :- ચોથી દૃષ્ટિ દીવા જેવી છે. અંધકારમાં દીવાથી થતો બોધ તૃણ અગ્નિકણ, છાણ અગ્નિકણ કે કાષ્ટ અગ્નિકણ કરતાં ઘણો અધિક છે. તે બતાવવા માટે ચોથી દૃષ્ટિને દીવા જેવી દીપ્રાદષ્ટિ નામ આપેલ છે.