________________
પ૪
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૨ ટીકા -
'एतत्त्रयं'-इच्छायोगादिलक्षणं, 'अनाश्रित्य' अनङ्गीकृत्य, विशेषेणाऽस्मादियमित्येवंलक्षणेन, किमित्याह 'एतदुद्भवा: योगदृष्टय उच्यन्ते' मित्राद्याः, ‘अष्टौ सामान्यतस्तु ताः' दृष्टय इति ।।१२।। ટીકાર્ય :
તત્ર ..... દૃષ્ટા રૂત્તિ ઈચ્છાયોગાદિ લક્ષણ આ ત્રણ યોગનો અનાશ્રય કરીને અનંગીકાર કરીને, આનાથી=ઈચ્છાયોગાદિથી, આ છે મિત્રાદિયોગદષ્ટિ છે, એ પ્રકારના લક્ષણરૂપ વિશેષથી, આનાથી ઉદ્દભવ થતી=ઈચ્છાયોગાદિથી ઉદ્દભવ થતી, મિત્રાદિ યોગદૃષ્ટિઓ કહેવાય છે. વળી સામાન્યથી તે દષ્ટિઓ-મિત્રાદિ દષ્ટિઓ આઠ છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. ૧૨ા. ભાવાર્થ:
પૂર્વના શ્લોકોમાં ઇચ્છાયોગાદિ ત્રણ યોગોનું લક્ષણ બતાવ્યું. હવે તેને આશ્રયીને યોગનું વર્ણન કરે તો ઇચ્છાયોગમાં શું શું થાય છે ? શાસ્ત્રયોગમાં શું શું થાય છે ? ઇત્યાદિ વર્ણન કરવું પડે; પરંતુ તે ઇચ્છાયોગાદિ ત્રણને આશ્રયીને હવે ગ્રંથકાર કહેતા નથી; પરંતુ તે ઇચ્છાયોગાદિ ત્રણથી આ મિત્રાદિ દૃષ્ટિઓ થાય છે, તે રૂ૫ વિશેષથી ઇચ્છાયોગાદિથી ઉદ્ભવ થયેલી મિત્રાદિ દૃષ્ટિઓ હવે પછી ગ્રંથકાર કહેવાના છે. તે દૃષ્ટિઓ વિશેષથી ઘણા ભેદવાળી છે, તો પણ સામાન્યથી આઠ ભેદવાળી છે.
અહીં વિશેષ એ છે કે અવતરણિકામાં કહેલ કે ઇચ્છાયોગાદિ ત્રણના સ્વરૂપને કહીને પ્રકૃતિમાં ઇચ્છાયોગાદિ ત્રણનો ઉપયોગ શું છે, તે બતાવીશું. તેથી હવે શ્લોકમાં યોગની આઠ દૃષ્ટિઓમાં ઇચ્છાયોગાદિનો ઉપયોગ શું છે, તે બતાવે છે. તે આ રીતે –
પ્રસ્તુત ગ્રંથમાં જે મિત્રાદિ આઠ દૃષ્ટિઓ બતાવવાના છે, તે આઠ દૃષ્ટિઓનો ઉદ્ભવ ઇચ્છાયોગાદિ ત્રણથી થાય છે. તેથી એ પ્રાપ્ત થયું કે ઇચ્છાયોગાદિ ત્રણથી ઉદ્ભવ થનારી આ આઠ દૃષ્ટિઓ છે. તેથી આઠ દૃષ્ટિઓનું વર્ણન કરવાની ગ્રંથકારે પ્રતિજ્ઞા કરેલ હોવા છતાં તેના પ્રારંભ પૂર્વે ઇચ્છાયોગાદિનું સ્વરૂપ બતાવ્યું, જેથી યોગના અર્થીને જ્ઞાન થાય કે ઇચ્છાયોગાદિ ત્રણ મોક્ષનાં કારણો છે, અને તે ત્રણ યોગોથી યોગની આઠ દૃષ્ટિઓ પ્રગટ થાય છે. આ રીતે ઇચ્છાયોગાદિ ત્રણ અને આઠ દૃષ્ટિઓ વચ્ચે કાર્યકારણભાવરૂપ સંબંધ છે, તે બતાવીને, હવે પછી મિત્રાદિ આઠ દૃષ્ટિઓ ગ્રંથકાર કહેવાના છે તેની પ્રતિજ્ઞા કરી, અને ખુલાસો કર્યો કે મિત્રાદિ દૃષ્ટિઓ સામાન્યથી આઠ છે. તેથી અર્થથી એ પ્રાપ્ત થયું કે ઇચ્છાયોગાદિથી પ્રગટ થનાર યોગદૃષ્ટિઓ વિશેષથી ઘણી છે, તો પણ સામાન્યથી વિચારીએ તો તેના આઠ ભેદો છે.
ઇચ્છાયોગાદિ ત્રણ યોગો શાસ્ત્ર બતાવેલ યોગમાર્ગની પ્રવૃત્તિરૂપ છે. તેમાં ઇચ્છાયોગકાળમાં શાસ્ત્ર બતાવેલ અનુષ્ઠાનમાં યત્ન હોવા છતાં શાસ્ત્રાનુસારી સમ્યગુ યત્ન ત્રુટિત થાય છે, શાસ્ત્રયોગમાં અનુષ્ઠાન શાસ્ત્રાનુસારી સમ્યક થાય છે, અને સામર્થ્યયોગમાં તે અનુષ્ઠાન શાસ્ત્રાનુસારી હોવા સાથે શક્તિના ઉદ્રકથી