________________
૫૦
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૦ બીજી ગાથામાં બતાવ્યું કે ગ્રંથિ સુધી પ્રથમ કિરણ હોય છે અર્થાતુ ગ્રંથિદેશ સુધી જીવને યથાપ્રવૃત્તકરણનો પરિણામ હોય છે. ગ્રંથિનો ભેદ કરતી વખતે અપૂર્વકરણ નામનું બીજું કરણ હોય છે, અને સમ્યક્ત્વની પ્રાપ્તિને સન્મુખ થયેલા જીવને અનિવૃત્તિકરણ નામનો ત્રીજો પરિણામ હોય છે. આ ગાથાથી એ પ્રાપ્ત થયું કે પ્રથમ અપૂર્વકરણથી ગ્રંથિનો ભેદ થાય છે, અને ગ્રંથિભેદથી અનિવૃત્તિકરણ દ્વારા જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. આ આગમવચનો ગ્રંથકારના પૂર્વના કથનને બતાવનારાં છે.
વળી, ગ્રંથિ શું છે ? તે ત્રીજી ગાથામાં બતાવે છે. જેમ કોઈ દોરીને ગાંઠ મારવામાં આવે અને તે ગાંઠ અતિ કર્કશ હોય અને એવી ઘન બંધાયેલી હોય, વળી ઘણા વખત સુધી તે રીતે બંધાયેલી રહેવાથી રૂઢ થઈ ગઈ હોય, તે ગાંઠને ઉકેલવાનું સ્થાન અત્યંત ગૂઢ હોય, તે ગાંઠના જેવો જીવનો ઘન રાગ-દ્વેષનો પરિણામ છે, તે ગ્રંથિ છે. આ ઘન રાગ-દ્વેષનો પરિણામ કર્યજનિત છે, અને જેમ તે ગાંઠ ઉકેલવી દુષ્કર છે, તેમ આ ઘન રાગ-દ્વેષનો પરિણામ ભેદવો અતિ દુષ્કર છે. આથી ભવ્ય પણ જીવો અનંત પુલ પરાવર્તન પસાર થયા છતાં ગ્રંથિનો ભેદ કરી શકતા નથી. કોઈક મહાસાત્ત્વિક જીવ અપૂર્વકરણના પરિણામથી દુઃખે કરીને ભેદી શકાય તેવા તે ઘન રાગ-દ્વેષના પરિણામનો ભેદ કરે છે.
આથી જીવ જ્યાં સુધી સમ્યકત્વ પામતો નથી, ત્યાં સુધી તેનો અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ ઉત્પન્ન કરાવે તેવો ઘન રાગ-દ્વેષનો પરિણામ નિવર્તન પામતો નથી, પરંતુ જ્યારે જીવ ગ્રંથિનો ભેદ કરે છે, ત્યારે પોતાની જે કંઈ અલ્પમતિ છે, તેને તત્ત્વ-અતત્ત્વના નિર્ણયમાં સમ્યમ્ યોજન કરે છે, અને સહેજ પણ આત્મવંચના કર્યા વગર અને પોતાની અલ્પમતિમાં અધિકતાનો ભ્રમ રાખ્યા વગર આપ્તપુરુષનાં વચનોને યથાર્થ જાણવા યત્ન કરે છે. આવી નિર્મળ પ્રજ્ઞા ગ્રંથિભેદ કર્યા પછી જીવમાં પ્રગટે છે. સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી જીવનું સમ્યજ્ઞાન કેવું હોય છે, તે સ્પષ્ટ કરે છે –
ઘન રાગ-દ્વેષના પરિણામના વિવર્જનથી જ્યારે જીવ ગ્રંથિભેદ કરે છે ત્યારે પોતાને જે કંઈ થોડું જ્ઞાન છે, તે સર્વ અસંમોહનો હેતુ બને છે, અને તે જ્ઞાન વિપર્યાસથી રહિત હોવાને કારણે સુપરિશુદ્ધ હોય છે.
આશય એ છે કે ગ્રંથિભેદ થયા પછી કેટલાક જીવોને ઘણું શાસ્ત્રજ્ઞાન હોય અને કેટલાક જીવોને થોડું શાસ્ત્રજ્ઞાન હોય, તે થોડું-ઘણું સર્વ પણ જ્ઞાન સુપરિશુદ્ધ હોય છે અર્થાત્ તત્ત્વને દેખાડવામાં વિપર્યાસ ઉત્પન્ન ન કરે તેવું હોય છે, તેથી સર્વ પ્રકારે અસંમોહનો હેતુ છે. આથી સમ્યગ્દષ્ટિને સંસારની સર્વ પ્રવૃત્તિઓ અસાર જણાય છે અને મોક્ષ અને મોક્ષના ઉપાયભૂત સર્વ પરિણતિઓ સારભૂત જણાય છે. આમ, સમ્યગ્દષ્ટિનું થોડું પણ જ્ઞાન સર્વ પ્રકારે તત્ત્વમાં સંમોહ ન થાય તેવું હોય છે. આથી જ્યાં પોતે તત્ત્વનો નિર્ણય ન કરી શકે ત્યાં પણ સર્વજ્ઞના વચન પ્રત્યે તેની સ્થિર રુચિ હોય છે. વળી સમ્યગ્દષ્ટિ જીવ સામગ્રી મળતાં શક્તિ અનુસાર તત્ત્વનો યથાર્થ બોધ પણ કરે છે. ક્વચિત્ વિશેષ બોધ ન થયો હોય તો પણ તેનું સમ્યજ્ઞાન સર્વજ્ઞના વચનને અનુસરનાર હોય છે, માટે સંપૂર્ણ અસંમોહનો હેતુ છે.
સમ્યકત્વ પામ્યા પછી જીવ પરિણામની વિશુદ્ધિ દ્વારા કર્મની સ્થિતિ પલ્યોપમપૃથકત્વ ઘટાડે ત્યારે દેશવિરતિ પામે છે, અને દેશવિરતિ પામ્યા પછી અધ્યવસાયની શુદ્ધિથી કર્મની સ્થિતિ સંખ્યાતા સાગરોપમ