________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૬ શ્લોકાર્થ :
લોકમાં મોક્ષ નામના પદની પ્રાપ્તિમાં કારણવિશેષો પરમાર્થથી શાસ્ત્રથી જ સાધુઓ વડે સર્વથા જ જણાતા નથી. IIકી. ટીકા :
'सिद्ध्याख्यपदसम्प्राप्तिहेतुभेदाः' मोक्षाभिधानपदसम्प्राप्तिकारणविशेषाः सम्यग्दर्शनादयः, किमित्याह 'न तत्त्वतः'=न तत्त्वभावेन परमार्थतः, 'शास्त्रादेवावगम्यन्ते', न चैवमपि शास्त्रवैयर्थ्यमित्याह, 'सर्वथैवेह योगिभिः' इति सर्वेरेव प्रकारैरिह लोके साधुभिः, अनन्तभेदत्वात्तेषामिति । ટીકાર્ય :
સિચિધ્યપ૬ ... સનત્તમે ત્યારેષામિતિ . સિદ્ધિ નામના પદની સંપ્રાપ્તિના હેતભેદો મોક્ષ નામના પદની પ્રાપ્તિના કારણવિશેષરૂપ સમ્યગ્દર્શનાદિ, તત્વથી=પરમાર્થથી, શાસ્ત્રથી જ જણાતા નથી; અને આ રીતે પણ=મોક્ષના ઉપાયવિશેષો શાસ્ત્રથી જણાતા નથી એ રીતે પણ, શાસ્ત્રનું વૈયર્થ નથી. એથી કહે છે – સર્વથા જ અહીં યોગીઓ વડે જણાતા નથી, એમ અવય છે; અને સર્વથાનો જ અર્થ કરે છે – સર્વથા જ=સર્વ પ્રકારે જ. અહીં=લોકમાં, યોગીઓ વડે શાસ્ત્રથી જ હેતુભેદો જણાતા નથી. તેમાં હેતુ કહે છે – તેઓના અનંત ભેદો છે મોક્ષના ઉપાયોના અનંત ભેદો છે, તેથી સર્વથા શાસ્ત્રથી જણાતા નથી. અદા ભાવાર્થ :
પૂર્વશ્લોકમાં સ્થાપન કર્યું કે સામર્થ્યયોગ વિશેષથી શાસ્ત્રઅતિક્રાંતગોચર છે, તે વાત પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે –
મોક્ષપ્રાપ્તિના ઉપાયભૂત સમ્યગ્દર્શનાદિ છે અને તે સમ્યગ્દર્શનઆદિના અનંત ભેદો છે. શાસ્ત્ર તે સર્વ ભેદોને બતાવી શકતું નથી, આમ છતાં મોક્ષના કારણભૂત એવા સમ્યગ્દર્શનાદિનું પ્રાથમિક ભૂમિકાનું સ્વરૂપ તો શાસ્ત્ર બતાવે છે. તેથી શાસ્ત્ર દ્વારા સમ્યગ્દર્શનાદિનો બોધ કરીને જીવ તે સમ્યગ્દર્શનાદિને પ્રાપ્ત કરે છે, તોપણ ઉપરના સમ્યગ્દર્શનાદિનો બોધ શાસ્ત્ર કરાવી શકતું નથી, પરંતુ તેવા સમ્યગ્દર્શનાદિનો બોધ જીવ સ્વશક્તિથી જ કરી શકે છે. માટે સામર્થ્યયોગ શાસ્ત્રઅતિક્રાંતગોચર છે.
અહીં ટીકામાં કહ્યું કે સમ્યગ્દર્શનાદિના અનંત ભેદો છે. તેનાથી એ કહેવું છે કે સિદ્ધ અવસ્થામાં રત્નત્રયીની પૂર્ણતા છે, પરંતુ તેની પૂર્વે તેના કારણભૂત જે રત્નત્રયી છે, તે રત્નત્રયીનું સ્વરૂપ શાસ્ત્ર બતાવે છે; અને તે રત્નત્રયી હતુરૂપે અપુનબંધક દશામાં છે અને દેશવિરતિધર કે સર્વવિરતિધરમાં રત્નત્રયી સ્વસ્વરૂપે છે. આ રત્નત્રયીનો બોધ જીવ શાસ્ત્રથી કરે છે, તોપણ ક્ષપકશ્રેણીકાલભાવિ જે રત્નત્રયી છે, તેનો