________________
૪૪
યોગદષ્ટિસમુચ્ચયગાથા-૧૦ ન્યા II , (૨૪) શ્રાદ્ધ, (૨૬) સ્થિર, (૨૬) સમુપસંપન્નશ્વ તિ” | ાનીશ ज्ञानयोगमाराधयति, न चेदृशो नाराधयतीति भावनीयम् । सर्वज्ञवचनमागमः, तन्नायमनिरूपितार्थ રૂતિ !
ટીકાર્ય :
ગત વાચા .. નિરૂપિતાર્થ ત આથી જ=પ્રવજ્યા જ્ઞાનયોગની પ્રતિપત્તિરૂપ છે આથી જ, આરોગપ્રવ્રજ્યાનો, ભવવિરક્ત જીવ જઅધિકારી કહેવાયો છે. જે પ્રમાણે કહેવાયું છે – પ્રવ્રયાયોગ્ય જીવ આદિશમાં ઉત્પન્ન થયેલો, વિશિષ્ટ જાતિ-કુલથી યુક્ત, ક્ષીણપ્રાય કર્મમલવાળો છે. તેથી જ પ્રવ્રયાયોગ્ય જીવ ક્ષીણપ્રાય કર્મમલવાળો છે તેથી જ, વિમલબુદ્ધિવાળો છે, અને વિમલબુદ્ધિવાળો હોવાથી સંસારનું સ્વરૂપ કેવું છે, તે જાણે છે. તે સંસારનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે :મનુષ્યભવ દુર્લભ છે, જન્મ એ મરણનું નિમિત્ત છે, સંપત્તિઓ ચંચલ છે, વિષયો દુઃખના હેતુ છે, સંયોગમાં વિયોગ છેઃ ઈષ્ટનો સંયોગ જીવને પ્રિય લાગે છે તે વિયોગમાં પર્યવસાન પામવાવાળો છે, પ્રતિક્ષણ મરણ છેઃ પ્રતિક્ષણ આયુષ્ય ક્ષય થતું હોવાથી પ્રતિક્ષણ મરણ છે, વિપાક દારુણ છે કર્મનો વિપાક દારુણ છે: આ પ્રમાણે જાણ્યું છે સંસારનું નિર્ગુણપણું જેણે એવો પ્રવ્રયાયોગ્ય જીવ છે. તેથી જ=સંસારની નિર્ગુણતાનો બોધ છે તેથી જ, તેનાથી સંસારથી, વિરક્ત છે, પ્રતનુકષાયવાળો છે=અલ્પકષાયવાળો છે, અલ્પ હાસ્યાદિવાળો છે, કૃતજ્ઞ છે-કરાયેલા ઉપકારને સ્મૃતિમાં રાખતાર છે, વિનીત છે=ગુર આદિ પ્રત્યે વિનયવાળો છે, પૂર્વમાં પણ=દીક્ષાગ્રહણ પૂર્વે પણ, રાજા, અમાત્ય, નગરજનને બહુમત છે, અદ્રોહકારી છે=કોઈનો દ્રોહ ન કરે તેવા સ્વભાવવાળો છે, કલ્યાણ અંગવાળો છે=મોક્ષસાધનાને અનુકૂળ એવાં શરીરનાં સર્વ અંગો પૂર્ણ છે, શ્રદ્ધાવાળો છે=ભગવાનના વચનમાં સ્થિર રુચિવાળો છે, સ્થિર છે=આત્મકલ્યાણના માર્ગમાં સ્થિર પરિણામવાળો છે અને સમુપસંપન્ન છે–દીક્ષા ગ્રહણ માટે ઉપસ્થિત થયેલો છે.
‘રૂતિ’ શબ્દ દીક્ષાના અધિકારીના ગુણોની સમાપ્તિ માટે છે; અને જે આવો ઉપરમાં બતાવ્યું તેવા ગુણોવાળો, નથી, તે દીક્ષા ગ્રહણ કરે તોપણ જ્ઞાનયોગનું આરાધન કરતો નથી; અને આવો ઉપર બતાવેલા ગુણવાળો, જ્ઞાનયોગને નથી આરાધતો એમ નહિ અર્થાત્ અવશ્ય આરાધે છે, એમ ભાવન કરવું.
પ્રવ્રજ્યા જ્ઞાનયોગની પ્રતિપત્તિરૂપ છે અને તે અતાત્ત્વિક સામર્થ્યયોગ છે, એમ પૂર્વમાં બતાવ્યું; અને પ્રવ્રજ્યા જ્ઞાનયોગની પ્રતિપત્તિરૂપ છે, માટે ભવવિરક્ત અધિકારી છે, તેમ બતાવીને તે ભવવિરક્ત જીવ જ્ઞાનયોગની આરાધના કરે છે તેમ બતાવ્યું. માટે અધિકારી જીવ પ્રવજ્યા ગ્રહણ કરે તો તેને અતાત્ત્વિક સામર્થ્યયોગ આવે છે, એમ ફલિત થયું. ત્યાં પ્રશ્ન થાય કે સામર્થ્યયોગ તો શાસ્ત્રઅતિક્રાંતગોચર છે, તેથી શાસ્ત્રના બળથી તે આવી શકે નહિ, તો અતાત્ત્વિક સામર્થ્યયોગ પણ કેમ આવી શકે ? તેનું નિરાકરણ કરવા માટે કહે છે –