________________
૪૩
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૦ યત્ન થાય તેવા પ્રકારનો સામર્થ્યયોગ ક્ષપકશ્રેણીકાળમાં આવે છે. તેની પૂર્વનો સંયમમાં કરાતો યત્ન જ્ઞાનયોગની પ્રતિપત્તિરૂપ હોવાથી સામર્થ્યયોગરૂપ છે, તોપણ વિકલ્પોથી અતીત તાત્ત્વિક આત્મભાવમાં જવાના સાક્ષાત્ યત્નરૂપ નહીં હોવાથી અતાત્ત્વિક સામર્થ્યયોગ છે. પ્રવ્રજ્યાકાળમાં વર્તતા અતાત્ત્વિક સામર્થ્યયોગનું સ્વરૂપ -
(૧) સંયમ ગ્રહણ કરવાની ક્રિયા ચોક્કસ વિધિપૂર્વક કરવામાં આવે છે, અને તે વિધિ વખતે પ્રવજ્યા ગ્રહણ કરનાર જીવ સંયમ ગ્રહણને અનુકૂળ ઉચિત મુદ્રામાં યત્ન કરે તો તેના બળથી સંયમને અનુકૂળ ભાવ થાય, જે સ્થાનયોગરૂપ છે; અને (૨) સંયમ ગ્રહણને અનુકૂળ ઉચિત મુદ્રામાં ઊભો રહીને જિનપ્રતિમાદિ સન્મુખ પ્રવજ્યા ગ્રહણ કરતો હોય, અને જિનપ્રતિમાનું વીતરાગભાવરૂપે દઢ આલંબન લઈને ક્રિયાનાં બોલાતાં સૂત્રોમાં તે રીતે ઉપયુક્ત રહે તો તે સૂત્રમાં વર્તતો સાધકનો ઉપયોગ સંયમના ભાવને અનુકૂળ એવા ઊર્ણયોગરૂપ છે; અને (૩) સૂત્ર દ્વારા સૂત્રના તાત્પર્યાર્થીને સ્પર્શે તેવી બુદ્ધિ અર્થના ઉપયોગકાળમાં થાય, તો તે સૂત્રથી અપેક્ષિત ભાવો આત્મામાં અવશ્ય પ્રગટે, જે અર્થયોગરૂપ છે; અને (૪) મુનિ જિનપ્રતિમાદિના આલંબનમાં પણ યત્ન કરે તો તેનું ચિત્ત વીતરાગને વીતરાગભાવે જોઈને વીતરાગના પારતંત્રના પરિણામવાળું બને છે, તે ઉપયોગ આલંબનયોગ છે. તેથી પ્રવ્રજ્યાગ્રહણકાળમાં અર્થયોગમાં અને આલંબનયોગમાં ઉપયોગ વર્તતો હોય અને (૫) ક્વચિત્ વીર્યનો પ્રકર્ષ થાય તો નિરાલંબનયોગ આવે. આ ત્રણે યોગો જ્ઞાનયોગની પ્રતિપત્તિરૂપ છે; જ્યારે સ્થાન અને ઊર્ણમાં જે યત્ન થાય છે, તે વખતનો ઉપયોગ ક્રિયાયોગરૂપ છે, જે જ્ઞાનયોગનું કારણ છે.
વળી, પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી પ્રાયઃ કરીને સુસંયત સાધક, ભગવાનના વચનનું સ્મરણ કરીને સર્વ પ્રવૃત્તિઓમાં સુદઢ યત્ન કરતા હોય છે, જેથી નિર્લેપદશારૂપ જ્ઞાનયોગ યાવત્ સંયમકાળમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતો હોય છે. ક્વચિત્ પ્રમાદને કારણે કોઈ સ્કૂલનાઓ થઈ હોય તોપણ અતિચારના આલોચનાદિકાળમાં તે પ્રકારનો સુદઢ યત્ન કરીને મુનિ ફરી જ્ઞાનયોગને જીવંત કરે છે.
આ રીતે સંયમમાં કરાતો યત્ન અતાત્ત્વિક સામર્થ્યયોગ હોવા છતાં તાત્ત્વિક સામર્થ્યયોગનું કારણ છે, અને આથી અતાત્ત્વિક એવો પણ તે સામર્થ્યયોગ, કર્મોની સ્થિતિ ઘટાડીને ક્ષપકશ્રેણી પ્રગટ થાય તેટલા સંખ્યાત સાગરોપમની સ્થિતિ ઘટાડે ત્યારે પ્રગટ થયેલા પ્રતિભજ્ઞાનના બળથી તાત્ત્વિક સામર્મયોગને પ્રાપ્ત કરે છે. ટીકા :
अत एवास्या भवविरक्त एवाधिकार्युक्तः, यथोक्तं - “अथ प्रव्रज्याहः (१) आर्यदेशोत्पन्न:, (२) विशिष्टजातिकुलान्वितः, (३) क्षीणप्रायकर्ममल:, (४) तत एव विमलबुद्धिः, (५) 'दुर्लभं मानुष्यं, जन्म मरणनिमित्तं, संपदश्चपला:, विषया दुःखहेतवः संयोगे वियोगः, प्रतिक्षणं मरणं, दारुणो વિપ?િ' ત્યવતસંસાર , (૬) તત વ તકર, (૭) પ્રતિનુષાય, (૮) મહાસ્થતિ, (૨) વૃતા:, (૨૦) વિનીત: (૨૨) પ્રષિ રાનામાચરનનવદુમતા, (૨૨) ગોદાવરી, ()