________________
૪૧
યોગદષ્ટિસમુચ્ચયગાથા-૧૦
પ્રાધાન્ય પ્રમાણે આ=પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસિક્યરૂપ આ, ઉપચાસ છે, અને પશ્ચાતુપૂર્વીથી પ્રાપ્તિ છે, એ પ્રમાણે સમયના જાણનારાઓ કહે છે. ઉત્થાન :
આ રીતે અપૂર્વકરણનું સ્વરૂપ બતાવીને પ્રથમ અપૂર્વકરણ કેવું છે તે બતાવ્યું. હવે પ્રથમ અપૂર્વકરણના વ્યવચ્છેદ માટે અપૂર્વકરણ શબ્દના વિશેષણરૂપે ‘દ્વિતીય’ શબ્દ વિશેષણ આપ્યું, તે દ્વિતીય અપૂર્વકરણ કેવું છે, તે બતાવીને તેમાં અધિકૃત સામર્થ્યયોગ તાત્ત્વિક થાય છે તે બતાવવા માટે કહે છે – ટીકાર્ચ -
ધિતી .... જ્ઞાનાતિપત્તિરૂપત્નન્ ! વળી તે પ્રકારની કર્મની સ્થિતિના તેવા પ્રકારના સંખ્યય સાગરોપમ અતિક્રમભાવી બીજા એવા આમાં બીજા એવા અપૂર્વકરણમાં, પ્રથમ ધર્મસંન્યાસરૂપ પ્રથમ સામર્થ્યયોગ, તાત્વિક થાય છે પ્રથમ પારમાર્થિક થાય છે; કેમ કે ક્ષપકશ્રેણીવાળા યોગીને ક્ષાયોપથમિક એવા ક્ષાત્યાદિ ધર્મોની નિવૃત્તિ છે. આથી આ રીતે આ ઉપન્યાસ છે દ્વિતીય અપૂર્વકરણમાં પ્રથમ સામર્થ્યયોગ તાત્વિક થાય છે, એ રીતે આ ઉપચાસ છે.
વળી અતાત્વિક=અતાત્વિક સામર્થ્યયોગ, પ્રવ્રજ્યાકાળમાં પણ થાય છે; કેમ કે પ્રવૃત્તિલક્ષણધર્મસંન્યાસરૂપ પ્રવજ્યાનું જ્ઞાનયોગપ્રતિપત્તિરૂપપણું છે. ભાવાર્થ :
પૂર્વના શ્લોકમાં બે પ્રકારનો સામર્થ્યયોગ બતાવ્યો. તેમાં પ્રથમ પ્રકારનો સામર્થ્યયોગ દ્વિતીય અપૂર્વકરણમાં તાત્ત્વિક થાય છે, એમ બતાવ્યું. તેનાથી અર્થથી એ પ્રાપ્ત થયું કે અતાત્ત્વિક સામર્થ્યયોગ પ્રવ્રજ્યાકાળમાં થાય છે અને તાત્ત્વિક સામર્થ્યયોગ બીજા અપૂર્વકરણમાં થાય છે. બીજું અપૂર્વકરણ એમ કહેવાથી પ્રથમ અપૂર્વકરણમાં અધિકૃત સામર્થ્યયોગ થતો નથી એ અર્થ પ્રાપ્ત થાય. તેથી એ પ્રાપ્ત થાય કે અધિકૃત સામર્થ્યયોગ સિવાયનો સામર્થ્યયોગ ગ્રંથિભેદકાળમાં પણ થાય છે. આથી જીવ સમ્યકત્વ પામે છે તે વખતે ત્રણ કરણો કરે છે, તેમાં અપૂર્વકરણથી ગ્રંથીનો ભેદ કરે છે, અને તે ગ્રંથિભેદની ક્રિયા જીવ સામર્થ્યયોગથી કરે છે, તોપણ તે સામર્થ્યયોગ ઇચ્છાયોગ કે શાસ્ત્રયોગ સહવર્તી ગૌણરૂપે વર્તે છે. તે સામર્થ્યયોગ અહીં ગ્રહણ કરવો નથી; પરંતુ અધિકૃત સામર્થ્યયોગથી “જેમાં સામર્થ્યની પ્રધાનતા છે અને ઇચ્છા અને શાસ્ત્રની ગૌણતા છે” તે સામર્થ્યયોગ અહીં ગ્રહણ કરવો છે. આ સામર્થ્યયોગ બીજા અપૂર્વકરણ પૂર્વે આવતો નથી, અને ક્ષપકશ્રેણીવાળા બીજા અપૂર્વકરણમાં આ અધિકૃત સામર્થ્યયોગ પ્રગટ થાય છે ત્યારે, ક્ષયોપશમભાવના ધર્મોના ત્યાગનો પ્રારંભ થાય છે, અને બીજા અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણના અંતે ૧૨મા ગુણસ્થાનકમાં ક્ષાયિકભાવના ગુણો પ્રગટે છે. તેથી આત્માના તાત્વિક સ્વરૂપને પ્રગટ કરાવનારો આ સામર્થ્યયોગ છે, માટે તેને તાત્ત્વિક સામર્થ્યયોગ કહેલ છે.
આશય એ છે કે આત્માનું સ્વરૂપ મોહના વિકલ્પથી સંપૂર્ણ રહિત નિસ્તરંગ મહોદધિ જેવું છે, અને તે સ્વરૂપને પ્રગટ કરવામાં કારણ બને તેવો આ સામર્થ્યયોગ છે. તેથી આ સામર્થ્યયોગને તાત્ત્વિક સામર્થ્યયોગ કહેલ છે.