________________
४०
ટીકા ઃ
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૦
'द्वितीयापूर्वकरण' इति, ग्रन्थिभेदनिबन्धनप्रथमापूर्वकरणव्यवच्छेदार्थं द्वितीयग्रहणं, प्रथमेऽधिकृतसामर्थ्ययोगाऽसिद्धेः, अपूर्वकरणं त्वपूर्वपरिणामः शुभोऽनादावपि भवे तेषु तेषु धर्मस्थानेषु वर्तमानस्य तथाऽसंजातपूर्वो ग्रन्थिभेदादिफल उच्यते, तत्र प्रथमेऽस्मिन् ग्रन्थिभेदः फलं, अयं च सम्यग्दर्शनफलः, सम्यग्दर्शनं च प्रशमादिलिङ्ग आत्मपरिणाम:, यथोक्तं - “प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्याभिव्यक्तिलक्षणं तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनं” (त. भाष्य - १ - २) इति यथाप्राधान्यमयमुपन्यासः लाभश्च पश्चानुपूर्व्येति समयविदः । द्वितीये त्वस्मिंस्तथाविधकर्मस्थितेस्तथाविधसंख्येयसागरोपमातिक्रमभाविनि 'प्रथमस्तात्त्विको भवेत्' इति, प्रथमो पारमार्थिको भवेत्, क्षपक श्रेणियोगिनः क्षायोपशमिकक्षान्त्यादिधर्मनिवृत्तेः, अतोऽयमित्थमुपन्यास इति । अतात्त्विकस्तु प्रव्रज्याकालेऽपि भवति, प्रवृत्तिलक्षणधर्मसंन्यासायाः प्रव्रज्यायाः ज्ञानयोगप्रतिपत्तिरूपत्वात् ।
ટીકાર્યઃ
-
.....
‘દ્વિતીયાપૂર્વરા’ • જ્ઞાનયોગપ્રતિપત્તિરૂપત્તાત્ । ‘દ્વિતીયાપૂર્વરા’ કૃતિ, . प्रथमेऽधिकृतसामर्थ्ययोगाઽસિદ્ધેઃ । ‘દ્વિતીયાપૂર્વને' - આ શબ્દ મૂળ શ્લોકનો ગ્રહણ કરીને તેનો અર્થ કરતાં અપૂર્વકરણનું વિશેષણ દ્વિતીય કેમ ગ્રહણ કર્યું છે, તે પ્રથમ બતાવે છે. ગ્રંથિભેદનું કારણ એવા પ્રથમ અપૂર્વકરણના વ્યવચ્છેદ માટે દ્વિતીયનું ગ્રહણ કર્યું છે; કેમ કે પ્રથમમાં=પ્રથમ અપૂર્વકરણમાં, અધિકૃત સામર્શ્વયોગની અસિદ્ધિ છે=સામર્થ્યપ્રધાન એવા સામર્થ્યયોગરૂપ અધિકૃત સામર્શ્વયોગની અસિદ્ધિ છે.
ઉત્થાન :
દ્વિતીય અપૂર્વકરણ શબ્દમાં વિશેષણરૂપ બતાવેલ દ્વિતીય શબ્દનું પ્રયોજન બતાવ્યા પછી અપૂર્વકરણ શું છે, તે બતાવે છે
ટીકાર્ય -
अपूर्वकरणं. સમવિદ્ઃ । વળી અનાદિ પણ ભવમાં તે તે ધર્મસ્થાનોમાં વર્તતા એવા જીવને, તે પ્રકારે પૂર્વમાં નહિ થયેલો અને ગ્રંથિભેદાદિ ળવાળો શુભ એવો અપૂર્વ પરિણામ, અપૂર્વકરણ કહેવાય છે. ત્યાં=પ્રથમ આમાં=પ્રથમ અપૂર્વકરણમાં, ગ્રંથિભેદ ફ્ળ છે, અને આ=ગ્રંથિભેદ, સમ્યગ્દર્શનળવાળો છે અને સમ્યગ્દર્શન પ્રશમાદિલિંગવાળો આત્માનો પરિણામ છે.
સમ્યગ્દર્શન પ્રશમાદિલિંગવાળો આત્માનો પરિણામ છે, તેમાં ‘થોર્બ્સ' થી સાક્ષી આપે છે -
પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યની અભિવ્યક્તિ સ્વરૂપ તત્ત્વાર્થનું શ્રદ્ધાન સમ્યગ્દર્શન છે. ‘કૃતિ’ શબ્દ તત્ત્વાર્થભાષ્યના ઉદ્ધરણની સમાપ્તિ માટે છે, અને તત્ત્વાર્થભાષ્યમાં પ્રશમ, સંવેગાદિ જે ક્રમ બતાવ્યો છે, તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે –