________________
૩૮
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૯ તિ' શબ્દ સામર્થ્યયોગના ભેદની સમાપ્તિ માટે છે. “ધર્મસંન્યાસી સંન્યાસસંન્તિ:' શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે - ધર્મસંન્યાસ સંજ્ઞા થઈ છે આની, એ ધર્મસંન્યાસસંજ્ઞાવાળો સામર્થ્યયોગ છે. અહીં “તાર તદ્' એ સૂત્રથી સંજ્ઞા શબ્દને ‘ત' પ્રત્યય ષષ્ઠી અર્થમાં લાગ્યો છે. એ રીતે યોગસંન્યાસ સંજ્ઞા થઈ છે આવી, એ યોગસંન્યાસસંક્ષિત= યોગસંન્યાસસંજ્ઞાવાળો, બીજો સામર્થ્યયોગ છે.
અને અહીં ધર્મસંન્યાસસંજ્ઞા અને યોગસંન્યાસસંજ્ઞા એ પ્રકારના શબ્દમાં, તેણી વડે જણાય છે, એથી કરીને સંજ્ઞા છે. સા=સંજ્ઞા, તસ્વરૂપ જ=ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ સ્વરૂપ જ, ગ્રહણ કરાય છે.
શ્લોકના પૂર્વાર્ધમાં બે પ્રકારનો સામર્થ્યયોગ બતાવ્યો, જેમાંથી પ્રથમમાં ધર્મનો સંન્યાસ થાય છે અને બીજામાં યોગનો સંન્યાસ થાય છે. તેથી જિજ્ઞાસા થાય કે આ ધર્મો કયા છે ? અને યોગ કયા છે ? એથી શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે –
લયોપશમથી નિવૃત્તનિષ્પન્ન થયેલા, શાંતિ આદિ ક્ષાયોપથમિક ધમ છે, વળી કાયાદિક યોગો છે કાયોત્સર્ગકરણાદિરૂપ કાયાદિવ્યાપાર યોગો છે. આ રીતે પૂર્વમાં બતાવ્યું કે ધર્મસંન્યાસ-યોગસંન્યાસ સંશિત સામર્થયોગ છે એ રીતે, આ સામર્થ્યયોગ બે પ્રકારનો છે.
‘તિ' શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. ICI. ભાવાર્થ -
શ્લોક-પમાં સામર્થ્યયોગનું લક્ષણ બતાવ્યું. ત્યાર પછી શાસ્ત્રયોગ કરતાં સામર્થ્યયોગ જુદો છે, તેની યુક્તિ બતાવી. હવે તે સામર્થ્યયોગ બે પ્રકારનો છે, તે પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે. તેમાં પ્રથમ સામર્થ્યયોગમાં ધર્મનો સંન્યાસ થાય છે અર્થાત્ ક્ષયોપશમવાળા ક્ષાંતિ આદિ ધર્મોનો ત્યાગ થાય છે, તેથી ધર્મસંન્યાસસંજ્ઞાવાળો પ્રથમ સામર્થ્યયોગ છે; અને બીજો સામર્થ્યયોગ મન, વચન અને કાયાના વ્યાપારોના ત્યાગ સ્વરૂપ છે, તેથી તેને યોગસંન્યાસસંજ્ઞાવાળો કહેલ છે. અહીં ધર્મસંન્યાસસંજ્ઞાવાળો એમ કહેવાનું કારણ એ છે કે જે નામ વડે તે ઓળખાય તે સંજ્ઞા કહેવાય, એ વ્યુત્પત્તિથી સંજ્ઞાવાળો કહેલ છે. વળી ધર્મસંન્યાસ સંજ્ઞામાં ધર્મસંન્યાસ એ તેનું સ્વરૂપ છે, અને યોગસંન્યાસ સંજ્ઞામાં યોગસંન્યાસ તેનું સ્વરૂપ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ધર્મસંન્યાસ સ્વરૂપવાળો એવો જે સામર્થ્યયોગ એ ધર્મસંન્યાસ એ નામથી ઓળખાય છે, અને યોગસંન્યાસ સ્વરૂપવાળો સામર્થ્યયોગ યોગસંન્યાસ નામથી ઓળખાય છે.
ધર્મસંન્યાસમાં ક્ષમાદિ ભાવોનો ત્યાગ કરવાની પ્રક્રિયા આ પ્રમાણે છે - સાધના પૂર્વે જીવમાં જે ક્રોધમોહનીય આદિ ચાર કષાયો વર્તે છે, તેને જીવ સાધના દ્વારા ક્ષયોપશમભાવરૂપે પરિણમન પમાડે છે ત્યારે ક્ષયોપશમભાવના ક્ષમા, માર્દવતા, આર્જવતા અને નિરીહતરૂપ ધર્મો સંયમકાળમાં પ્રગટે છે. હવે ધર્મસંન્યાસ નામના સામર્થ્યયોગમાં, ક્ષયોપશમભાવના આ ધર્મોનો ત્યાગ કરીને મોહનીયકર્મના ક્ષયથી થતું શુદ્ધ આત્માનું સ્વરૂપે પ્રગટ કરવા માટે જીવ સામર્થ્ય ફોરવે છે. આ પ્રકારનું સામર્થ્ય ફોરવીને ક્ષયોપશમભાવના ક્ષમા આદિ ભાવોનો ત્યાગ કરીને મોહના તરંગથી રહિત નિતરંગ મહોદધિ જેવા આત્માના ભાવોને પ્રગટ કરે છે.