________________
૩૬
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૮ આ પ્રાતિભજ્ઞાન શ્રુતજ્ઞાન પણ નથી, કેવલજ્ઞાન પણ નથી અને જ્ઞાનાન્તર પણ નથી; પરંતુ રાત્રિ અને દિવસની વચમાં જેમ અરુણોદય છે, તેમ શ્રત અને કેવલની વચમાં પ્રતિભજ્ઞાન છે. આશય એ છે કે સૂર્યોદયના પૂર્વભાગ સુધી રાત્રિ કહીએ અને સૂર્યોદય પછી દિવસ કહીએ તો રાત્રિ અને દિવસ એમ બે વિભાગ થાય તોપણ સૂર્યોદયની પૂર્વમાં અરુણોદય થાય છે; તેને રાત્રિથી અને દિવસથી કથંચિત્ પૃથક ગ્રહણ કરવામાં આવે તો રાત્રિ, દિવસ અને અરુણોદય તેમ કહી શકાય. તેમ શ્રત અને કેવલ એ બે જ્ઞાન ગ્રહણ કરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિની પૂર્વમાં થતા પ્રાતિભને શ્રત કરતાં પૃથ ગ્રહણ કરીને પ્રાતિજજ્ઞાનની વિવક્ષા કરીએ તો પ્રાતિજ્ઞાનને શ્રુત કે કેવલમાં અંતર્ભાવ કરવાની જરૂર રહે નહિ અને છઠું જ્ઞાન માનવાનો પ્રસંગ આવે નહિ; કેમ કે ભગવાન શબ્દોથી વાચ્ય સર્વ ભાવો પ્રકૃષ્ટ મતિવાળા ગણધરોને કહે છે, ત્યારે ગણધરોને પ્રકૃષ્ટ શ્રુતજ્ઞાન થાય છે, તે વખતે પણ પ્રાતિજજ્ઞાનમાં દેખાતા પદાર્થો ગણધરોને દેખાતા નથી; પણ જીવ ક્ષપકશ્રેણી પામે છે તે કાળમાં મતિજ્ઞાનનો તેવો ઉત્કૃષ્ટ ક્ષયોપશમ થાય છે કે જેને કારણે સામર્થ્યયોગમાં યત્ન કરવાની દિશા મળે છે. તેથી તે જ્ઞાનનો શ્રત તરીકેનો વ્યવહાર કરાતો નથી.
વળી આ પ્રાતિજજ્ઞાન પણ ક્ષાયોપથમિક હોવાથી તથા સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયને વિષય કરનાર નહિ હોવાથી કેવલજ્ઞાન પણ નથી; કેમ કે કેવલજ્ઞાન ક્ષાયિકભાવમાં હોય છે તથા સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયને વિષય કરનારું છે.
આનાથી એ ફલિત થાય કે જેમ રાત્રિનો જ ભાગ અરુણોદય વખતે રાત્રિ કરતાં જુદો હોય છે અને દિવસની નજીકની અવસ્થાવાળો હોય છે, અને અરુણોદય પૂર્વની રાત્રિ ગાઢ અંધકારવાળી હોય છે, તેમ મતિવિશેષરૂપ શ્રુતજ્ઞાન ઉત્કૃષ્ટ ચૌદપૂર્વકાળમાં પણ રાત્રિ જેવું હોય છે, પરંતુ અરુણોદય જેવું હોતું નથી, તેથી તે શ્રુત યોગમાર્ગની આગળની દિશા બતાવી શકતું નથી. આમ છતાં તે શ્રુતના બળથી યોગમાર્ગમાં યત્ન કરતાં કરતાં જ્યારે જીવને તે પ્રકારનો ઉત્કૃષ્ટ મતિવિશેષનો ક્ષયોપશમ થાય છે, જે કેવલજ્ઞાનની નજીકની ભૂમિકાવાળો શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ છે, તે અરુણોદય જેવી રાત્રિની અવસ્થા જેવો છે. આમ છતાં જેમ અરુણોદય વખતે રાત્રિનો વ્યવહાર થતો નથી, તેમ આ શ્રુતજ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવાતું નથી, પરંતુ પ્રાતિજ્ઞાન કહેવાય છે. તેથી શ્રુત તરીકે તેનો વ્યવહાર થતો નથી.
વળી જેમ અરુણોદય સૂર્યોદયની પૂર્વની અવસ્થા હોવાથી રાત્રિરૂપ છે તોપણ પરમાર્થથી રાત્રિ કહેવાતી નથી, તેમ પ્રાતિજજ્ઞાન પણ કેવલજ્ઞાનની પૂર્વમાં પ્રગટ થાય છે અને સામર્થ્યયોગનું કારણ બને છે, તોપણ શ્રત તરીકે તેનો વ્યવહાર થતો નથી. માટે પાંચ જ્ઞાનથી અતિરિક્ત છઠું જ્ઞાન માનવાની આપત્તિ નથી અને પ્રાતિભજ્ઞાન શ્રુતજ્ઞાન નથી તેમ કહેવામાં પણ દોષ નથી. માટે શ્રુતજ્ઞાનરૂપ શાસ્ત્રથી મોક્ષના સર્વ ઉપાયોની પ્રાપ્તિ નથી, એમ સ્વીકારવામાં કોઈ દોષ નથી.
આ રીતે શાસ્ત્રમાં પાંચ જ્ઞાન પ્રસિદ્ધ હોવા છતાં ગ્રંથકારે પ્રતિભજ્ઞાનને ધૃતરૂપે નહિ સ્વીકારવામાં દોષ નથી, તેમ સ્થાપન કર્યું. તેની પુષ્ટિ કરવા માટે કહે છે કે અન્ય દર્શનકારોને પણ આ પ્રાતિજ્ઞાન ‘તારકનિરીક્ષણાદિ જ્ઞાન' શબ્દ વડે અભિમત છે.