________________
૩૯
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૯-૧૦
અહીં વિશેષ એ છે કે સંયમ ગ્રહણ કર્યા પૂર્વે સાધુ ક્રોધ-માન-માયા-લોભની પરિણતિવાળા હોય છે. તેથી જેમ નિમિત્ત પામીને સંયમ ગ્રહણ કર્યા પૂર્વે કષાયોના વિકલ્પો કરતા હતા, તેમ હવે સંયમ ગ્રહણ કર્યા પછી, ભગવાનનાં વચનોને અવલંબીને ક્ષમાદિના વિકલ્પો કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે પૂર્વમાં તેમનો મતિજ્ઞાનનો ઉપયોગ તે તે નિમિત્તોને પામીને ક્રોધાદિ વિકલ્પોરૂપે પ્રવર્તતો હતો, તે મતિજ્ઞાનનો ઉપયોગ હવે શાસ્ત્રવચનોને અવલંબીને ક્ષમાદિ વિકલ્પોવાળો બને છે. તેથી મુનિભાવમાં પ્રાયઃ કરીને વિકલ્પરૂપ ક્ષમાદિભાવો ક્ષયોપશમ અવસ્થામાં હોય છે, અને પાછળથી નિર્વિકલ્પદશા પ્રાપ્ત થાય ત્યારે વિકલ્પ વગરના ક્ષમાદિભાવો હોય છે. ત્યાર પછી ક્ષાયિકભાવના ક્ષમાદિભાવોને પ્રગટ કરવા માટે ધર્મસંન્યાસરૂપ સામર્થ્યયોગ પ્રવર્તે છે, ત્યારે અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકમાં ક્ષયોપશમભાવે વર્તતા ક્ષમા આદિ ભાવોનો ત્યાગ કરવાનો પ્રારંભ થાય છે, અને બારમા ગુણસ્થાનકે સંપૂર્ણ તરંગ વગરનો આત્મા બને છે ત્યારે સંપૂર્ણ ક્ષયોપશમભાવના ક્ષમાદિનો ત્યાગ થાય છે. આ પ્રકારના ધર્મસંન્યાસનું કારણ પ્રથમ સામર્થ્યયોગ છે.
મન-વચન-કાયાના જે કાયોત્સર્ગકરણાદિરૂપ વ્યાપારો છે, તે સર્વ વ્યાપારનો ત્યાગ યોગસંન્યાસ નામના બીજા સામર્થ્યયોગથી થાય છે. લા અવતરણિકા -
यो यदा भवति तं तदाभिधातुमाह - અવતરણિતાર્થ -
પૂર્વમાં વર્ણન કરાયેલા બે પ્રકારના સામર્થ્યયોગમાંથી જે સામર્થ્યયોગ જ્યારે થાય છે “ત'= ત્યારે અર્થાત્ તે કાળમાં તેને બતાવવા માટે કહે છે – શ્લોક :
द्वितीयापूर्वकरणे, प्रथमस्तात्त्विको भवेत्
ગાયો રજૂર્ણ, ક્રિતીય રૂતિ તદિર સારવા અન્વયાર્થ -
દ્વિતીયાપૂર્વવર =બીજા અપૂર્વકરણમાં પ્રથમ =પ્રથમ પ્રથમ સામર્થ્યયોગ તાત્વિ=તાત્વિક ભવેન્ટ થાય છે. ગાયોનેરVTદૂર્વ આયોજયકરણથી ઊર્ધ્વ દિતી =બીજો =બીજો સામર્થ્યયોગ થાય છે, તિ=એ પ્રમાણે તવ=તેના જાણનારાઓ કહે છે. I૧૦ના શ્લોકાર્ચ -
બીજા અપૂર્વકરણમાં પ્રથમ સામર્થ્યયોગ તાત્વિક થાય છે, આયોજ્યકરણથી ઊર્ધ્વ બીજો સામર્થ્યયોગ થાય છે, એ પ્રમાણે તેના જાણનારાઓ કહે છે. ll૧oll.