________________
૪૨
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૦ વળી પ્રવજ્યાગ્રહણકાળમાં અતાત્ત્વિક સામર્થ્યયોગ થાય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે - સાધક પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે ત્યારે, પ્રવ્રજ્યાગ્રહણની ક્રિયામાં ઉપયોગપૂર્વક યત્ન કરે તો તેનો ઉપયોગ અર્થ અને આલંબનના ઉપયોગથી સામાયિકના પરિણામરૂપ જ્ઞાનયોગને પ્રગટ કરે છે, જે પ્રતિજ્ઞાને અનુરૂપ સર્વ સાવઘના ત્યાગપૂર્વક નિરવદ્ય એવા આત્માના પરિણામરૂપ સમભાવમાં યત્નસ્વરૂપ છે. આ પ્રકારનો યત્ન જીવ પ્રવ્રજ્યાકાળમાં કરે છે, તોપણ તે પ્રવજ્યા શાસ્ત્રાનુસારી ક્રિયામાં પ્રવૃત્તિસ્વરૂપ છે, અને તેનાથી વિપરીત એવી સાવદ્ય પ્રવૃત્તિના સંન્યાસરૂપ છે. તેથી આ પ્રકારનો પ્રવ્રજ્યાનો પરિણામ જીવને સામર્થ્યયોગથી પ્રગટે છે, તો પણ તે અવસ્થામાં સંયમને અનુકૂળ વિકલ્પો વર્તતા હોય છે, પરંતુ સર્વ વિકલ્પોના તરંગથી રહિત આત્મભાવને અનુકૂળ એવો યત્ન પ્રવ્રજ્યાકાળમાં નથી. તેથી પ્રવ્રજ્યાકાળનો સામર્થ્યયોગ અતાત્વિક છે અર્થાત્ પરંપરાએ શુદ્ધ આત્માના ભાવમાં જવાના યત્નસ્વરૂપ હોવા છતાં સાક્ષાત્ શુદ્ધ આત્માના ભાવમાં જવાના યત્નસ્વરૂપ નહિ હોવાથી અતાત્વિક છે.
વળી બીજું અપૂર્વકરણ ઉપશમશ્રેણીમાં પણ થાય છે, પરંતુ તેનું અહીં ગ્રહણ નથી; કેમ કે ઉપશમશ્રેણીમાં ક્ષાયોપથમિક ક્ષમાદિ ભાવોનો ઉપશમ થાય છે, પરંતુ ક્ષાયોપથમિક એવા ક્ષમાદિભાવોનો ત્યાગ થતો નથી. તેથી ટીકામાં સ્પષ્ટ કર્યું કે ક્ષપકશ્રેણીવાળા યોગીને વર્તતા બીજા અપૂર્વકરણમાં પ્રથમ સામર્થ્યયોગ તાત્વિક થાય છે. વળી આ બીજું અપૂર્વકરણ, જીવ પ્રાયઃ કરીને સર્વવિરતિનું પાલન કરીને તે પ્રકારની કર્મસ્થિતિને પામે કે જ્યારે સંયમકાળમાં કર્મની સ્થિતિ છે તેના કરતાં જેટલા પ્રકારના ક્ષપકશ્રેણીના પ્રારંભ માટે અપેક્ષિત છે તેટલા પ્રકારના સંખ્યાત સાગરોપમ કર્મની સ્થિતિ ઘટે, ત્યારે બીજું અપૂર્વકરણ આવે છે.
આશય એ છે કે ભાવથી સંયમ પાળનારા સાધુને પણ સત્તામાં જે કર્મોની સ્થિતિ છે, તે કર્મોની સ્થિતિમાંથી ક્ષપકશ્રેણી માટે જેટલા પ્રમાણમાં સંખ્યાત સાગરોપમ કર્મોની સ્થિતિ ઘટાડવી આવશ્યક છે, તેટલા સંખ્યાત સાગરોપમની સ્થિતિ જીવ સંયમપાલનના બળથી ઘટાડે ત્યારે જીવમાં તે પ્રકારની વિશુદ્ધિ પ્રગટે છે કે જેથી ક્ષપકશ્રેણીકાળભાવિ એવું બીજું અપૂર્વકરણ પ્રગટ થાય છે; અને આ અપૂર્વકરણમાં અધિકૃત સામર્થ્યયોગ પ્રગટે છે, જે ક્ષયોપશમભાવના ધર્મોનો ત્યાગ કરાવીને સંપૂર્ણ મોહના કલ્લોલથી રહિત આત્માની અવસ્થાને પ્રગટ કરે છે. વળી સાધક પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે ત્યારે શાસ્ત્રવચનનું સ્મરણ કરીને પ્રવૃત્તિ કરવાનો દઢ સંકલ્પ કરે, અને તે સંકલ્પ પ્રમાણે પ્રવજ્યાગ્રહણની ક્રિયા કરે, તો જ્ઞાનયોગની પ્રાપ્તિ થાય છે; અને પ્રવજ્યા ગ્રહણ કર્યા પછી પણ શાસ્ત્રાનુસારી ક્રિયાઓ કરે તે વખતે, વ્રતના વિકલ્પો, શાસ્ત્રાનુસારી ક્રિયા કરવાના વિકલ્પો, ક્ષમાદિભાવોને પ્રગટ કરવાના વિકલ્પો, સંયમમાં અતિચાર ન લાગે તેવા વિકલ્પો અને સંયમમાં અતિચાર લાગ્યો હોય તેની શુદ્ધિના વિકલ્પો પ્રવર્તે છે. આ સર્વ યત્નથી જીવમાં જ્ઞાનયોગ પ્રગટે છે, જે અતાત્ત્વિક સામર્થ્યયોગનું કાર્ય છે; અને આ અતાત્ત્વિક સામર્થ્યયોગ શુદ્ધ આત્માને પ્રગટ કરવામાં પરંપરાએ પ્રબલ કારણ હોવા છતાં, જીવમાં કર્મોની સ્થિતિ તેટલી ઘટી નહિ હોવાથી સાક્ષાત્ ક્ષયોપશમભાવના ત્યાગ માટે યત્ન કરાવી શકતો નથી, પરંતુ વિકલ્પો દ્વારા સુદઢ યત્ન કરીને ક્ષયોપશમભાવની વૃદ્ધિનું કારણ બને છે. જ્યારે તેના બળથી તેટલા પ્રમાણમાં સંખ્યાત સાગરોપમની કર્મોની સ્થિતિ ઘટે છે, ત્યારે વિકલ્પોનો સર્વથા ત્યાગ કરીને વિકલ્પથી અતીત અવસ્થામાં જવા માટે પૂર્ણ