________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૭
મોક્ષપદની પ્રાપ્તિના હેતુભેદો યોગી દ્વારા શાસ્ત્રથી જ સર્વથા જણાતા નથી, એ પ્રકારે પૂર્વશ્લોક સાથે સંબંધ છે. IIII
ટીકા ઃ
'सर्वथा'=सर्वैः प्रकारैरक्षेपफलसाधकत्वादिभिः, 'तत्परिच्छेदात्'-शास्त्रादेव सिद्ध्याख्यपदसम्प्राप्तिहेतुभेदपरिच्छेदात् किमित्याह 'साक्षात्कारित्वयोगतः' - केवलेनेव साक्षात्कारित्वेन योगात्कारणात्, ‘तत्सर्वज्ञत्वसंसिद्धेः' - श्रोतृयोगिसर्वज्ञत्वसंसिद्धेः, अधिकृतहेतुभेदानामनेन सर्वथा परिच्छेदयोगात्, ततश्च 'तदा’=श्रवण-काल एव, 'सिद्धिपदाप्तितः ' = मुक्तिपदाप्तेः, अयोगिकेवलित्वस्यापि शास्त्रादेव सद्भावावगतिप्रसङ्गादिति ।।७।।
30
ટીકાર્ય :
सर्वथा પ્રસન્વિત્તિ ।। શાસ્ત્રથી જ મોક્ષપ્રાપ્તિના ઉપાયોનો સર્વથા બોધ થાય છે, તેમ સ્વીકારવામાં આવે તો, અક્ષેપફલસાધકત્વાદિ સર્વ પ્રકાર વડે શાસ્ત્રથી જ સિદ્ધિપદની પ્રાપ્તિના હેતુભેદોનો પરિચ્છેદ થવાથી, શ્રોતાને કેવલીની જેમ સંપૂર્ણ યોગમાર્ગનો સાક્ષાત્કારિત્વરૂપે યોગ થવાથી, શ્રોતાયોગીને સર્વજ્ઞત્વની સંસિદ્ધિ થશે; કેમ કે અધિકૃત એવા મોક્ષના હેતુભેદોનો આ શ્રોતા વડે સર્વથા પરિચ્છેદ કરાયો છે; અને તેથી શ્રવણકાળમાં જયોગમાર્ગને શ્રવણ કરનાર શ્રોતાના શ્રવણકાળમાં જ, તે શ્રોતાને મુક્તિપદની પ્રાપ્તિ થશે; કેમ કે શાસ્ત્રથી જ અયોગીકેવલીપણાના પણ સદ્ભાવની અવગતિનો પ્રસંગ છે–બોધનો પ્રસંગ છે. ।।૭।।
ભાવાર્થ:
શાસ્ત્રથી મોક્ષપદની પ્રાપ્તિના સર્વ હેતુઓનો સર્વ પ્રકારે બોધ થાય છે, તેમ માનો તો, જે રત્નત્રયી મોક્ષના અક્ષેપફલની સાધક છે, તેનો પણ બોધ શાસ્ત્રથી થઈ જાય તેમ માનવું પડે. તેથી કેવલીને કેવલજ્ઞાન દ્વારા જેમ આખો યોગમાર્ગ સાક્ષાત્કારરૂપે દેખાય છે, તેમ જે શ્રોતા શાસ્ત્રને યથાર્થ ભણે છે, તે શ્રોતાને પણ શાસ્ત્રથી જ કેવલીની જેમ આખા યોગમાર્ગનો સાક્ષાત્કાર થાય છે, તેમ માનવું પડે. તેથી સાંભળનાર યોગી સાંભળવાના કાળમાં જ કેવલી થઈ જવો જોઈએ; કેમ કે તેણે યોગમાર્ગના હેતુભેદોનો સર્વ પ્રકારે બોધ કર્યો છે.
વળી બીજો દોષ પણ આપે છે કે જો શાસ્ત્રથી આખો યોગમાર્ગ સર્વ પ્રકારે જણાતો હોય તો યોગમાર્ગ અંતર્ગત અયોગીકેવલીઅવસ્થા હોવાથી અયોગીકેવલીઅવસ્થા વખતે જેવો અનુભવ છે, તેવો અનુભવ શાસ્ત્ર સાંભળનાર યોગીને શાસ્ત્રશ્રવણકાળમાં થવો જોઈએ, અને તેથી શાસ્ત્રશ્રવણકાળમાં અયોગીઅવસ્થાના અનુભવના કારણે મોક્ષપદની પ્રાપ્તિ થવી જોઈએ.
આ પ્રકારે શાસ્ત્રશ્રવણથી સંપૂર્ણ મોક્ષમાર્ગનો બોધ થાય છે તેમ સ્વીકારીએ તો બે દોષો પ્રાપ્ત થતા હોવાથી, શાસ્ત્રથી સર્વ પ્રકારે મોક્ષપદની પ્રાપ્તિના હેતુભેદો જણાતા નથી, એમ પૂર્વશ્લોક સાથે આ શ્લોકનો સંબંધ છે.