________________
૨૮
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૬ બોધ શાસ્ત્ર કરાવી શકતું નથી. તે રત્નત્રયીના સ્વરૂપનો બોધ જીવને પ્રાતિભજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે થાય છે. તેથી રત્નત્રયીના અમુક ભેદોનું વર્ણન શાસ્ત્ર કરી શકતું નથી, તે બતાવવા માટે કહ્યું કે મોક્ષના કા૨ણીભૂત રત્નત્રયીના અનંત ભેદો છે, જેમાંથી કેટલાક ભેદો શાસ્ત્ર બતાવે છે, પરંતુ સર્વ ભેદો શાસ્ત્ર બતાવી શકતું નથી.
જોકે યોગમાર્ગનાં અધ્યવસાયસ્થાનો અસંખ્યાતાં છે, તેથી યોગની તરતમતાની ભૂમિકા ગ્રહણ કરીએ તો રત્નત્રયીના ભેદો પણ અસંખ્યાતા પ્રાપ્ત થાય; પરંતુ ક્ષપકશ્રેણીની પૂર્વની જે રત્નત્રયીનો બોધ શાસ્ત્રવચનથી થાય છે, તે રત્નત્રયીની દરેક ભૂમિકામાં અવાંતર ભેદો અનંતા છે. આથી રત્નત્રયી અંતર્ગત જે શ્રુતજ્ઞાન છે અને શ્રુતજ્ઞાનવાળા જે ચૌદપૂર્વીઓ છે, તેમાં પણ ષસ્થાનપતિત પ્રાપ્ત થાય છે. તેથી એક ચૌદપૂર્વી કરતાં અન્ય ચૌદપૂર્વીનું અનંતગણું અધિક શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય. તેથી જેમ શ્રુતજ્ઞાનની પણ અવાંતર ભૂમિકાઓ અનંત છે, તેમ ચારિત્રની પણ અવાંતર ભૂમિકાઓ અનંત છે. તેથી જેમ ચૌદપૂર્વમાં એક ચૌદપૂર્વીનું જ્ઞાન છે તેના કરતાં અનંતગણા અધિક પર્યાયને જોનારું અન્ય ચૌદપૂર્વીનું જ્ઞાન છે, તેમ એક ચારિત્રી મહાત્માના ચારિત્રની વિશુદ્ધિ છે, તેના કરતાં અન્ય મહાત્માના ચારિત્રની વિશુદ્ધિ અનંતગુણી પ્રાપ્ત થાય. ફક્ત ક્રમસર યોગનાં અધ્યવસાયસ્થાનો અસંખ્યાતાં છે; તેથી ચારિત્રના ક્રમસર વધતા અધ્યવસાયસ્થાનોની ગણના કરવાથી તે સર્વની સંખ્યા અસંખ્યાત જ પ્રાપ્ત થાય છે, અને આ રત્નત્રયીની અવાંતર અનંત ભૂમિકાઓનો બોધ શાસ્ત્રથી થતો નથી, એટલું જ નહિ પણ યોગનાં અધ્યવસાયસ્થાનોમાંથી અસંગઅનુષ્ઠાન પછીનાં યોગનાં અધ્યવસાયસ્થાનો પણ શાસ્ત્રથી જણાતાં નથી. વળી, પ્રાથમિક ભૂમિકાની જે રત્નત્રયીને શાસ્ત્ર બતાવે છે, તેના પણ અવાંતર અનંત ભેદો છે, તે સર્વ પણ શાસ્ત્ર બતાવી શકતું નથી.
આથી ઇચ્છાયોગકાળમાં ઇચ્છાની પ્રધાનતા છે, અને તે વખતે કેટલોક પ્રયત્ન શાસ્ત્રાનુસારી પણ થાય છે અને કેટલોક પ્રયત્ન સ્વશક્તિના ઉદ્રેકથી પણ થાય છે. તેથી ઇચ્છાયોગીને પણ રત્નત્રયીના સેવનકાળમાં વર્તતી નિર્લેપદશાનું વેદન શક્તિના પ્રાબલ્યથી થયેલું છે, જે સામર્થ્યયોગરૂપ છે, તોપણ ત્યાં સામર્થ્યયોગ ગૌણ છે; અને શાસ્ત્રના બોધથી નિયંત્રિત જે યત્ન થયો છે, તે શાસ્ત્રયોગ છે; અને વિધિનાં સર્વ અંગો શાસ્ત્રથી નિયંત્રિત નથી, તેથી શાસ્ત્રયોગ પણ ગૌણ છે; આમ છતાં યોગને સેવવાની પ્રબળ ઇચ્છા છે, તેથી તે અનુષ્ઠાનમાં ઇચ્છાયોગ પ્રધાન છે.
તે રીતે શાસ્ત્રયોગ સેવનારનું અનુષ્ઠાન પણ યોગના સેવનની ઇચ્છાથી આક્રાંત છે, તોપણ પ્રધાનરૂપે શાસ્ત્રના બોધથી નિયંત્રિત સર્વ પ્રવૃત્તિ હોવાથી ઇચ્છાયોગ ગૌણ છે અને શાસ્ત્રયોગ પ્રધાન છે; અને શાસ્ત્રના બોધથી નિયંત્રિત પ્રવૃત્તિકાલમાં પણ જીવની શક્તિના અતિશયથી જે જ્ઞાનયોગરૂપ નિર્લેપ પરિણતિ સ્કુરાયમાન થાય છે તે સામર્થ્યયોગરૂપ છે, તોપણ શક્તિનો ઉદ્રેક અલ્પમાત્રામાં હોવાથી તે ગૌણ છે અને શાસ્ત્રયોગની પ્રધાનતા છે.
તે રીતે સામર્થ્યયોગકાળમાં પણ જીવને તત્ત્વ જોવાની દિક્ષા છે, જે ઇચ્છા સ્વરૂપ છે; કેમ કે “શુદ્ધ આત્માને જોવાની ઇચ્છા તે દિદક્ષા', એ પ્રકારની વ્યુત્પત્તિ છે. તેથી સામર્થ્યયોગમાં પણ શુદ્ધ આત્માને જોવાની બળવાન ઇચ્છા પ્રવર્તે છે, તોપણ શક્તિના ઉદ્રેકથી શુદ્ધ આત્માને જોવા માટેનું જે સામર્થ્ય પ્રવર્તે