________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૮
ભાવાર્થ:
પૂર્વ ગાથામાં ગ્રંથકારે બે દોષ આપ્યા કે શાસ્ત્રથી સર્વથા યોગમાર્ગનો બોધ થાય છે તેમ સ્વીકારીએ, તો શાસ્ત્રશ્રવણકાળમાં શ્રોતાયોગી સર્વજ્ઞ થઈ જવા જોઈએ, એ એક દોષ આપ્યો; અને બીજો દોષ એ આપ્યો કે શાસ્ત્રશ્રવણકાળમાં મોક્ષની પ્રાપ્તિ થવી જોઈએ. ત્યાં કોઈ કહે કે શાસ્ત્રશ્રવણકાળમાં શ્રોતાને સર્વજ્ઞપણાની પ્રાપ્તિ અને મોક્ષ થાય છે તેમ સ્વીકારી લઈએ તો અમને કોઈ વાંધો નથી. તેને વસ્તુતઃ તેમ સ્વીકારી શકાય નહિ, તે બતાવવા ગ્રંથકાર કહે છે
33
શાસ્ત્રથી સર્વજ્ઞપણાની પ્રાપ્તિના ઉપાયો અને અયોગીકેવલીત્વના સ્વરૂપનો બોધ શ્રોતાને થાય છે, તોપણ મોક્ષ થતો નથી, માટે શાસ્ત્રશ્રવણકાળમાં મોક્ષની પ્રાપ્તિ છે, તેમ સ્વીકારી શકાય નહિ. તેથી એમ માનવું જોઈએ કે પ્રાતિભજ્ઞાનથી યુક્ત, સર્વજ્ઞત્વાદિનું સાધન, શાસ્ત્રથી અવાચ્ય એવો સામર્થ્યયોગ છે.
આશય એ છે કે સાધક શાસ્ત્રના વચન અનુસાર અપ્રમાદભાવથી રત્નત્રયીમાં યત્ન કરતા હોય તેના બળથી વચનાનુષ્ઠાન પ્રગટે છે, અને તે વચનાનુષ્ઠાનને પુનઃ પુનઃ સેવીને અસંગઅનુષ્ઠાનમાં જાય છે ત્યારે, સાધક સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં અપ્રતિબદ્ધ માનસવાળા હોય છે; અને આ અવસ્થા પુનઃ પુનઃ સેવીને તેમનામાં માર્ગાનુસા૨ી પ્રકૃષ્ટ ઊહ પ્રગટ થાય છે; કેમ કે અસંગભાવ એ મોક્ષમાર્ગને અનુકૂળ એવી જીવની પરિણતિ છે, તેથી તે માર્ગરૂપ છે; અને તેને પુનઃ પુનઃ સેવવાથી તે માર્ગને અનુસરનાર એવો પ્રકૃષ્ટ મતિજ્ઞાનનો ઊહ પ્રગટે છે, જેથી પૂર્વ પૂર્વના યોગમાર્ગ કરતાં વિશેષ પ્રકારના યોગમાર્ગમાં જવાને માટે દિશા બતાવે તેવું ઊહરૂપ સૂક્ષ્મજ્ઞાન પ્રગટે છે, જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને જ્યારે પ્રકૃષ્ટ રૂપવાળું બને ત્યારે તે માર્ગાનુસા૨ી પ્રકૃષ્ટ ઊહ નામનું પ્રાતિભજ્ઞાન પ્રગટે છે, જે જ્ઞાનના બળથી સાધકમાં સામર્થ્યયોગ પ્રગટે છે.
તાત્પર્ય એ છે કે મોહના સંપૂર્ણ સ્પર્શ વગરના આત્મભાવમાં નિવિષ્ટ વીતરાગ છે, અને અસંગભાવવાળા મુનિ મોહના સ્પર્શ વગરના આત્મભાવમાં નિવિષ્ટ નથી, પરંતુ નિવિશમાન છે, અને પૂર્ણ આત્મભાવમાં નિવિષ્ટ થવા માટે કેવો ધર્મવ્યાપાર કરવો જોઈએ, તેનો સૂક્ષ્મ બોધ પણ અસંગભાવવાળા મુનિને પ્રગટ્યો નથી; પરંતુ સુદૃઢ યત્નપૂર્વક અસંગભાવમાં યત્ન કરતાં કરતાં પ્રાતિભજ્ઞાન પ્રગટે છે ત્યારે તેવો સૂક્ષ્મબોધ પ્રગટે છે, જેના બળથી શુદ્ધ આત્મામાં નિવિષ્ટ થવા માટે જે યત્નની આવશ્યકતા છે તે યત્ન કેમ કરવો તેનો બોધ તે અસંગભાવવાળા મુનિને થાય છે. તેના બળથી શુદ્ધ આત્મામાં નિવેશ કરવાનો જે યત્ન પ્રગટે છે, તે ધર્મવ્યાપાર ક્ષપકશ્રેણીમાં હોય છે. આ ધર્મવ્યાપાર તે સામર્થ્યયોગ છે.
આ ધર્મવ્યાપારનું સ્વરૂપ શાસ્ત્રથી વાચ્ય બનતું નથી; કેમ કે સામર્થ્યયોગવાળા યોગીને સ્વસંવેદનથી તેની પ્રાપ્તિ છે, અને આ ધર્મવ્યાપાર વિલંબ વગર સર્વજ્ઞત્વની પ્રાપ્તિનું કારણ છે અર્થાત્ ક્ષપકશ્રેણીમાં પ્રગટ થયેલો આ ધર્મવ્યાપાર યોગીને મોહનો સંપૂર્ણ ત્યાગ કરાવીને શુદ્ધ આત્મભાવમાં નિવેશ કરાવે છે, અને શુદ્ધ આત્મભાવમાં નિવિષ્ટ એવા તે યોગી તરત સર્વજ્ઞ બને છે. માટે સર્વજ્ઞત્વનું કારણ એવો સામર્થ્યયોગ પ્રાતિભજ્ઞાનથી પ્રગટે છે, જ્યારે ઉત્કૃષ્ટ ચૌદપૂર્વીને પણ આ પ્રકારનો બોધ થઈ શકતો નથી. આથી ઉત્કૃષ્ટ ચૌદપૂર્વી એવા ગણધરો કેવલજ્ઞાનના અર્થી હોવા છતાં તરત કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકતા