________________
૩૨
શ્લોક ઃ
न चैतदेवं यत्तस्मात् प्रातिभज्ञानसङ्गतः । सामर्थ्ययोगोऽवाच्योऽस्ति, सर्वज्ञत्वादिसाधनम् ।।८।।
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૮
અન્વયાર્થ :
==અને ય—જે કારણથી ત=આ=મુક્તિપદની પ્રાપ્તિ એ વં ન=આ પ્રમાણે નથી=શાસ્ત્રશ્રવણથી થાય છે એ પ્રમાણે નથી, તસ્મા તે કારણથી સર્વજ્ઞત્વાવિસાધનમ્ પ્રાતિમજ્ઞાનસાત: અવાચ્યઃ સામર્થ્યયોન=સર્વજ્ઞત્યાદિનું સાધન પ્રાતિભજ્ઞાનથી યુક્ત અવાચ્ય એવો સામર્થ્યયોગ અસ્તિ=છે. ૮।।
♦ ‘સર્વજ્ઞાવિસાધનમ્’માં આદિ પદથી સિદ્ધિપદ ગ્રહણ કરવું. ‘સર્વજ્ઞત્વાવિસાધનમ્' એ સામર્થ્યયોગનું વિશેષણ હોવા છતાં અજહદ્ લિંગ છે, તેથી નપુંસકલિંગમાં છે.
શ્લોકાર્થ ઃ
અને જે કારણથી મુક્તિપદની પ્રાપ્તિ શાસ્ત્રશ્રવણથી થાય છે એ પ્રમાણે નથી, તે કારણથી સર્વજ્ઞત્વાદિનું સાધન પ્રાતિભજ્ઞાનથી યુક્ત, અવાચ્ય એવો સામર્થ્યયોગ છે. III
ટીકા ઃ
‘ન ચૈતવ’ अनन्तरोदितं, शास्त्रादयोगिकेवलित्वावगमेऽपि सिद्ध्यसिद्धेः, 'यद्' = यस्मात्, વં ‘તસ્માત્’ પ્રાતિમજ્ઞાનસંતો=માર્ગાનુસારિદ્રષ્ટાન્નાહ્વજ્ઞાનયુ :, જિમિત્વાદ ‘સામર્થયો’= सामर्थ्यप्रधानो योग: सामर्थ्ययोगः प्रक्रमाद्धर्मव्यापार एव क्षपक श्रेणिगतो गृह्यते, अयं 'अवाच्योऽस्ति' तद्योगिनः स्वसंवेदनसिद्धेः, 'सर्वज्ञत्वादिसाधनं' अक्षेपेणातः सर्वज्ञत्वसिद्धेः ।
-
ટીકાર્ય :
‘ન ચેતવ’ સર્વજ્ઞત્વસિદ્ધેઃ । અને આ=અનંતરમાં કહેવાયું એ, એમ નથી=શ્રવણકાળમાં શ્રોતૃયોગીને મોક્ષપદની પ્રાપ્તિ થાય છે એમ નથી; કેમ કે શાસ્ત્રથી અયોગીકેવલીત્વનો બોધ થવા છતાં પણ સિદ્ધિની અસિદ્ધિ છે. જે કારણથી આમ છે=શાસ્ત્રથી અયોગીકેવલીત્વનો બોધ થવા છતાં સિદ્ધિની અસિદ્ધિ છે એમ છે, તે કારણથી, પ્રાતિભજ્ઞાનથી સંગત=માર્ગાનુસારી પ્રકૃષ્ટ ઊંહ નામના જ્ઞાનથી યુક્ત, સામર્થ્યયોગ= સામર્થ્યપ્રધાનયોગ, એ રૂપ સામર્થ્યયોગ અવાચ્ય છે અર્થાત્ શાસ્ત્રથી વાચ્ય ન થઈ શકે તેવો છે; કેમ કે તે યોગીને=પ્રાતિભજ્ઞાનવાળા એવા યોગીને, સ્વસંવેદનથી સિદ્ધ છે, અને આ અવાચ્ય એવો સામર્થ્યયોગ સર્વજ્ઞત્વાદિનું સાધન છે; કેમ કે ક્ષેપ વગર આનાથી= સામર્થ્યયોગથી, સર્વજ્ઞત્વની સિદ્ધિ છે. અહીં પ્રક્રમથી સામર્થ્યયોગ શબ્દ દ્વારા ક્ષપકશ્રેણીગત ધર્મવ્યાપાર જ ગ્રહણ કરાય છે.
.....